શેરબજારમાં મોટા કડાકા બાદ રોકેટ ગતિએ રિકવરી, સેન્સેક્સ-નિફ્ટીને લઇને રોકાણકારો ગુંચવાયા
Stock Market Today: શેરબજારમાં આજે ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. સવારના સેશનમાં 1100 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયા બાદ બપોરના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ રિકવર થયું છે. સેન્સેક્સ 12.13 વાગ્યે 79 પોઈન્ટના ઘટાડે 81210.96 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ ફરી 24500ની અતિ મહત્ત્વની ટેકાની સપાટી પર પરત ફર્યો છે.
મોર્નિંગ સેશનમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, હાલ ટેલિકોમ અને ટેક્નોલોજી શેર્સમાં ખરીદી વધી છે. જેથી ઈન્ડેક્સ નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલરની તેજી તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે શેરબજારમાં ગાબડું જોવા મળ્યું હતું.
રોકાણકારોને નુકસાન ઘટ્યું
આજે માર્કેટમાં મોટો કડાકો નોંધાતાં રોકાણકારોની મૂડી 6.5 લાખ કરોડ ઘટી હતી. જો કે, બાદમાં માર્કેટ સુધરતાં રોકાણકારોનુ નુકસાન ઘટી 2 લાખ કરોડ થયુ હતું. જો કે, માર્કેટ બ્રેડ્થ પણ નેગેટિવ છે. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3993 શેર્સ પૈકી 1335 સુધારા તરફી અને 2521 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 191 શેર્સ વર્ષની ટોચે અને 31 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 243 શેર્સમાં અપર સર્કિટ અને 255 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. ડોલર મજબૂત બનતાં રૂપિયોમાં ફરી રેકોર્ડ તળિયું નોંધાયુ હતું. બીજી તરફ ચીન દ્વારા આર્થિક પડકારોને દરૂ કરવા 14 વર્ષ બાદ પ્રથમ વખત મોનેટરી પોલિસીમાં ફેરફારો કરવાની જાહેરાત કરતાં વિદેશી રોકાણકારો ફરી ચીનમાં રોકાણ તરફ ડાયવર્ટ થાય તેવી ભીતિ જોવા મળી છે.
ટેલિકોમ શેર્સ સુધર્યા
ટેલિકોમ શેર્સમાં સુધારાના પગલે ઈન્ડેક્સ 0.91 ટકા સુધારે કારોબાર થઈ રહ્યો છે. ભારતી એરટેલ 3.99 ટકા, હિન્દુસ્તાન યુનિલીવર 1.44 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.03 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. ઓટો શેર્સ પણ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યા છે. ટેક્નોલોજી શેર્સમાં લેવાલી વધતાં શેર્સ ગ્રીન થયા છે.
મેટલ ઇન્ડેક્સ 2.7 ટકા તૂટ્યો
મોર્નિંગ સેશનમાં મેટલ ઈન્ડેક્સે સૌથી વધુ ખરાબ દેખાવ કર્યો છે. મેટલ ઈન્ડેક્સ 2.7 ટકાથી વધુના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. SAIL 5.19 ટકા, એનએમડીસી 4.47 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ 3.14 ટકા તૂટ્યો છે. ટાટા સ્ટીલ પણ 3.12 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. મેટલ ઈન્ડેક્સમાં કડાકા પાછળનું કારણ ચીનની રાહત યોજનાઓ છે. ચીન તેની શુષ્ક ઈકોનોમીને રિકવર કરવા આર્થિક પેકેજ અને રાહતો લઈ આવ્યું છે. ચીન વિશ્વનો બીજો સૌથી મોટો મેટલ આયાતકાર હોવાથી મેટલની કિંમતો પર અસર થવાની ભીતિ છે.
NSE નિફ્ટી ખાતે ટ્રેડેડ શેર્સની સ્થિતિ