Get The App

સેન્સેક્સ 2000 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-રિયાલ્ટી, પીએસયુ શેર્સમાં રોકાણકારોની આક્રમક ખરીદી

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
સેન્સેક્સ 2000 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-રિયાલ્ટી, પીએસયુ શેર્સમાં રોકાણકારોની આક્રમક ખરીદી 1 - image


Stock Market Boom: શેરબજારમાં આઈટી-પીએસયુ શેર્સમાં લેવાલી તેમજ એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત મહાયુતિ ગઠબંધનની જીતની સંભાવનાઓ સાથે શેરબજારમાં આજે આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 2062.4 પોઈન્ટ ઉછળી 79218.19ની ઈન્ટ્રા ડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જે 2.28 વાગ્યે 1713.74 પોઈન્ટ ઉછાળે, જ્યારે નિફ્ટી 512.05 પોઈન્ટ ઉછળી 23861.95 પર ટ્રેડેડ હતો.

આઈટી, રિયાલ્ટી, પીએસયુ શેર્સમાં રોકાણકારોની આક્રમક ખરીદીના પગલે આજે રોકાણકારોની મૂડી 6.42 લાખ કરોડ વધી છે. ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.50 ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની વણસી રહેલી સ્થિતિ વચ્ચે શેરબજારમાં ઉછાળો જળવાઈ રહેશે કે કેમ તેની જાણ આવતીકાલે રજૂ થનારા મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ થાય તેવુ માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આ સેક્ટર્સના શેર્સમાં આકર્ષક તેજી

આઈટી, બેન્કિંગ, ઓઈલ એન્ડ ગેસ, અને રિયાલ્ટી સેગમેન્ટના શેર્સમાં આકર્ષક લેવાલીના પગલે શેરબજારમાં એકંદરે ઉછાળો નોંધાયો છે. પીએસયુ ઈન્ડેક્સ પણ 2.50 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. એસબીઆઈનો શેર 5 ટકાથી વધુ ઉછળ્યો છે. BSE ખાતે બેન્કેક્સ 1.69 ટકા, પીએસયુ 2.57 ટકા, એફએમસીજી 1.97 ટકા, આઈટી 2.81 ટકા, મીડકેપ 1.17 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.83 ટકા , ફાઈ. સર્વિસિઝ 1.41 ટકા, રિયાલ્ટી 2.99 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ શેરબજાર સુધર્યા, સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેર્સમાં આજે પણ ગાબડું

શેરબજારમાં ઉછાળા પાછળના કારણો

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસના ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારો અને ખાસ કરીને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે પણ શેરબજારોમાં સુધારાની અસર, મહારાષ્ટ્રમાં ભાજપની જીતની સંભાવનાની અસર શેરબજાર પર જોવા મળી છે. ગૌતમ અદાણી પર મૂકાયેલા 2200 કરોડની લાંચ અને છેતરપિંડીના આરોપોની અસર અદાણી ગ્રુપના શેર પર ઘટી છે. ગઈકાલે 20 ટકા સુધીનો કડાકો આજે રિકવર થતો જોવા મળ્યો છે.

ચીનનું નેગેટિવ વલણ

ચીનમાં રાહત પેકેજ જાહેર કરાયું હોવા છતાં જીડીપીમાં કોઈ ખાસ રિકવરી જોવા ન મળતાં ચીનના શેરબજારોમાં વેચવાલી વધી છે. શાંઘાઈ કોમ્પોઝિટ 3 ટકા અને હેંગસેંગ 2 ટકા તૂટ્યો છે. જેથી વિદેશી રોકાણકારો ભારત તરફ પોતાનું રોકાણ ફરી ડાયવર્ટ કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. 

સેન્સેક્સ 2000 પોઈન્ટ ઉછળ્યો, આઈટી-રિયાલ્ટી, પીએસયુ શેર્સમાં રોકાણકારોની આક્રમક ખરીદી 2 - image


Google NewsGoogle News