ભારતીય શેરબજાર સોળે કળાએ ખીલ્યું, રેકોર્ડ બ્રેક તેજી સાથે સળંગ બે દિવસ ઐતિહાસિક ટોચે બંધ
Stock Market Closing: વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠતી પ્રકૃત્તિની જેમ ભારતીય શેરબજાર પણ તમામ પોઝિટીવ પરિબળોના પગલે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સેન્સેક્સ છેલ્લા ત્રણ દિવસમાં 1464 પોઈન્ટ અને નિફ્ટી 367.7 પોઈન્ટના ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચે બંધ રહ્યા છે. રોકાણકારોની મૂડીમાં પણ 2.58 લાખ કરોડનો વધારો થયો છે.
આજના સેશનની ફ્લેટ શરૂઆત બાદ ફાઈનાન્સ, ટેલિકોમ અને બેન્કિંગ શેરોમાં તેજીના સથવારે સેન્સેક્સ આજે ફરી નવી 78759.40 અને નિફ્ટી 23889.90ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સેન્સેક્સ 813.46 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 78674 અને નિફ્ટી 147.50 પોઈન્ટ ઉછાળા સાથે 23868.80 પર બંધ રહ્યો છે.
વિવિધ સેગમેન્ટના શેર્સની સ્થિતિ
ફાઈનાન્સિયલ સર્વિસિઝ, મીડિયા, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, પીએસયુ અને ખાનગી બેન્કોના શેરોમાં આકર્ષક ખરીદી સાથે ઈન્ડાઈસિસ ઉછાળા સાથે, જ્યારે ઓટો, મેટલ, રિયાલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં વેચવાલીના પગલે ઈન્ડેક્સ રેડ ઝોનમાં બંધ રહ્યા છે. આઈટી અને ફાર્મા ફ્લેટ રહ્યા હતા.
લાર્જકેપ શેર્સમાં તેજીના પગલે સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે પહોંચ્યા છે. બીજી બાજુ મીડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ફાઈનાન્સિયલ અને કન્ઝ્યુમર ગુડ્સ શેર્સ મજબૂત બેલેન્સશીટ, મજબૂત જીડીપી ગ્રોથ અંદાજ, અને ફુગાવામાં ઘટાડો સહિતના પરિબળોના કારણે તેજી તરફી આગેકૂચ કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે પણ પોઝિટીવ પરિબળોના પગલે એકંદરે માર્કેટમાં સુધારો રહેવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
એનએસઈ ખાતે ટોપ ગેનર્સ
(સ્રોતઃ એનએસઈ)
એનએસઈ ખાતે ટોપ લૂઝર્સ
(સ્રોતઃએનએસઈ)
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.