Get The App

શેરબજારમાં ફરી પાછી તેજીનો જુવાળ, સેન્સેક્સ-નિફ્ટી ઑલટાઈમ હાઈ, જાણો ઉછાળાના કારણ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Stock market watch


Stock Market Closing Bell: શેરબજારમાં ફરી પાછા તેજીવાળા સક્રિય બન્યા છે. બે દિવસના કોન્સોલિડેશન બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટીએ આકર્ષક ઉછાળા સાથે શરૂઆત કર્યા બાદ ટ્રેડિંગ સેશનના અંતે ઐતિહાસિક સપાટીએ બંધ આપ્યું છે. રોકાણકારોની મૂડી પણ 1.51 લાખ કરોડ વધી છે.

સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 391.26 પોઈન્ટ ઉછાળા સાથે 80351.64ની નવી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો છે. જે અંતિમ સેશનમાં 80397.17ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ 24443.60ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ અંતે 112.65 પોઈન્ટ ઉછાળા સાથે 24433.20 પર બંધ રહ્યો હતો.

માર્કેટ કેપ પ્રથમ વખત 451 લાખ કરોડ ક્રોસ

બીએસઈ માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 451.26 લાખ કરોડ ક્રોસ થઈ છે. બીએસઈ ખાતે આજે 331 શેર્સ વર્ષની નવી ટોચે અને 323 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. બીજી બાજુ 24 શેર્સ વર્ષના તળિયે અને 244 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 4026 શેર્સમાંથી 2021 શેર્સ સુધારા તરફી અને 1913 શેર્સ ઘટાડે બંધ રહ્યા હતા. રિયાલ્ટી ઈન્ડેક્સ 1.23 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.01 ટકા, ઓટો 2.17 ટકા, હેલ્થકેર 1 ટકા, એફએમસીજી 1.06 ટકા ઉછાળે બંધ રહ્યા છે. સ્મોલકેપ, મિડ કેપ અને લાર્જકેપ પણ નવી ટોચે પહોંચ્યા છે.

સોનુ ફરી પાછું 75000 અંદર, ચાંદીમાં સતત ઉછાળો, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ

શેરબજારમાં ઉછાળા પાછળના કારણો

વિદેશી રોકાણકારોની ખરીદીઃ વિદેશી રોકાણકારોએ એપ્રિલ-મેમાં મોટાપાયે વેચવાલી દર્શાવ્યા બાદ હવે જુલાઈમાં ધીમા ધોરણે ખરીદી વધારી છે. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ કુલ રૂ. 9362.16 લાખ કરોડની ખરીદી કરી છે. જૂન માસમાં રૂ. 2037.47 લાખ કરોડની ખરીદી કરી હતી. મેમાં રૂ. 42214.28 લાખ કરોડ અને એપ્રિલમાં 35692.19 લાખ કરોડની વેચવાલી કરી હતી.

વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળોઃ વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો વધ્યા છે. સપ્ટેમ્બર સુધીમાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની શરૂઆત, અમેરિકી જીડીપી અને જોબના મજબૂત આંકડા સહિતના પરિબળોની અસર સ્થાનિક બજાર પર જોવા મળી છે.

પોઝિટીવ ત્રિમાસિક પરિબળોઃ લોકસભા ચૂંટણી પરિણામો બાદ માર્કેટ સતત સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. ભારતીય અર્થતંત્રનો મજબૂત ગ્રોથ આઉટલૂક અને પીએમઆઈમાં વૃદ્ધિ સાથે જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ પરિણામો પોઝિટિવ રહેવાનો આશાવાદ છે. જીએસટી કલેક્શન પણ રેકોર્ડ સ્તરે નોંધાતા લિક્વિડિટી વધી છે.

જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરના મતે, વૈશ્વિક અને સ્થાનિક સ્તર સકારાત્મક પરિબળોના લીધે માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ જળવાઈ રહ્યું છે. સારો વરસાદ રહેવાના સંકેતો સાથે ખરીફ વાવણી વધવાની સંભાવના સાથે એફએમસીજી અને ઓટો સેક્ટરમાં તેજી વધી છે. રોકાણકારો પ્રથમ ત્રિમાસિક પરિણામોની રાહ જોઈ રહ્યા છે. જે માર્કેટની આગામી ચાલ નક્કી કરશે. આઈટી સેક્ટરમાં વૃદ્ધિની અપેક્ષા પરિણામો બાદ ખબર પડશે. વધુમાં એફઆઈઆઈની ખરીદીના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું છે.

એનએસઈ ખાતે ટોપ ગેનર્સ

શેરબંધઉછાળો (%)
મારૂતિ128076.52
ડિવિસ લેબ45702.37
M&M2915.052.23
ટાઈટન32161.89
હિન્દાલ્કો710.151.86


એનએસઈ ખાતે ટોપ લૂઝર્સ

શેરબંધઘટાડો (%)
રિલાયન્સ3176.3-0.8
ટાટા કન્ઝ્યુમર્સ1142-0.76
બજાજ ફાઈનાન્સ7055-0.61
ONGC297.35-0.6
કોટક બેન્ક1845-0.44


ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

   શેરબજારમાં ફરી પાછી તેજીનો જુવાળ, સેન્સેક્સ-નિફ્ટી ઑલટાઈમ હાઈ, જાણો ઉછાળાના કારણ 2 - image


Google NewsGoogle News