અંબાણી-અદાણી પણ પાછળ રહી ગયા આ બિઝનેસમેન સામે, ટોપ-10 ભારતીય દાનવીરોની નવી યાદી જાહેર
Top Philanthropy List 2024: સમાજ કલ્યાણ અને પરોપકાર માટે જાણીતા દેશના અગ્રણી બિઝનેસમેન પૈકી એક શિવ નાદરે ફરી આ વર્ષે પણ પુષ્કળ પ્રમાણમાં દાન આપી દેશના ટોચના ધનિકોને પાછળ પાડ્યા છે. શિવ નાદર રોજના સરેરાશ રૂ. 5 કરોડથી વધુનું દાન કર્યું છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી આ યાદીમાં બીજા ક્રમે છે.
EdelGive-Hurun India Philanthropy List 2024 અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં શિવ નાદરે રૂ. 2153 કરોડનુ દાન આપ્યું હતું. જે ગતવર્ષની તુલનાએ 5 ટકા વધુ છે. જ્યારે મુકેશ અંબાણીએ સામાજિક સેવા પાછળ રૂ. 407 કરોડ ખર્ચ્યા છે.
ટોચના ધનિક આ યાદીમાં પાંચમા ક્રમે
દેશના ટોચના દાનવીરોની યાદીમાં શિવ નાદર, મુકેશ અંબાણી બાદ બજાજ ત્રીજા ક્રમે છે. તેમણે ગત નાણાકીય વર્ષમાં રૂ. 352 કરોડનું દાન કર્યું છે. જે અગાઉના વર્ષની તુલનાએ 33 ટકા વધુ છે. ચોથા ક્રમ પર કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી(રૂ. 334 કરોડ)નું દાન કર્યું છે. જ્યારે દેશના ટોચના ધનિક અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી આ યાદીમાં પાંચમા ક્રમે છે. જેમણે રૂ. 330 કરોડનું દાન કર્યું છે.
આ પણ વાંચોઃ અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજદરોમાં 0.25%નો ઘટાડો કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની ઈફેક્ટ દેખાઈ!
ધનિકોમાં નાદર ત્રીજા પણ દાન કરવામાં અવ્વલ
દેશના ટોચના ધનિકોની યાદીમાં એચસીએલ ટૅક્નોલૉજીસના શિવ નાદર રૂ. 3.14 લાખ કરોડની નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે. પરંતુ દાન કરવાના મામલે પ્રથમ છે. ગૌતમ અદાણી રૂ. 11.6 લાખ કરોડ અને મુકેશ અંબાણી રૂ. 10.14 લાખ કરોડની નેટવર્થ સાથે ક્રમશઃ પ્રથમ અને બીજા ટોચના ધનિક છે.
દાનવીરોની સંખ્યા વધી, પણ રકમ ઘટી
હુરૂનની ધનિકોની યાદી અનુસાર, દેશમાં 203 લોકોએ સામાજિક કલ્યાણ માટે ગત નાણાકીય વર્ષમાં રૂ. 5 કરોડથી વધુનું દાન આપ્યું છે. જ્યારે તેની અગાઉના નાણાકીય વર્ષણાં 119 લોકોએ 5 કરોડથી વધુ દાન આપ્યું હતું. રકમની દૃષ્ટિએ 2023-24માં 203 લોકોએ રૂ. 43 કરોડનું જ્યારે 2022-23માં રૂ. 71 કરોડનું દાન મળ્યું છે.
દેશના ટોચના 10 દાનવીરો