Get The App

ચાંદીમાં ઝડપી ઘટાડો: ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ

- બ્રેન્ટક્રૂડ ૮૧ ડોલરની અંદર : અમદાવાદ સોનું રૂ.૮૨૦૦૦ નજીક પહોંચ્યું

- બંધ બજારે રૂપિયા સામે ડોલરમાં તેજી આગળ વધી : ભારતમાં નવ મહિનામાં ક્રૂડનું ઈમ્પોર્ટ બિલ ચાર ટકા વધ્યું

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
ચાંદીમાં ઝડપી ઘટાડો: ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ ઘટાડો બતાવી રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૬.૬૧ વાળા વધી રૂ.૮૬.૬૫ આસપાસ બોલાઈ રહ્યા હતા.

 વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ વધી ૧૦૯.૪૨ થઈ ૧૦૯.૪૧ રહ્યાના સમાચાર હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર આવ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૦૭થી ૨૭૦૮ વાળા નીચામાં ૨૬૯૯ થઈ છેલ્લે ૨૭૦૩થી ૨૭૦૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વૈશ્વિક ચાંદીના ભાવ ૩૦.૩૭ ડોલર રહ્યાના દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૫૦૦ તૂટી રૂ.૮૯૫૦૦ બોલાયા હતા. અમદાવાદ સોનાના ભાવ જોકે ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૧૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૧૮૦૦ રહ્યા હતા.

ચીનમાંથી કેપિટલ એકાઉન્ટ આઉટફલો વધતાં ચીનની કરન્સી ડોલર સામે દબાણ હેઠળ જોવા મળી હતી. ચીનની કરન્સી છેલ્લા ત્રણ મહિનામાં આશરે ત્રણ ટકા તૂટી છે. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૮૯૨૨ વાળા રૂ.૭૮૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૨૩૯ વાળા રૂ.૭૯૨૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૮૨૦ વાળા રૂ.૯૦૪૦ રહ્યા હતા. 

વિશ્વબજારમાં ક્રૂડ તેલ ઘટતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ દેખાઈ હતી. વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૧.૦૮ વાળા ૮૦૫૦ થઈ છેલ્લે ૮૦.૭૯ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૮.૬૮ વાળા ૭૭.૭૬ થઈ ૭૭.૮૮ ડોલર રહ્યા હતા. ભારતમાં એપ્રિલથી ડિસેમ્બરમાં ક્રૂડતેલની આયાતનું બિલ ૪ ટકા વધ્યાના સમાચાર હતા.

દરમિયાન, વિશ્વબજારમાં કોપરના ભાવ ઘટી છેલ્લે ૧.૬૩ ટકા માઈનસમાં રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૪૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૫૨ ડોલર રહ્યા હતા.

bullion

Google NewsGoogle News