Get The App

સ્પાઇસજેટના CMD અજય સિંહ હિસ્સો વેચી રૂ. 2000 કરોડ ઉભા કરશે

Updated: Aug 23rd, 2022


Google NewsGoogle News
સ્પાઇસજેટના CMD અજય સિંહ હિસ્સો વેચી રૂ. 2000 કરોડ ઉભા કરશે 1 - image

મુંબઇ, તા.23 ઓગષ્ટ 2022,મંગળવાર

ખાગની એરલાઇન્સ કંપની સ્પાઇસજેટ હાલ રૂ. 2,000 કરોડનું નાણાંકીય ભંડોળ ઉભું કરવા માટે અન્ય એરલાઇન્સને હિસ્સો વેચવા સહિતના અનેક વિકલ્પો ચકાસી રહી છે, એવું તેના સીએમડી અજય સિંહે મંગળવારે જણાવ્યું હતું.

જો કે તેમણે એ વાતનો ખુલાસો ન કર્યો કે, રૂ. 2000 કરોડ જેટલી રકમ ઉભી કરવા માટે સ્પાઇસજેટનો હિસ્સો વેચવામાં આવશે. નોંધનીય છે કે, આ ખાનગી એરલાઇન્સ છેલ્લા ચાર વર્ષથી ખોટ કરી રહી છે.

તાજેતરમાં ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ એ સ્પાઇસ જેટને આઠ અઠવાડિયા સુધી તેની 50 ટકાથી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ ન કરવા જણાવ્યું હતું. સ્પાઇસજેટની ઘણી ફ્લાઇટમાં ગંભીર ઘટનાઓ અને બેદરકારીઓ સામે આવ્યા બાદ એવિએશન મંત્રાલયે કડક પગલાં લીધા છે. નાણાંકીય વર્ષ 2021ના અંતે સ્પાઇસ જેટ ઉપર રૂ. 8466 કરોડની લીઝ લાયેબિલિટી હતી.


Google NewsGoogle News