સેન્સેક્સ 131 પોઈન્ટ સુધારા સાથે બંધ, નિફ્ટીએ 23500નું લેવલ જાળવ્યું
Stock Market Closing: ભારતીય શેરબજારની સાપ્તાહિક શરૂઆત નરમાઈ સાથે થયા બાદ અંતે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. રોકાણકારોની મૂડી એક તબક્કા ઈન્ટ્રા ડે 2 લાખ કરોડ ઘટી ગયા બાદ અંતે 1.11 લાખ કરોડ વધી હતી.
સેન્સેક્સ આજે 677.08 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 131.18 પોઈન્ટ સુધારા સાથે 77341.08 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 23500નું લેવલ જાળવી 36.75 પોઈન્ટ સુધરી 23537.85 પર બંધ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ રૂ. 435.60 લાખ કરોડ થયુ હતું. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 4155 સ્ક્રિપ્સમાંથી 2107 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં અને 1890 સ્ક્રિપ્સ રેડ ઝોનમાં બંધ રહી હતી.
ઓઈલ-બેન્કિંગ મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ
સેક્ટોરલ ઈન્ડેક્સમાં કેપિટલ ગુડ્સ, ઓટો, એફએમસીજી, ટેલિકોમ અને પાવર ઈન્ડાઈસિસ 0.5-1 ટકા વધ્યા હતા. જ્યારે મીડકેપ, સ્મોલકેપમાં 0.3 ટકાનો સુધારો નોંધાયો હતો. બીજી બાજુ મેટલ, પીએસયુ બેન્ક, મીડિયા અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.5 ટકાથી 1 ટકા તૂટ્યો હતો.
આ શેરો વર્ષની ટોચે
બીએસઈ ખાતે આજે આઈસીઆઈસીઆઈ બેન્ક, શ્રીરામ ફાઈનાન્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ક્યુમિન્સ, જેએસડબ્લ્યૂ એનર્જી, સીજી પાવર, ઈન્ડિયન હોટલ્સ સહિત લગભગ 301 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 31 શેર્સ વર્ષના તળિયે નોંધાયા હતા. આ સપ્તાહે મંથલી એક્સપાયરીના પગલે માર્કેટ વોલેટાઈલ રહેવાનો સંકેત માર્કેટ નિષ્ણાતોએ આપ્યો છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.