ભાજપનું સપનું અને રોકાણકારોના પૈસા ધોવાયા : મોટાભાગના શેરોમાં 25 ટકાથી વધુનો કડાકો બોલાતા 46 લાખ કરોડનું નુકસાન
Stock Market Today: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોનું વલણ એક્ઝિટ પોલના આધારે ન મળતાં એનડીએનું 400 પારનું સપનું રોળાયું છે. જેના લીધે શેરબજારમાં મોટા કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 6234.35 પોઈન્ટના ગાબડાં સાથે 70234.43ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી પણ 1982.18 પોઈન્ટના કડાકા સાથે 21281.45ના ઈન્ટ્રા ડે તળિયે નોંધાયો છે. આ સાથે રોકાણકારોને રૂ. 46 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.
શેરબજારના સાર્વત્રિક કડાકા સાથે અદાણી ગ્રૂપના શેર્સ, પીએસયુ શેર્સમાં 26 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. માર્કેટ કેપની દ્વષ્ટિએ ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ 10 ટકા લોઅર સર્કિટ વાગી હતી. પીએસયુ ઈન્ડેક્સ 3588.50 પોઈન્ટ (15.95 ટકા)ના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. વોલેટિલિટી ઈન્ડેક્સ INDIA VIX 31.71ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. જે 30.40 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
બીએસઈ ખાતે ટોપ લૂઝર્સમાં અદાણી ગ્રૂપની 3 કંપનીઓ સામેલ
Nifty50 ટોપ લૂઝર્સમાં 25 ટકા સુધીનુ ગાબડું