Get The App

સ્મોલકેપમાં 1300 પોઈન્ટનું ગાબડું, રિયાલ્ટી શેર્સ કડડભૂસ, રોકાણકારોના ખિસ્સા ખાલી થયાં

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
સ્મોલકેપમાં 1300 પોઈન્ટનું ગાબડું, રિયાલ્ટી શેર્સ કડડભૂસ, રોકાણકારોના ખિસ્સા ખાલી થયાં 1 - image


Stock Market Crash: શેરબજારમાં સળંગ પાંચમા દિવસે મંદીનુ જોર રહ્યું છે. સાર્વત્રિક ધોરણે મોટાપાયે કરેક્શનના પગલે સેન્સેક્સ અને નિફ્ટી કડડભૂસ થયા છે. તેમાં રિટેલ રોકાણકારોને નીચી કિંમતે ટ્રેડિંગ માટે આકર્ષિત કરતાં એવા સ્મોલકેપ શેર્સમાં તોતિંગ ઘટાડો નોંધાતા સસ્તો માલ રસ્તા પર આવી ગયો છે.

95 ટકા સ્મોલકેપ શેર્સ કડડભૂસ

બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં સામેલ કુલ 945 શેર્સ પૈકી આજે 879 શેર્સમાં 20 ટકા સુધીનું ગાબડું નોંધાયું છે. જ્યારે માત્ર 64 શેર્સ 8 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. પરિણામે 12.15 વાગ્યે સ્મોલકેપ ઈન્ડેક્સ 1317.80 પોઈન્ટ (2.45 ટકા)ના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. મીડકેપ શેર્સમાં પણ ગાબડું નોંધાતા ઈન્ડેક્સ 1.17 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ તહેવારોની સિઝનમાં ઓનલાઈન વેચાણ 12 ટકા વધ્યા, ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું

 ટોપ લૂઝર રહ્યા રિયાલ્ટી શેર્સ

રિયાલ્ટી સેગમેન્ટમાં નબળા ત્રિમાસિક પરિણામો, તેમજ મોંઘવારીમાં વૃદ્ધિ નોંધાતા માર્કેટ નેગેટિવ રહેવાની શક્યતાઓ સાથે શેર્સ કડડભૂસ થયા હતા. રિયાલ્ટી સેગમેન્ટની લગભગ તમામ સ્ક્રિપ્સ 4 ટકાથી વધુ તૂટી હતી. પરિણામે ઈન્ડેક્સ 2.60 ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય ઓઈલ એન્ડ ગેસ, પાવર, પીએસયુ શેર્સમાં પણ ગાબડું નોંધાયું છે.

સેન્સેક્સ 550 પોઈન્ટ તૂટ્યો

સેન્સેક્સ આજે નેગેટિવ ઝોનમાં ખૂલ્યા બાદ બપોરના ટ્રેડિંગ સેશનાં 550 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. 12.22 વાગ્યે 487.53 પોઈન્ટના કડાકે 78187.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 6 સિવાય તમામ 24 સ્ક્રિપ્સમાં મોટાપાયે કરેક્શન નોંધાયું છે. નિફ્ટી 179.10 પોઈન્ટ તૂટી 23704.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે ટ્રેડેડ 3973 શેર્સ પૈકી 686 શેર્સમાં સુધારો અને 3172 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 140 શેર્સ વર્ષની ટોચે, 135 શેર્સ વર્ષના તળિયે જ્યારે 187 શેર્સમાં અપર સર્કિટ અને 446 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. રોકાણકારોના આજે વધુ 4.39 લાખ કરોડ ડૂબ્યા છે.

સ્મોલકેપમાં 1300 પોઈન્ટનું ગાબડું, રિયાલ્ટી શેર્સ કડડભૂસ, રોકાણકારોના ખિસ્સા ખાલી થયાં 2 - image


Google NewsGoogle News