ચાંદીમાં આગળ ધપતી તેજી: સોનામાં પીછેહટ: ક્રૂડતેલમાં તેજી અટકી ફરી ઘટાડો
- રૂપિયા સામે ડોલરમાં વધ્યાભાવથી ઘટાડો
- ઈઝરાયલને યુનોમાંથી હાંકી કાઢવા ઈરાને માગ કરતાં વિશ્વ બજારમાં અજંપો: કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ ઉંચકાયા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ વધુ ઘટયા હતા. જ્.ારે ચાંદીના ભાવ વધુ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૦૨૪થી ૨૦૨૫ વાળા નીચામાં ૨૦૨૦ થઈ ૨૦૨૧થી ૨૦૨૨ ડોલર રહ્યા હતા. ફંડોનું સેલીંગ વધ્યું હતું. ચીનમાં નવા વર્ષની ઉજવણી શરૂ થતાં ત્યાં બજારો બંધ હોતા વિશ્વ બજારમાં ચીનની નવી માગ ધીમી પડયાની ચર્ચા હતી. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૬૪૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૪૩૦૦ રહ્યા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ જો કે કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૭૨૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૨.૬૧થી ૨૨.૬૨ વાળા ઉંચામાં ૨૨.૯૫ થઈ ૨૨.૯૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૮૭૭થી ૮૭૮ વાળા વધી ૮૮૩થી ૮૮૪ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૮૬૧થી ૮૬૨ વાળા વધી ૯૦૧ થઈ ૮૮૯થી ૮૯૦ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ કરતાં પેલેડીયમના ભાવ ગયા સપ્તાહના અંતે નીચા બોલાયા પછી આજે ફરી ઉંચા બોલાતા થયાના નિર્દેશો હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ઘટતા અટકી ૦.૩૪ ટકા વધ્યા હતા. જોકે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેેજીને બ્રેક વાગી ભાવ આદે ઝડપી નીચા ઉતરતા જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૮૨.૧૯ વાળા નીચામાં ૮૧.૧૦ થઈ ૮૧.૨૬ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૬.૮૪ વાળા નીચામાં ૭૫.૮૪ થઈ ૭૫.૯૮ ડોલર રહ્યા હતા. ચીનની નવી માગ ધીમી હતી. દરમિયાન, ઈઝરાયલને યુનોમાંથી દૂર કરવાની માગ ઈરાને કર્યાના સમાચાર હતા. મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૬૨૧૭૫ વાળા રૂ.૬૨૦૫૨ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૨૪૨૫ વાળા રૂ.૬૨૩૦૧ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૦૪૦૦ વાળા વધી રૂ.૭૧૧૪૦ રહ્યા હતા.