જીએસટીના આઠ સ્લેબમાંથી કેટલાક સ્લેબ નાબૂદ કરી દેવાય તેવી શક્યતા

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
જીએસટીના આઠ સ્લેબમાંથી કેટલાક સ્લેબ નાબૂદ કરી દેવાય તેવી શક્યતા 1 - image


- જીએસટીના વધુ સ્લેબ હોવાથી વર્ગીકરણના વિવાદ

- મેનપાવર સપ્લાયની કેટેગરી અંગેના વિવાદને કારણે 5 ટકા કે 18 ટકા ટેક્સ ભરવો તે સમસ્યા

અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ચાર સ્લેબ હોવાથી કોમોડિટીના વર્ગીકરણને લગતા વિવાદો વધી રહ્યા હોવાથી સરકાર ચાર સ્લેબને બદલે ત્રણ સ્લેબ જ કરી દેવાનો વિચાર કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓપ ઇન્ડાયરેક્ટ  એન્ડ કસ્ટમ્સના ચેરમેન સંજય અગ્રવાલે પણ તેનો નિર્દેશ કર્યો છે. અત્યારે જીએસટીના શૂન્ય ટકા, ૦.૨૫ ટકા, ૩ ટકા, ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા, ૨૮ ટકા અને ૪૦ ટકાના સ્લેબ છે. આમ કુલ આઠ સ્લેબ છે. આ સ્લેબ જુદી જુદી કોમોડિટી અને સર્વિસને લાગુ પડે છે. અત્યારે મેનપાવર સપ્લાયર પર પડેલા દરોડામાં તેની સર્વિસ ૫ ટકાના કે ૧૮ ટકાના દાયરામાં આવે છે તેનો વિવાદ ચાલી જ રહ્યો છે.

જીએસટીના દર ઊંચા હોવાને કારણે દાણચોરી કરવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સોના પરની ડયૂટી ઊંચી હોવાથી જીએસટી અધિકારીઓ અને કસ્ટમ્સ અધિકારીઓએ મળીને ૨૦૨૩-૨૪ના વર્ષ દરમિયાન અંદાજે ૪.૮ ટકા સોનું દાણચોરીથી લઈ જવાતું હોવાનું પકડી પાડયું છે. આ રીતે પકડી પાડેલા સોનાનું મૂલ્ય અંદાજે ૨.૯ અબજ રૂપિયા થવા જાય છે. 

પાંચ ટકા પહેલાના નાના નાના ત્રમ સ્લેબમાં કોઈ જ ફેરફાર ન કરે તેવી વધારે સંભાવના છે. પરંતુ ૫, ૧૨, ૧૮ અને ૨૮ના ટેક્સ સ્લેબમાંથી એકાદ સ્લેબ ઓછો કરીને સરકારની જીએસટીની આવકમાં બહુ મોટો ફરક ન આવતો હોય તો તેમાં બદલાવ કરીને ચારને બદલે ત્રણ સ્લેબ કરી દેવામાં આવે તેવી સંભાવના રહેલી છ. હા, આમ સ્લેબ ઓછા કરવાને પરિણામે સરકારની આવકમાં કોઈ જ ઘટાડો ન થાય તેવી તરેદારી રાખવી પડશે. આગામી ત્રણથી ચાર મહિનામાં આ અંગેની કવાયત ચાલુ કરવામં આવશે તેવો નિર્દેશ ડિપાર્ટમેન્ટના જાણકારો આપી રહ્યા છે. જીએસટીના જાણકાર સમીર સિદ્ધપુરિયાનું કહેવું છે કે અત્યારે તો જીએસટીને બદલે આઈજીએસટીમાં રકમ જમા કરાવી દેવાના વિવાદો વધારે છે. કોમોડિટીનેા વર્ગીકરણના પ્રસ્શનો પ્રમણમાં ઓચા છે. 

સીબીઆઈસીના ચેરમન સંજય અગ્રવાલનું કહેવું છે કે જુલાઈ ૨૦૧૭માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દાખલ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં જીએસટીના કોમ્લાયન્સમાં ખાસ્સો સુધારો આવી ગયો છે. તેની આવક રૃા. ૮૦,૦૦૦ કરોડથી વધીને આજે રૃા. ૧.૭૪ લાખ કરોડનો વળોટી ગઈ છે. માર્ચ ૨૦૨૪માં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં જીએસટીની આવકમાં ૧૧.૭ ટકાનો વધારો થયો છે. 

મંગળવારે કેન્દ્રનું ૨૦૨૪-૨૫ના વર્ષનું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં સોના પરની આયાત ડયૂટી  ૬ ટકા ઘટાડી દેવામાં આવી છે. તેને પરિણામે રોજગારીની નવી તક નિર્માણ થશે. સોના-ચાંદીના દાગીનાની તથા ડાયમન્ડ જ્વેલરીની નિકાસ વધતા રોજગારીની નવી તક પણ નિર્ણાણ થશે.  આયાત અને નિકાસ વચ્ચેનો ગાળો વધી ગયો તે તબક્કે સરકારે ઇમ્પોર્ટ ડયૂટી લગાડી હતી. ઓનલાઈન ગેમિંગ પર લાદવામાં આવેલો ૨૮ ટકા જીએસટી સામે લોકોનો આંતરિક વિરોધ વધી ગયો છે. ઓક્ટોબર ૨૦૨૩થી અત્યાર સુધીમાં સરકારે જુદા જુદાં કરદાતાઓ પાસેથી અંદાજે રુ. ૧૩૦ અબજ ડોલરની વસૂલીકરી છે.


Google NewsGoogle News