Layoff | ભારતની જાણીતી એરલાઇન્સ કંપનીનો છટણીનો પ્લાન, 1400 કર્મચારી ગુમાવશે નોકરી!
મોંઘવારી અને રોજગારીના સંકટ વચ્ચે દુનિયાભરમાં છટણીનો દોર પણ ચાલુ છે
image : Twitter |
Spice jet Layoff news | મોંઘવારી અને રોજગારીના સંકટ વચ્ચે દુનિયાભરમાં છટણીનો દોર પણ ચાલુ છે ત્યારે ભારતમાં પણ હવે છટણીનો માહોલ ચાલુ થયો છે. તાજેતરમાં ભારતની બજેટ એરલાઈન સ્પાઈસજેટે હજારો કર્મચારીઓની નોકરીઓ પર કાતર ફેરવવાનો નિર્ણય કર્યો છે. કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે.
કંપનીએ કેમ કર્યો નિર્ણય?
સ્પાઈસ જેટના જણાવ્યાનુસાર કંપનીએ કોસ્ટ કટિંગના ભાગરૂપે છટણી કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર સ્પાઈસજેટ 1400 કર્મચારીઓની છૂટાં કરવાની તૈયારીમાં છે જે ટોટલ વર્કફોર્સના આશરે 15 ટકા જેટલાં થાય છે. હાલ કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 9 હજારની આસપાસ છે.
કંપની પાસે કેટલાં વિમાન?
કંપની પાસે હાલમાં 30 વિમાનનો કાફલો છે જેમાં 8 લીઝ પર લીધેલા છે. અહેવાલ અનુસાર એરલાઇન્સ દ્વારા છટણીના આ અહેવાલોની પુષ્ટી પણ કરાઈ હતી. કંપની પર રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા માટે ખર્ચ ઘટાડવા દબાણ વધી રહ્યું છે. કંપનીના તમામ કર્મચારીઓનું સેલરી બિલ 60 કરોડ રૂ. થઈ ગયું છે. એવામાં કંપની ખર્ચ ઘટાડવા દરેક સંભવ પ્રયાસ કરવા મજબૂર છે. આ છટણી પણ તેનો જ એક ભાગ છે.