શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક તેજી, પ્રોફિટ બુકિંગના પગલે સેન્સેક્સ-નિફ્ટી ઘટ્યા, મિડકેપ-સ્મોલકેપ સર્વોચ્ચ ટોચે
Stock Market closing: લાર્જકેપ, બેન્કિંગ,ફાઈનાન્સિયલ અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે ઘટાડે બંધ રહ્યા છે. પાંચ ટ્રેડિંગ સેશનમાં સુધારો નોંધાવ્યા બાદ આજે ઘટ્યા છે.
સેન્સેક્સ 609.28 પોઈન્ટ ઘટી 73730.16 અને નિફ્ટી 26.70 પોઈન્ટ ઘટાડે 22543.65 પર બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે કુલ 1993 સ્ક્રિપ્સ સુધરી હતી, 1788 સ્ક્રિપ્સ ઘટાડે બંધ રહ્યા હતા. જેમાં 252 શેરો વર્ષની ટોચે અને 16 શેરો વર્ષના ઘટાડે બંધ રહ્યા હતા.
મીડકેપ-સ્મોલકેપ શેરોમાં તેજી
પીએસયુ મીડકેપ, સ્મોલકેપ શેરોમાં તેજીના પગલે આજે મીડકેપ સ્મોલકેપ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. આ સિવાય મેટલ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈનડેક્સ પણ ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. હુડકો, એનએલસી ઈન્ડિયા, કિર્લોસ્કર ઈન્ડિયા સહિતના શેરો આજે ટોપ ગેઈનર રહ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ, કેપીઆઈ ગ્રીન, સ્પાર્ક સહિતના શેરો ટોપ લુઝર્સ રહ્યા હતા.
માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટીવ
માર્કેટ નિષ્ણાતના મતે, મીડકેપ અને સ્મોલકેપ આગામી સપ્તાહમાં તેજી સાથે આગળ વધી શકે છે. જેનુ ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટીવ જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સેશનથી માર્કેટમા તેજી જોવા મળી છે. જેથી રોકાણકારો શેર વેચી પ્રોફિટ બુક કરી રહ્યા છે.
વૈશ્વિક પડકારો યથાવત
અમેરિકાનો માર્ચ ત્રિમાસિકમાં જીડીપી બે વર્ષના તળિયે પહોંચ્યો છે. જ્યારે ફુગાવો વધ્યો છે. જે આ વર્ષે ફેડ દ્વારા રેટ કટની સંભાવનાને નકારે છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ પણ યથાવત છે. જે માર્કેટ પર અસર કરી શકે છે. સ્થાનીય સ્તરે તમામ પરિબળો પોઝિટવ છે.