Get The App

વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને S&Pએ વધાર્યો

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને S&Pએ વધાર્યો 1 - image


- ઘરઆંગણે મજબૂત આર્થિક ગતિવિધિઓથી વિકાસને ટેકો

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને એસએન્ડપી ગ્લોબલે વધારી ૬.૪૦ ટકા કર્યો છે. જે અગાઉ ૬ ટકા મુકાયો હતો.  નાણાં વર્ષ ૨૦૨૫ માટેનો અંદાજ ૫૦ બેઝિસ પોઈન્ટ ઘટાડી ૬.૪૦ ટકા કરાયો છે.

ઘરઆંગણે મજબૂત આર્થિક ગતિવિધિઓને પરિણામે ઊંચા ફુગાવા તથા નબળી નિકાસની નકારાત્મક અસરો હળવી થઈ શકી છે, માટે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ૬ ટકા પરથી વધારી ૬.૪૦ ટકા કરાયો હોવાનું એસએન્ડપી દ્વારા એક રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.

વર્તમાન નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં નબળા વૈશ્વિક વિકાસ તથા ઊંચા વ્યાજ દરની અસરને જોતા આગામી નાણાં વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૫ માટેના અંદાજને ૬.૯૦ ટકા પરથી ઘટાડી ૬.૪૦ ટકા કરાયો છે. નાણાં વર્ષ ૨૦૨૬ માટેનો જીડીપી અંદાજ ૬.૯૦ ટકા જાળવી રખાયો છે.

વર્તમાન નાણાં વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૪માં ભારતનો ફુગાવો ૫.૫૦ ટકા રહેવા ધારણાં છે જે રિઝર્વ બેન્કના ટાર્ગેટની મહત્તમ મર્યાદા ૬ ટકાથી સાધારણ નીચો છે. નાણાં વર્ષ ૨૦૨૫માં ફુગાવો ઘટી ૪.૫૦ ટકા રહેવા અપેક્ષા છે.

ખાધાખોરાકીના ઊંચા ભાવને પગલે ભારતનો રિટેલ ફુગાવો વર્તમાન વર્ષના જુલાઈમાં વધી ૭.૪૦ ટકા રહ્યો હતો. જો કે ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. 

એશિયા-પેસિફિક વિસ્તારમાં વર્તમાન વર્ષમાં તંદૂરસ્ત વિકાસ જોવા મળવાની પણ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. 


Google NewsGoogle News