સેન્સેક્સ 75 હજાર પર બંધ, રોકાણકારોની મૂડી 2.26 લાખ કરોડ વધી 402.19 લાખ કરોડ
Stock Market Closing: શેરબજારોમાં FII અને સ્થાનિક સંસ્થાકીય
રોકાણકારોની લેવાલીના સથવારે સેન્સેક્સ આજે 354.45 પોઈન્ટના ઉછાળા સાથે 75038.15
પર બંધ રહ્યો હતો. નિફ્ટી50 111.05 પોઈન્ટ સુધારા સાથે 22753.80 પર બંધ રહ્યો હતો.
આ સાથે રોકાણકારોની મૂડી 2.26 લાખ કરોડ વધી છે. સેન્સેક્સ 75105.4ની ઈન્ટ્રા ડે
ટોચે પહોંચ્યો હતો.
સપ્તાહના પ્રથમ બે દિવસથી વિદેશી રોકાણકારોની વેચવાલી સામે
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો રોકાણ વધારી રહ્યા છે. ગઈકાલે એનઆઈઆઈએ 2257.18 કરોડની
ખરીદી કરી હતી. આજે વિદેશી રોકાણકારોએ 2778.17 કરોડ અને એનઆઈઆઈએ 163.36 કરોડની ખરીદી નોંધાવી છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે રોકાણકારો
અમેરિકી ફુગાવાના આંકડાઓ પર નજર રાખી રહ્યા છે. જે અમેરિકી ફેડ રિઝર્વના વ્યાજદર
મામલે અતિ મહત્વની કડી છે.
ભારતનો મજબૂત આર્થિક ગ્રોથનો આઉટલૂક, પોઝિટીવ Q3 પરિણામોની અપેક્ષા, મજબૂત
કોર્પોરેટ પરિણામો તેમજ લોકસભા ચૂંટણી બાદ રાજકીય સ્થિરતાની શક્યતાઓ વચ્ચે પોઝિટીવ
સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે. શેરબજારની તેજીના કારણે રિટેલ રોકાણકારોની સંખ્યા પણ
વધી છે.
માર્કેટ બ્રેડ્થ સાવચેતીની
બીએસઈ ખાતે ટ્રેડેડ 3933 સ્ક્રિપ્સ પૈકી 1961
સ્ક્રિપ્સ સુધરી છે, 1869 સ્ક્રિપ્સ ઘટાડે બંધ રહી છે. 183 સ્ક્રિપ્સ વર્ષની ટોચે
અને 11 સ્ક્રિપ્સ વર્ષના તળિયે નોંધાઈ છે. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી
21માં સુધારો અને 9 રેડ ઝોનમાં બંધ રહી હતી. જે ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ સાથે
સાવચેતીનુ વલણ દર્શાવે છે. નિષ્ણાતો એકાદ કરેક્શનની સંભાવના દર્શાવાઈ રહ્યા છે.
ઓટો સિવાય તમામ શેરોમાં તેજી
સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો સિવાય તમામ ઈન્ડાઈસિસ 0.3
ટકાથી 2 ટકા સુધી સુધારે બંધ રહ્યા હતા. ઓટો ઈન્ડેક્સમાં પ્રોફિટ બુકિંગના કારણે
0.04 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા 0.34 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
નિફ્ટી બેન્ક 0.53 ટકા, નિફ્ટી મીડિયા 1.80 ટકા, પીએસયુ બેન્ક 1.53 ટકા, ઓઈલ એન્ડ
ગેસ 1.50 ટકા, એફએમસીજી 1.23 ટકા અને મેટલ 1.18 ટકા સુધારે બંધ રહ્યા હતા.