રોકાણકારોને આ ચૂંટણી પરિણામોએ 1999ની યાદ અપાવીઃ શું વાજપેયીની જેમ આ સરકાર પણ પડી જશે?

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
રોકાણકારોને આ ચૂંટણી પરિણામોએ 1999ની યાદ અપાવીઃ શું વાજપેયીની જેમ આ સરકાર પણ પડી જશે? 1 - image


Loksabha Election 2024 Results Effect on Stock Market: ગઈકાલે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારે રસાકસી વચ્ચે શેરબજારમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી હતી. બપોર સુધીમાં ભાજપને સ્પષ્ટ 272 બેઠક પર વિજય ન મળતાં રોકાણકારોને 1999નું ચૂંટણી વર્ષ યાદ આવી ગયુ હતું. ગઈકાલે 46 લાખ કરોડની મૂડી ગુમાવતાં રોકાણકારો ગઈકાલે રાતા પાણીએ રોયા હતા.

ભાજપે 240 બેઠક પર જીત મેળવતાં આ વખતે તેના સાથી પક્ષોનો ટેકો મેળવવો અનિવાર્ય બન્યો છે. જેના પગલે ફંડ્સ, ટ્રેડર્સ, રોકાણકારોમાં ફરી વર્ષ 1999ની ચૂંટણી બાદ વાજપેયી સરકારનું એક મતથી પતન થયાની ઘટનાનું આ વખતે પુનરાવર્તન થવાનો ભય જોવાઈ રહ્યો છે.

ભાજપનું પતન શેરબજાર માટે અપશુકનિયાળ

શેરોમાં ઐતિહાસિક ધબડકો બોલાઈ જવા પાછળ ઘણા રોકાણકારોને વર્ષ 1999ની ચૂંટણી બાદ જે પ્રકારે એક મતથી અટલ બિહારી વાજપેયી સરકાર બહુમતથી વંચિત રહી પડી ભાંગી હતી અને વર્ષ 2004માં ભાજપ સરકારનું પતન થયા બાદ શેર બજારોમાં સેન્સેક્સમાં 15 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો, એ સ્થિતિનું આ વખતે પુનરાવર્તન થવાનો ભય જોવાયો હતો.

વડાપ્રધાન નેતૃત્વ નહીં કરે તેવી શક્યતાથી ચિંતિત

આ સાથે બજારના અમુક વર્ગ એ શકયતાએ પણ ચિંતિત હતો કે, જો ભાજપ-એનડીએની સરકાર બને તો પણ આ ખેંચતાણ વાળી સરકારનું નેતૃત્વ કરવાથી મોદી દૂર રહેશે અને નવા નેતાની વડાપ્રધાન તરીકે પસંદગી કરે તેવી શક્યતાઓ દર્શાવી હતી. જેના પગલે શેરબજારમાં અફરાતફરી મચી છે.

જેમાં આરએસએસ નવા નેતા તરીકે નીતિન ગડકરી કે અન્યની પસંદગી કરવાની સ્થિતિમાં અર્થતંત્ર અને બજાર માટે સમીકરણો બદલાતાં જોઈ ફંડો, ઈન્વેસ્ટરોએ શેરોમાં ઓલ રાઉન્ડ હેમરીંગ કર્યું હતું.

  રોકાણકારોને આ ચૂંટણી પરિણામોએ 1999ની યાદ અપાવીઃ શું વાજપેયીની જેમ આ સરકાર પણ પડી જશે? 2 - image



Google NewsGoogle News