Get The App

Stock Market Closing: શેરબજાર ટર્નઅરાઉન્ડ, સેન્સેક્સ 600 પોઈન્ટ, નિફ્ટી 150 પોઈન્ટ સુધર્યો

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
Stock Market Closing: શેરબજાર ટર્નઅરાઉન્ડ, સેન્સેક્સ 600 પોઈન્ટ, નિફ્ટી 150 પોઈન્ટ સુધર્યો 1 - image



Stock market Closing: સ્થાનીય શેરબજાર આજે ઘટાડા સાથે ખૂલ્યા બાદ બાઉન્સબેક થયા હતા. સેન્સેક્સમાં 1393.71 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 73000ની સપાટી પાછી મેળવી હતી. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં 2549.19 પોઈન્ટ તૂટ્યા બાદ સેન્સેક્સ  આજે ઘટ્યા મથાળેથી 721.18 પોઈન્ટ અને ગઈકાલના બંધ સામે 599.34 પોઈન્ટ સુધરી 73088.33 પર બંધ રહ્યો હતો.

નિફ્ટી 50 પણ 151.15 પોઈન્ટ સુધરી 22147.00 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી રિકવર થતાં માર્કેટ કેપ 293.49 લાખ કરોડ નોંધાઈ હતી. ઈઝરાયલનો ઈરાન પર હુમલાના સમાચારના પગલે આજે સવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 670થી વધુ અને નિફ્ટી 120 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. 

ફાઈનાન્સ અને બેન્કેક્સ શેરોમાં લેવાલીના સથવારે માર્કેટ ટર્નઅરાઉન્ડ થયુ હતું. આવતીકાલે કંપની પરિણામ જાહેર કરનારી એચડીએફસી બેન્કનો નફો 30 ટકાથી વધુ વધવાના આશાવાદ વચ્ચે શેરમાં વોલ્યૂમ વધ્યા હતા. શેર 2.60 ટકા સુધર્યો હતો.

ઈઝરાયલના હુમલાથી કોઈ મોટુ નુકસાન ન થયુ હોવાના અહેવાલો તેમજ ઈરાનની કોઈ પ્રતિક્રિયા ન આવતાં શેરબજારમાં રોકાણકારોએ શોર્ટ પોઝિશન સાથે ખરીદી વધારી હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે. જો કે, વર્તમાન પડકારોમાં રોકાણકારોને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા અપીલ કરી છે.

મીડકેપ અને સ્મોલકેપ શેરો તૂટ્યા

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે કડાકાનો માહોલ જળવાઈ રહ્યો હતો. આ સિવાય રિયાલ્ટી અને આઈટી શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. રિયાલ્ટી અને આઈટી ઈન્ડેક્સ 0.50થી 1 ટકા સુધી તૂટ્યા હતા. વિદેશી રોકાણકારોએ યુએસ ટ્રેઝરી યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સ મજબૂત બનતાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં 20023 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે.

174 શેરો વર્ષની ટોચે પહોંચ્યા

બીએસઈ ખાતે ટ્રેડેડ 174 શેરો આજે વર્ષની ટોચે પહોંચ્યા હતા. જ્યારે 19 શેરો વર્ષના તળિયે પહોંચ્યા હતા. 272 સ્ક્રિપ્સ અપર સર્કિટ અને 247માં સ્ક્રિપ્સ લોઅર સર્કિટ વાગી હતી. બીએસઈ ખાતે કુલ 3903 ટ્રેડેડ સ્ક્રિપ્સમાંથી 1713 સુધારા અને 2074 ઘટાડે બંધ રહી હતી. જે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ સાથે કરેક્શનનું વલણ દર્શાવે છે.

  Stock Market Closing: શેરબજાર ટર્નઅરાઉન્ડ, સેન્સેક્સ 600 પોઈન્ટ, નિફ્ટી 150 પોઈન્ટ સુધર્યો 2 - image


Google NewsGoogle News