Get The App

ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા જ્યારે ક્રૂડ તેલમાં બેતરફી વધઘટ જોવાઇ

- ભારતમાં ડિસેમ્બરમાં ક્રૂડની આયાતમાં વૃદ્ધી

- ક્રૂડના વપરાશમાં ચીન કરતા ભારત આગળ નિકળ્યાના નિર્દેશો

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા  જ્યારે ક્રૂડ તેલમાં બેતરફી વધઘટ જોવાઇ 1 - image


ડોલર ઇન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ

મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ ફરી ઉંચકાયા હતા જ્યારે સોનાના ભાવ ઉંચા ખુલ્યા પછી ઝડપી નીચા ઉતર્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૨૨થી ૨૬૨૩ વાળા ઉંચામાં ૨૬૩૩ થયા પછી ઘટી ૨૬૧૩ થઇ ૨૬૧૫થી ૨૬૧૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂા. ૭૫૭૦૦ વાળા રૂા. ૭૫૮૫૯ ખુલી રૂા. ૭૫૬૪૦ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૭૬૦૦૦ વાળા રૂા. ૭૬૧૬૪ ખુલી રૂા. ૭૫૨૪૪ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂા. ૮૭૧૫૦ વાળા રૂા. ૮૭૪૮૮ રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૯.૫૧થી ૨૯.૫૨ વાળા ઉંચામાં ૨૯.૮૭ થઇ ૨૯.૬૨થી ૨૯.૬૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ વધ્યા પછી ઘટાડા પર રહ્યા હતા. નવી માગ ધીમી હતી.

બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૨.૯૪ વાળા ઉંચામાં ૬૩.૩૮ થઇ ૭૨.૫૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૯.૪૬ વાળા ઉંચામાં ૬૯.૯૪ થઇ ૬૯.૧૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ શાંત હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૩૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૨૦ ડોલપર બોલાઇ રહ્યા હતા. 

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂા. ૭૮૬૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૭૮૮૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂા. ૫૦૦ વધી રૂા. ૮૮ હજાર રહ્યા હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા ઘટયા હતા સામે ફુગાવાનો વૃદ્ધી દર અપેક્ષાથી ધીમો આવ્યાના સમાચાર મળ્યા હતા. 

bullion

Google NewsGoogle News