Get The App

સેન્સેક્સ બન્યો રોકેટ, 900 પોઇન્ટના ઉછાળા સાથે ફરી ઓલ ટાઈમ હાઈ, નિફ્ટીએ પણ સર્જ્યો રેકોર્ડ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
sensex nifty50


Stock Market All Time High: મેઘ મહેરની જેમ શેરબજારના રોકાણકારો પર તેજીની મહેર જોવા મળી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ફરી ઓલટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 થયો છે. નિફ્ટી પણ 24500નું લેવલ ક્રોસ કરી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી છે. 

એફએમસીજી, મીડકેપ, ટેક્નોલોજી શેર્સમાં ઉછાળાના પગલે સેન્સેક્સ અને નિફ્ટી તેજી તરફ આગેકૂચ કરતાં નજરે ચડ્યા છે. સેન્સેક્સ સવારે ખૂલતાંની સાથે જ 397.35 પોઈન્ટના ઉછળ્યો હતો. રોકાણકારોની મૂડી રૂ. 2.75 લાખ કરોડ વધી છે.

11.10 વાગ્યે સેન્સેક્સ 752.13 પોઈન્ટ ઉછળી 80949.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 231.75 પોઈન્ટ ઉછળી 24547.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મીડકેપ સેગમેન્ટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં મીડકેપ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે.ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે દેશની ટોચની આઈટી કંપની ટીસીએસના જૂન ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા રહ્યા હોવાથી આજે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. ટીસીએસનો શેર આજે 4.20 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હવે ઈન્ફોસિસના પરિણામ પર નજર રાખતાં આજે ઈન્ફોસિસના વોલ્યૂમ વધ્યા હતા.

NSE ખાતે ગીરો તરીકે સ્વિકાર્ય શેરોની યાદીમાં 1000થી વધુનો ઘટાડો

આ સેક્ટર્સના શેર્સમાં ઉછાળો

વરસાદ સારો રહેવાના સંકેત સાથે ગ્રામીણ માગ વધવાનો આશાવાદ છે. જેના પગલે એફએમસીજી અને ઓટો શેર્સમાં ખરીદી વધી છે. એનર્જી, એફએમસીજી, આઈટી, ટેક્નોલોજી ઈન્ડેક્સ1 સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં આજે ઓટો, હેલ્થકેર, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

એનએસઈ ખાતે ટોપ ગેનર્સ

સ્ક્રિપ્સછેલ્લો ભાવઉછાળો
TCS4083.34.07
LTIM56244
WIPRO553.353.6
HCLTECH1556.52.95
TECHM1501.82.82

(નોંધઃ ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીના)

એનએસઈ ખાતે ટોપ લૂઝર્સ

સ્ક્રિપ્સછેલ્લો ભાવઘટાડો
DIVISLAB4508.7-1.61
MARUTI12589.9-0.99
ASIANPAINT2998.95-0.76
APOLLOHOSP6347.9-0.64
HINDALCO692-0.62

(નોંધઃ ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીના)

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

સેન્સેક્સ બન્યો રોકેટ, 900 પોઇન્ટના ઉછાળા સાથે ફરી ઓલ ટાઈમ હાઈ, નિફ્ટીએ પણ સર્જ્યો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News