Get The App

ભારતે નિકાસ મામલે ચીનને પછાડ્યું, અમેરિકાને સ્માર્ટફોન વેચી 3.53 અબજ ડૉલરની કરી કમાણી

ભારત અમેરિકામાં ત્રીજો સૌથી મોટો સ્માર્ટફોન નિકાસકાર દેશ બન્યો

છેલ્લા 10 વર્ષમાં સ્માર્ટફોનના નિકાસમાં 20 ગણો વધારો

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
ભારતે નિકાસ મામલે ચીનને પછાડ્યું, અમેરિકાને સ્માર્ટફોન વેચી 3.53  અબજ ડૉલરની કરી કમાણી 1 - image


Smartphone Export: ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન યુએસમાં ભારતના સ્માર્ટફોનની નિકાસ વધીને 3.53 અબજ ડૉલરને આંબી ગઇ છે, જે નાણાકીય વર્ષ 2022-23ના સમયગાળામાં $998 મિલિયન હતી. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન સ્માર્ટફોનની નિકાસમાં ભારતનો હિસ્સો વધીને 7.76 ટકા થયો છે, જે પહેલા બે ટકા હતો. મળતી માહિતી મુજબ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં વૃદ્ધિને કારણે નિકાસમાં વધારો થયો છે.

ભારત બન્યું ત્રીજું સૌથી મોટું નિકાસકાર 

આ સાથે ભારત અમેરિકામાં ત્રીજો સૌથી મોટો સ્માર્ટફોન નિકાસકાર દેશ બની ગયો છે. આ યાદીમાં ચીન પ્રથમ સ્થાને છે અને વિયેતનામ બીજા સ્થાને છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસમાં ચીન અને વિયેતનામનો હિસ્સો ઘટ્યો છે. ટોચના પાંચ સપ્લાયર્સ પાસેથી યુએસમાં સ્માર્ટફોનની નિકાસ એપ્રિલ-ડિસેમ્બર 2022માં $49.1 બિલિયનથી ઘટીને એપ્રિલ-ડિસેમ્બર 2023માં $45.1 બિલિયન થઈ છે. ચીને સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન યુએસમાં $35.1 બિલિયનના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જે ગયા વર્ષમાં $38.26 બિલિયન હતી. તેવી જ રીતે, વિયેતનામની અમેરિકામાં નિકાસ ઘટીને $5.47 બિલિયન થઈ છે.

મોબાઈલ ફોનના ઉત્પાદનમાં મોટો ઉછાળો

છેલ્લા એક દાયકામાં ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન ઝડપથી વધ્યું છે. વર્ષ 2014માં દેશમાં વેચાતા તમામ મોબાઈલ ફોનમાંથી 78 ટકા મોબાઈલ આયાત કરવામાં આવતા હતા, જ્યારે હવે લગભગ 97 ટકા મોબાઈલ ફોન ભારતમાં બને છે. ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) અનુસાર, મોબાઈલ ફોનનું ઉત્પાદન 2014-15માં રૂ. 18,900 કરોડથી વધીને વર્ષ 2024માં અંદાજિત રૂ. 4.10 લાખ કરોડ થયું છે, જે 20 ગણાથી વધુ છે. એકંદરે, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં 245 કરોડથી વધુ મોબાઈલ ફોન સેટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

ભારતે નિકાસ મામલે ચીનને પછાડ્યું, અમેરિકાને સ્માર્ટફોન વેચી 3.53  અબજ ડૉલરની કરી કમાણી 2 - image



Google NewsGoogle News