Get The App

શેરબજાર ચાલુ મહિનામાં કડડભૂસ, જાણો આ ઘટાડા પાછળના કારણો અને હવે પછીનો ટ્રેન્ડ

Updated: May 9th, 2024


Google NewsGoogle News
શેરબજાર ચાલુ મહિનામાં કડડભૂસ, જાણો આ ઘટાડા પાછળના કારણો અને હવે પછીનો ટ્રેન્ડ 1 - image


Stock Market Analysis: છેલ્લા થોડા સમયથી ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 73 હજારનું અને નિફ્ટી 22150નો મહત્ત્વનો સપોર્ટ તોડી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. મે મહિનાની શરૂઆતના છ ટ્રેડિંગ સેશનમાં જ રોકાણકારોએ રૂ. 8.22 લાખ કરોડ ગુમાવ્યા છે.

સેન્સેક્સ મે માસમાં આજના બોટમ સામે 1595.82 પોઈન્ટ અને નિફ્ટી 482.80 પોઈન્ટ તૂટ્યો છે. 9 એપ્રિલે સેન્સેક્સે 75124ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ અફરાતફરી સતત વધી છે. છેલ્લા એક માસમાં સેન્સેક્સ અને નિફ્ટી કરતાં મિડ કેપ શેરોમાં રોકાણકારોને કમાણી થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી એક માસમાં ક્રમશઃ 1.46 ટકા અને 1.61 ટકા તૂટ્યો છે, જ્યારે મિડ કેપ 1.45 ટકા વધ્યો છે. લાર્જકેપ શેરોમાં પણ ગાબડાંના પગલે લાર્જકેપ ઈન્ડેક્સ 1.16 ટકા તૂટ્યો છે.

પશ્ચિમી શેરબજારો માટે અંગ્રેજીમાં એવી કહેવત છે કે, SELL IN MAY AND GO AWAY અર્થાત્ મે માસમાં પ્રોફિટ બુકિંગ કરો અને બજાર ઘટે તેની રાહ જુઓ. જેની અસર ભારતીય શેરબજારો પર પણ જોવા મળી છે.

શેરબજારમાં કડાકા પાછળના કારણો

સેન્સેક્સ અને નિફ્ટી સહિત મોટાભાગના સ્ટોક્સ ઓવર વેઈટેડ થયા છે. જેના પગલે પ્રોફિટ બુકિંગ વધ્યું છે.

વૈશ્વિક પડકારો વચ્ચે વિદેશી રોકાણકારોએ ગઈકાલે સૌથી વધુ 6669.10 કરોડની વેચવાલી સાથે મે માસમાં અત્યાર સુધી કુલ 15863.14 કરોડની વેચવાલી નોંધાવી છે.

એપ્રિલમાં સુસ્તી બાદ આઈપીઓ માર્કેટમાં ચહલપહલ વધતાં સેકેન્ડરી માર્કેટનું રોકાણ પ્રાઈમરી માર્કેટ તરફ ડાયવર્ટ થયું

લોકસભા ચૂંટણી 2024માં અપેક્ષિત પરિણામો વચ્ચે ભાજપની સીટ્સ અગાઉના અંદાજ કરતાં ઘટવાની ભીતિ સાથે સાવચેતીનું વલણ

ઈન્ડિયાનો VIX ઈન્ડેક્સમાં વૃદ્ધિ અને યુએસ ફેડના હોકિશ વલણની અસર

સ્ટોક માર્કેટ આઉટલૂકઃ માર્કેટ નિષ્ણાતના મતે, લોકસભા ચૂંટણીના પરિણામો સુધી સ્ટોક માર્કેટમાં કોન્સોલિડેશન જારી રહેશે. ચૂંટણી તેમજ મોટાભાગના શેરોના પ્રીમિયમ વેલ્યુએશનના પગલે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. એફએમસીજી અને રિયાલ્ટી સેગમેન્ટના શેરોમાં વોલ્યુમ ગ્રોથ વધવાના આશાવાદ સાથે તેજી જોવા મળી શકે છે. 

છેલ્લા એક માસમાં મિડ કેપ શેરોમાં રોકાણકારો કમાયા

ઈન્ડેક્સ
તફાવત
ટકાવારીમાં રિટર્ન
સેન્સેક્સ
1089.05
-1.46
નિફ્ટી 50
363.50
-1.61
બીએસઈ સ્મોલકેપ
144.81
+0.31
બીએસઈ મિડ કેપ
594.27
+1.45
બીએસઈ લાર્જકેપ
103.04
-1.16

(સ્રોતઃ BSE, તફાવત 8 એપ્રિલથી 8 મે સુધીના)

  શેરબજાર ચાલુ મહિનામાં કડડભૂસ, જાણો આ ઘટાડા પાછળના કારણો અને હવે પછીનો ટ્રેન્ડ 2 - image


Google NewsGoogle News