શેરબજાર કડડભૂસ, સેન્સેક્સે 80000નું લેવલ ગુમાવ્યું, મિડકેપ સ્મોલકેપ શેર્સમાં મોટો કડાકો
Stock Market Today: શેરબજારમાં મંદીનું જોર સતત વધી રહ્યુ છે. આજે સાર્વત્રિક વેચવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ સતત ઘટ્યું છે. સેન્સેક્સ 708.69 પોઈન્ટના કડાકા સાથે 80000નું લેવલ ગુમાવી 79356.47 થયો હતો. નિફ્ટી પણ 24400થી ઘટી 24113.05ના નીચા લેવલે પહોંચ્યો હતો.
રોકાણકારોના 8 લાખ કરોડ સ્વાહા
છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં મોટા કરેક્શનના માહોલ વચ્ચે રોકાણકારોએ આજે વધુ રૂ. 8.32 લાખ કરોડ ગુમાવ્યા છે. 11.11 વાગ્યે સેન્સેક્સ 640.37 પોઈન્ટ અને નિફ્ટી 254.50 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં મોટુ ગાબડું નોંધાયું છે.
મીડકેપ 1000, સ્મોલકેપ 1400 પોઈન્ટ તૂટ્યો
બીએસઈ મીડકેપ સેગમેન્ટમાં કુલ ટ્રેડેડ 132 શેર્સ પૈકી 119 શેર્સમાં 20 ટકા સુધી કડાકો નોંધાતા ઈન્ડેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. પીએસયુ શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ છે. જેના પગલે BHEL, RVNL, SAIL, સેન્ટ્રલ બેન્કના શેર્સ 5 ટકાથી વધુ તૂટ્યા હતા. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે. ઓક્ટોબરમાં ગઈકાલ સુધી એફઆઈઆઈએ કુલ 97205.42 કરોડની વેચવાલી નોંધાવી છે. જેની સામે ડીઆઈઆઈએ રૂ. 92931.54 કરોડની ખરીદીનો ટેકો શેરબજારને મળ્યો હોવા છતાં માર્કેટમાં કરેક્શનનું જોર વધ્યું છે.
NSE ખાતે નિફ્ટી50 શેર્સની આજની સ્થિતિ