સરકારી સોનું ખરીદીને મેળવો ડબલ રિટર્ન, સોમવારે મળશે મોકો, જાણો કેવી રીતે કરી શકશો ખરીદી
સોવરિન ગોલ્ડ બોન્ડનો આગામી હપ્તો સોમવારથી શરુ થશે
વર્ષ 2023-24 માટે આ છેલ્લો હપ્તો છે
Sovereign Gold Bonds: હવે રોકાણકારોની પસંદગીમાં સોવરિન ગોલ્ડ બોન્ડ એટલે કે સરકારી સોના સ્થાન મેળવ્યું છે. જેમાં રોકાણકારોને ડબલ વળતરનો લાભ મળે છે. જેથી રોકાણકારો એસજીબીને ખૂબ જ પસંદ કરે છે. જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવામ ઈચ્છો છો છો તો સોમવારથી જ આ ગોલ્ડ બોન્ડ માટે સબસ્ક્રિપ્શન ફરી શરૂ થઈ રહ્યું છે.
21 ફેબ્રુઆરીએ ઈશ્યુ થશે આ ગોલ્ડ બોન્ડ
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) 2023-24 સિરીઝ-4 માટે આ સોમવારથી જ એટલે કે 12 ફેબ્રુઆરીથી 6મી ફેબ્રુઆરી સબસ્ક્રિપ્શન ખુલ્લું રહેશે. આથી સમય દરમિયાન તમને તેમાં રોકાણ કરવાની તક મળશે. 21 ફેબ્રુઆરીએ આ ગોલ્ડ બોન્ડ ઈશ્યુ કરવામાં આવશે. આ પહેલા વર્ષ 2023-24 સિરીઝનો ત્રીજો હપ્તો 18મી ડિસેમ્બરથી 22મી ડિસેમ્બર 2023માં ખોલવામાં આવ્યો હતો. સિરીઝ-3 ના ગોલ્ડ બોન્ડ 8 ડિસેમ્બરે ઈશ્યુ કરવામાં આવ્યા હતા.
આ ગોલ્ડ બોન્ડમાં શું લાભ મળશે?
રોકાણકારોને આ ગોલ્ડ બોન્ડ પર ડબલ લાભ મળે છે. જેમાં સૌથી પહેલા વાર્ષિક 2.50 ટકાના દરે વ્યાજ મળે છે, જે વર્ષમાં બે વાર ખાતામાં જમા થાય છે. આ સિવાય બીજો લાભ સોનાના ભાવમાં વધારાના રૂપે મળે છે. તેમજ ગોલ્ડ બોન્ડનો સ્ટોક માર્કેટમાં વેપાર કરી શકાય છે. આથી તેમાં લિક્વિડીટી બાબતે પણ કોઈ સમસ્યા રહેતી નથી તેમજ જરૂર પડતા રોકાણકાર તેને ગમે ત્યારે વેચી પણ શકે છે. જો તેને પાકતી મુદ્દત સુધી રાખવામાં આવે છે તો ટેક્સનો લાભ પણ મળે છે.
2015 માં શરુ થયા હતા ગોલ્ડ બોન્ડ
વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા આ ગોલ્ડ બોન્ડની શરૂઆત કરવામાં આવી હતી. આ બોન્ડની મુદ્દત 8 વર્ષ છે. તેમજ 5 વર્સ્કના સમયગાળા પછી તેને ગમે ત્યારે રિડીમ કરી શકાય છે. આ યોજના હેઠળ તમે માત્ર એક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો. જો કે કોઈ રોકાણકાર એક નાણાકીય વર્ષમાં સોવરેન ગોલ્ડ બોન્ડ મુજબ વધુમાં વધુ 4 કિલો સોનુ ખરીદી શકે છે. ટ્રસ્ટો માટે તેની લિમિટ 20 કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે.
ક્યાંથી ખરીદી શકાશે ગોલ્ડ બોન્ડ?
સોવરિન ગોલ્ડ બોન્ડ કોઈપણ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક, પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અથવા ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાંથી ખરીદી શકો છો. આ સિવાય સોવરિન ગોલ્ડ બોન્ડ SGB, BSE અને NSE પરથી પણ સબસ્ક્રાઈબ કરી શકાય છે.