Get The App

શેરબજાર ફ્લેટ ખૂલ્યા બાદ સુધર્યા, સેન્સેક્સ 375 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
stock market Closing bell


Stock Market Closing: શુક્રવારે સેન્સેક્સ 1000 પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યા બાદ આજે સોમવારે નેગેટીવ ખૂલ્યો હતો. નિફ્ટી પણ ઘટાડાથી ફ્લેટ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, બપોરના ટ્રેડિંગ સેશનમાં માર્કેટે સ્પીડ પકડતાં અંતે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે બંધ રહ્યા હતાં.

સેન્સેક્સ 375.61 પોઈન્ટ સુધરી 81559.54 અને નિફ્ટી 84.25 પોઈન્ટ ઉછળી 24936.40 પર બંધ રહ્યા હતાં. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4181 શેર્સ પૈકી 1650માં સુધારો અને 2390 ઘટાડે બંધ રહેવાની સાથે પૈકી 372 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 307માં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં પણ વધ-ઘટનો રેશિયો 50-50 ટકા રહ્યો હતો.

એનએસઈ ખાતે આજના ટોપ ગેનર્સ

શેરબંધઉછાળો
HINDUNILVR29202.85
SHRIRAMFIN3310.152.3
ICICIBANK1233.452.09
ITC511.51.95
BRITANNIA59451.74


આ પણ વાંચોઃ સામાન્ય લોકો મોંઘવારીથી ત્રાહિમામ, ડુંગળી-બટાકાં બાદ કોથમીર અને લીલા મરચાંના ભાવ પણ આસમાને

એનએસઈ ખાતે આજના ટોપ લૂઝર્સ

શેરબંધઘટાડો
ONGC299.8-2.91
TECHM1583-2.48
BPCL347.95-1.19
TATASTEEL149.5-1.14
HINDALCO660-1.06


નિફ્ટી માટે 25000-25100નું લેવલ મહત્ત્વનું

અમેરિકી ફેડ રિઝર્વ પર સમગ્ર વિશ્વી નજર રાખતાં માર્કેટમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પ્રારંભિક સેશનમાં માર્કેટ ઘટાડા તરફી ટ્રેડ થયા બાદ અંતે નિફ્ટી તેનું નુકસાન અમુક અંશે રિકવર કરવામાં સફલ રહ્યો હતો. ટેક્નિક્લી નિફ્ટી હજી 25100થી નીચે છે. આગામી ટૂંકા ગાળામાં 25000-25100ની રેન્જ અતિ મહત્ત્વનું રેઝિસ્ટન્સ લેવલ છે. સપોર્ટ લેવલ 24800-24785 આપવામાં આવ્યો છે. જો વેચવાલી વધે તો માર્કેટમાં મોટુ કરેક્શન આવવાની સંભાવના એલકેપી સિક્યુરિટીઝના સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ રૂપક ડેએ વ્યક્ત કરી છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

શેરબજાર ફ્લેટ ખૂલ્યા બાદ સુધર્યા, સેન્સેક્સ 375 પોઈન્ટના ઉછાળા સાથે બંધ 2 - image


Google NewsGoogle News