સેન્સેક્સ રેકોર્ડ ટોચે બંધ, નિફ્ટી 469 પોઈન્ટ ઉછળ્યો, જાણો ઉછાળા પાછળ પાંચ જવાબદાર કારણો
Stock Market Closing: શેરબજાર સળંગ ત્રીજા ટ્રેડિંગ સેશનમાં જોરદાર ઉછાળા સાથે સપ્તાહના અંતે આકર્ષક બંધ આપ્યું છે. સેન્સેક્સે 1618.85 પોઈન્ટ ઉછળી 76693.36ની સર્વોચ્ચ સપાટીએ બંધ આપ્યો છે. નિફ્ટી પણ 468.75ના ઉછાળા સાથે 23290.15 પર બંધ રહ્યો છે.
રોકાણકારોની મૂડી આજે વધુ 7.45 લાખ કરોડ વધી છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડી કુલ 28.57 લાખ કરોડ વધી છે. 190 શેર્સ આજે વર્ષની ટોચે અને 35 શેર્સ વર્ષના તળિયે નોંધાયા છે. એકંદરે તેજીના માહોલ વચ્ચે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સહિતના ઈન્ડેક્સ ઓલટાઈમ હાઈ નોંધાયા છે.
શેરબજારમાં ઉછાળા માટેના કારણો
1. આરબીઆઈએ ગ્રોથ અંદાજ વધાર્યો
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ આજે સતત આઠમી વખત રેપો રેટ યથાવત્ત રાખ્યો છે. સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ અંદાજ 7 ટકાથી વધારી 7.2 ટકા કર્યો છે. ગ્રામીણ અને શહેરી વપરાશમાં વૃદ્ધિ, સર્વિસ પીએમઆઈમાં વૃદ્ધિ, ચોમાસુ સામાન્ય રહેવાના સંકેત સાથે અર્થતંત્રને વેગ મળવાનો આશાવાદથી માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટીવ બન્યું છે.
2. રાજકીય સ્થિરતા અને પોલિસી જારી રહેવાની શક્યતા
બીજેપી સમર્થિત એનડીએ નવી સરકાર બનાવવા તૈયાર છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સ્થિર સરકાર બનવાના સમાચાર સાથે માર્કેટમાં તેજી આવી છે. નરેન્દ્ર મોદી 9 જૂનના રોજ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લેશે. એનડીએના તમામ પક્ષોએ સમર્થન આપતાં સરકારી યોજનાઓ અને પોલિસી જારી રહેવાનો સંકેત છે.
3. યુએસ ડોલરમાં કડાકો
અમેરિકી ડોલર શુક્રવારે આઠ સપ્તાહના તળિયે બંધ રહ્યો છે. યુએસ જોબ ડેટાની જાહેરાત પહેલાં યુએસ ડોલર ઈન્ડેક્સ ઘટી 104.13 થયો છે. જે સાપ્તાહિક 103.99ના ઘટાડા નજીક પહોંચ્યો છે. સપ્ટેમ્બરમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની સંભાવના સાથે વિદેશી રોકાણ વધી શકે છે. વૈશ્વિક સ્તરે પરિબળો સ્થિર બન્યા છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ શાંત થઈ છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. આ તમામ સંકેતો માર્કેટ માટે પોઝિટવ મોમેન્ટમ બનાવે છે.