Get The App

ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ 1 - image


Share Market: ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક દિવસથી નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ત્યારે આજે જ્યારે ભારતમાં હિન્દુનું નવું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે સેન્સેક્સ 75,124.28 પોઈન્ટ પર ખુલીને નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે.આ ઉપરાંત NSE નિફ્ટીમાં પણ પોઝિટીવ વલણ જોવા મળ્યું છે.

ચૈત્ર નવરાત્રીના પહેલા જ દિવસે શેરબજારે નવો રેકોર્ડ સર્જ્યો

આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે નવો રેકોર્ડ સર્જ્યો છે. આજે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના સેન્સેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને પ્રથમ વખત 75,000ના આંકને રેકોર્ડ સ્તરને પાર કર્યો હતો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઈન્ડેક્સ પણ જેટની સ્પીડે આગળ વધ્યો હતો અને 22,700ની નવી ટોચે પહોંચ્યો હતો.

આજે શેરબજારમાં મજબૂતી સાથે ટ્રેડિંગ શરુ થયું

આજે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં મજબૂતી સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. બીએસઈ સેન્સેક્સે સવારે 9.15 વાગ્યે પ્રથમ વખત 75000નો આંકડો પાર કર્યો અને 75,124.28 પર ખુલીને તેના સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 74,742.50 ના સ્તર પર બંધ થયો હતો. NSE નિફ્ટી પણ ખુલતાંની સાથે જ નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ આજે 22,765.10ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. NSEનો આ ઇન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે 22,666.30ના સ્તર પર બંધ થયો હતો.

આટલા શેર ગ્રીન નિશાન પર ખૂલ્યા

શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે, જ્યારે 1,662 શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, ત્યાં 584 શેર્સ એવા હતા જે ઘટાડા સાથે શરૂ થયા હતા અને રેડ નિશાનમાં ખુલ્યા હતા. 97 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જો આપણે સેન્સેક્સ વિશે વાત કરીએ તો 15 મિનિટના ટ્રેડિંગ પછી, આ ઇન્ડેક્સ તેના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો અને 281.85 પોઇન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 75,024.35ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News