Get The App

શેરબજારમાં ‘બ્લેક ફ્રાઇડ’ : સેન્સેક્સમાં 1093 પોઇન્ટનો ધબડકો, નિફ્ટી 2% તૂટ્યો

Updated: Sep 16th, 2022


Google NewsGoogle News
શેરબજારમાં ‘બ્લેક ફ્રાઇડ’ : સેન્સેક્સમાં 1093 પોઇન્ટનો ધબડકો, નિફ્ટી 2% તૂટ્યો 1 - image

અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર, 2022

મહામારી બાદ હવે સમગ્ર વિશ્વમાં મંદી આવવાના ચિંતાજનક અહેવાલને પગલે ભારતીય શેરબજારમાં ઘટાડાની હેટ્રિક લાગી અને શુક્રવારનો દિવસ ‘બ્લેક ફ્રાઇડે’ બની રહ્યો હતો. બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સમાં શુક્રવારે 1093 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. સેન્સેક્સ 1093 પોઇન્ટ કે 1.82 ટકા ઘટીને 58840.79ના સ્તરે બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી પણ 346 પોઇન્ટ કે 1.94 ટકા ઘટીને 17530ના લેવલે બંધ થયો હતો. 

ગુરુવારના બંધ લેવલથી શુક્રવારે સેન્સેક્સ 1247 પોઇન્ટનો કડાકો બોલાયો અને 58687ની ઇન્ટ્રા-ડે બોટમ બની હતી. શુક્રવારે પીએસયુ બેન્ક, ઓટો, આઇટી, મેટલ અને રિયલ્ટી સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી.   

શુક્રવારે સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોકમાંથી એક માત્ર ઇન્ડ્સઇન્ડ બેન્ક 2.63 ટકા વધ્યો હતો. સૌથી વધુ ઘટના શેરમાં ટેક મહિન્દ્રા 4.4 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 4.2 ટકા, ઇન્ફોસિસ 3.7 ટકા, મહિન્દ્રા- મહિન્દ્રા 3.5 ટકા અને વિપ્રો 3.2 ટકાની નરમાઇ સાથે ટોપ- લૂઝર બન્યા હતા. નિફ્ટી-50 ઇન્ડેક્સના 50માંથી 48 બ્લુચીપ સ્ટોક ઘટાડે બંધ થયા હતા.

શુક્રવારે બંધ બજારે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટકેપ ઘટીને રૂ. 279.81 લાખ કરોડ થઇ હતી.


Google NewsGoogle News