FY25માં સ્ટીલ વપરાશમાં બે આંકડામાં વૃદ્ધિની અપેક્ષા : ઈકરા

- મોસમી સમસ્યાઓને કારણે વર્તમાન ક્વાર્ટરમાં સ્ટીલના વપરાશમાં થોડી મંદી જોવા મળશે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
FY25માં સ્ટીલ વપરાશમાં બે આંકડામાં વૃદ્ધિની અપેક્ષા : ઈકરા 1 - image


નવી દિલ્હી : રેટિંગ એજન્સી ઈકરા અનુસાર, FY25માં સ્થાનિક સ્ટીલનો વપરાશ ૯-૧૦ ટકા વધી શકે છે. જો કે, ચોમાસા સાથે સંકળાયેલી મોસમી સમસ્યાઓને કારણે વર્તમન ક્વાર્ટરમાં સ્ટીલના વપરાશમાં થોડી મંદી જોવા મળી શકે છે. સ્ટીલના વપરાશ પર સરકાર દ્વારા મૂડી ખર્ચમાં પણ ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે.

ઈકરાનો  રિપોર્ટ સૂચવે છે કે સ્ટીલ ઉદ્યોગ લગભગ ૮૮ ટકા ક્ષમતાનો ઉપયોગ કરશે, જે તે એક દાયકામાં સૌથી વધુ હશે. વપરાશમાં નોંધપાત્ર ઊંચો દર વાર્ષિક ૧૫.૬ મિલિયન ટનની સર્વકાલીન ઉચ્ચ ક્ષમતા ઉમેર્યા પછી આવે છે.

ઉદ્યોગના વલણો પર ટિપ્પણી કરતા, રિપોર્ટ સૂચવે છે ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત Q1 FY૨૦૨૫માં ૩૫.૪% વધી છે અને FY25 ના Q1 માં ભારત ચોખ્ખો ફિનિશ્ડ સ્ટીલ આયાતકાર રહ્યું છે. આયાતને અંકુશમાં લેવા માટે, ભારત સરકારે તાજેતરના વર્ષોમાં ભારતમાં સ્ટીલના મુખ્ય નિકાસકાર વિયેતનામથી આયાત કરાયેલ સ્ટીલની એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરી હતી, જે FY૨૦૨૪માં ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં લગભગ ૯% હિસ્સો ધરાવે છે.

કોરોનાને કારણે આર્થિક મંદી અને નાણાકીય કટોકટી પછી, સ્ટીલ ઉદ્યોગનો વિકાસ સ્થિર રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં વપરાશમાં ૧૩.૬ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪માં વૃદ્ધિના આંકડા નાણાકીય વર્ષ ૨૦૦૬ના ૧૩.૯ ટકા કરતાં નજીવા નીચા હતા. 


Google NewsGoogle News