સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ફરી ઉંચકાયા

- પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં મજબુતાઈ: ક્રૂડતેલમાં બેતરફી વધઘટ

- ગલ્ફ ઓફ મેક્સિકોમાં વાવાઝોડાથી ક્રૂડના ઉત્પાદનને અસરની ભીતિ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ફરી ઉંચકાયા 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા હતા  વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજાર વધતાં તથા રૂપિયા સામે ડોલર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૦૦થી ૨૫૦૧ વાળા  વધી ૨૫૧૦થી ૨૫૧૧ ડોલર રહ્યા હતા. ફંડો એક્ટીવ હતા. 

ઘરઆંગણે વિશ્વ બજાર પાછળ અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૩૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૯૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૮.૧૪થી ૨૮.૧૫ વાળા વધી ૨૮.૫૫ થઈ ૨૮.૪૮થી ૨૮.૪૯ ડોલર રહ્યા હતા.

જો કે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૮૨૫૦૦ રહ્યા હતા દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૪૩થી ૯૪૪  વાળા વધી ૯૪૯થી ૯૫૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૩૯થી ૯૪૦ વાળા વધી ૯૭૦ થઈ ૯૬૫થી ૯૬૬ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૧ ટકા નરમ હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી. ચીનની નવી માગ ધીમી હતી. ઓપેકે માગનો અંદાજ ઘટાડયાના સમાચાર પણ મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૪૨ વાળા નીચામાં ૭૦.૭૧ થઈ ૭૧.૨૧ ડોલર રહ્યા હતા જયારે યુએસ ક્રૂડના ભાવ ૬૮.૦૩ વાળા નીચામાં ૬૭.૫૫ થઈ ૬૭.૯૫ ડોલર રહ્યા હતા.

જો કે ગલ્ફ ઓફ ેક્સિકોમાં વાવાઝોડાના પગલે ક્રૂડના ઉત્પાદનને અસર પડશે એવા નિર્દેશો વચ્ચે વિશ્વ બજારમાં ક્રૂડમાં ઘટાડે સપોર્ટ પણ મળી રહ્યાના સંકેતો મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૯૦૨ વાળા રૂ.૭૧૩૦૩ તથા ૯૯.૯૦ના રૂ.૭૧૩૭૮ વાળા રૂ.૭૧૫૯૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૧૪૮૦  વાળા રૂ.૮૨૨૦૭ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

bullion

Google NewsGoogle News