Get The App

૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં ઘટાડો

- જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન વેચાણ ઘણું ઓછું, પરંતુ માર્ચમાં હોળી દરમિયાન માંગમાં થોડો વધારો જોવાયો હતો

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં ઘટાડો 1 - image


નવી દિલ્હી : કેલેન્ડર વર્ષ ૨૦૨૪નો પ્રથમ ત્રિમાસિક ગાળા સ્માર્ટ ફોન ઉદ્યોગ માટે નિરાશાજનક રહ્યો છે.  ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ સ્માર્ટ ફોનના વેચાણમાં ૩ થી ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે  વર્ષ ૨૦૨૪ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નવા મોડલની રજૂઆત સાથે, એક વર્ષ અગાઉની સરખામણીમાં કુલ શિપમેન્ટમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો થયો છે.  

આ વર્ષની શરૂઆતથી ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ધીમી માંગનો સમયગાળો જોઈ રહ્યા છીએ.  તહેવારોની મોસમ અને તે પછીની ગતિ આ વર્ષે ટકી શકી નથી તેમ કાઉન્ટર પોઈન્ટના અભ્યાસમાં જણાવાયું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં શિપમેન્ટ સ્થિર રહ્યા હતા અને વર્ષ ૧૫૨ મિલિયન યુનિટ્સ પર સમાપ્ત થયું હતું.

જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન વેચાણ ઘણું ઓછું હતું, પરંતુ માર્ચમાં હોળી દરમિયાન માંગમાં થોડો વધારો થયો હતો. તહેવારો પછી રિપ્લેસમેન્ટ સાયકલમાં વધારો થવાને કારણે અને સરકાર તરફથી ભંડોળની નીતિઓના અભાવને કારણે માંગ ધીમી છે. કંપનીઓને બીજો ક્વાર્ટર વધુ સારો રહેવાની અપેક્ષા છે.

મોબાઇલ ફોન કંપનીના સુત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ ક્વાર્ટરમાં ઘણા નવા ફોન લોન્ચ કરવામાં આવ્યા હતા, પરંતુ વેચાણ વધતું જોવામાં થોડો સમય લાગે છે. અમે બીજા ક્વાર્ટરમાં વેચાણ પર સકારાત્મક અસર જોઈશું અને અમને આશા છે કે તે ગયા વર્ષ કરતાં વધુ સારું રહેશે.


Google NewsGoogle News