Get The App

Stock Market News: સેન્સેક્સમાં 941 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી 22600 ક્રોસ રહેતાં રોકાણકારોની મૂડી વધી

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
Stock Market News: સેન્સેક્સમાં 941 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી 22600 ક્રોસ રહેતાં રોકાણકારોની મૂડી વધી 1 - image


Stock market Closing Bell: વૈશ્વિક અને સ્થાનીય સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અંતે 941.12 પોઈન્ટ ઉછળી 74671.28 પર, જ્યારે નિફ્ટી 223.45 પોઈન્ટ ઉછાળા સાથે 22643.40 પર બંધ રહ્યો હતો. શેરબજારની આ તેજી બેન્કિંગ ખાસ કરીને ખાનગી બેન્કોના શેરોને આભારી રહી હતી.

રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી

બીએસઈ ખાતે આજે રૂ. 406.47 લાખ કરોડની માર્કેટ કેપ નોંધાઈ છે. જે શુક્રવારે રૂ. 404 લાખ કરોડ સામે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.5 લાખ કરોડનો વધારો દર્શાવે છે. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 4088માંથી 2015માં સુધારો અને 1894માં ઘટાડો નોંધાયો હતો. 284 શેરો વર્ષની ટોચે અને 11 વર્ષના તળિયે પહોંચ્યા હતા. 

બેન્કિંગ શેરોમાં તેજી

એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતની મોટાભાગની બેન્કોના શેર આજે તેજી સાથે વધી વર્ષની ટોચે પહોંચ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ ઈન્ટ્રા ડે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 0.8 ટકાના ફ્લેટ સુધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે મેટલ, હેલ્થકેર, પાવર, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.4-2 ટકા સુધર્યા હતા.

માર્કેટ માટે પોઝિટીવ પરિબળો

જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ હળવી થઈ છે. અમેરિકી ફેડ રિઝર્વ બુધવારે રેટ અંગે નિર્ણય લેશે. જેના પર રોકાણકારોની નજર છે. માર્ચ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ મજબૂત રહેતાં સ્ટોક સ્પેસિફિક તેજી વધી છે. સ્થાનિક સ્તરે પણ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ મળવાની તીવ્ર પ્રબળતા સાથે રોકાણકારો નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે. જો કે, વિદેશી રોકાણકારોમાં વેચવાલીનો દોર જારી છે.

આ મુખ્ય ઈવેન્ટ્સ અને બેક હોમ બેન્ક નિફ્ટી માસિક ડેરિવેટિવ્ઝની મંગળવારે સમાપ્તિ પહેલાં વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX  12% વધીને 12.30 પર પહોંચ્યો હતો. યુએસ કોર પીસીઇ ફુગાવો 2.8% પર સ્થિર રહેવાની સાથે આશા છે કે યુએસ ફેડ આગામી યુએસ ફેડ મીટિંગમાં રેટ કટ અંગે કેટલીક હકારાત્મક જાહેરાત કરશે.


  Stock Market News: સેન્સેક્સમાં 941 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી 22600 ક્રોસ રહેતાં રોકાણકારોની મૂડી વધી 2 - image


Google NewsGoogle News