અદાણીની કંપનીઓને એક જ દિવસમાં બે લાખ કરોડથી વધુનું નુકસાન, મૂડી'સે ક્રેડિટ નેગેટિવ કરી
- અમેરિકાના રોકાણકારો સાથે ધોખો ગૌતમ અદાણીને ભારે પડયો, એશિયાના અબજોપતિને અમેરિકાની જેલમાં જવું પડશે
- છેતરપિંડીના આક્ષેપ અદાણી જુથની કંપનીઓ માટે ક્રેડિટ નેગેટિવ: મૂડી'સ
- ક્રેડિટ રેટિંગ માટે સંબંધિત કંપનીની મૂડી ક્ષમતા તથા વહીવટી પદ્ધતિને ધ્યાનમાં લેવામાં આવે છે
અદાણી જુથના ચેરમેન ગૈૌતમ અદાણીતથા અન્ય સીનિયર અધિકારીઓ પર લાંચના આક્ષેપ બાદ રેટિંગ એજન્સી મૂડી'સે ગુરુવારે જણાવ્યું હતું કે, આવા આક્ષેપો જૂથની કંપનીઓ માટે ક્રેડિટ નેગેટિવ છે.
''અદાણી જુથની જ્યારે અમે આકારણી કરીએ છીએ ત્યારે લિક્વિડિટીની જરૂરિયાતને પહોંચી વળવા જુથની કંપનીઓની મૂડી ક્ષમતા અને તેમની વહીવટી પદ્ધતિ પર અમે ખાસ ધ્યાન આપીએ છીએ'' એમ મૂડી'સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
૨૬.૫૦ કરોડ ડોલરની રકમને આવરી લેતી કથિત લાંચ અને ફ્રોડ સ્કીમનો અદાણી જુથના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકામાં આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
અમેરિકામાં પ્રોેસિકયુટર્સે દાવો કર્યો છે કે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી તથા અન્ય છ પ્રતિવાદીઓએ સૌર ઊર્જા પૂરવઠા કરાર જેના થકી વીસ વર્ષમાં બે અબજ ડોલરનો નફો અપેક્ષિત હતો તે મેળવવા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપી છે.
દરમિયાન આ મુદ્દા બાબતે અદાણી બુલ જીક્યુજી પાર્ટનર્સ નિવેદન કર્યું છે કે, તે બહાર આવી રહેલી વિગતોની સમીક્ષા કરી રહ્યું છે અને પોર્ટફોલિઓસ માટે યોગ્ય જણાશે તેવા પગલાં લેવાશે.
પોર્ટફોલિઓ ઊભા કરવાની માર્ગદર્શિકાને સુસંગત રહીને, જીક્યુજી પોર્ટફોલિઓ વૈવિધ્યસભર ઈન્વેસ્ટમેન્ટસ કરે છે. અદાણી જુથના અહેવાલ બાદ જીક્યુજીનો શેરભાવ ઓસ્ટ્રેલિયામાં જ્યાં તે લિસ્ટેડ છે ૨૬ ટકા તૂટી ગયો હતો.
ગ્રુપ કંપનીઓના શેરોમાં 23% સુધી ગાબડા
અદાણી ગ્રુપ વધુ એક વિવાદમાં ઘેરાતાં રોકાણકારોનો વિશ્વાસ ફરી ડગમગ્યો
- 10 ગ્રુપ કંપનીઓનું માર્કેટ કેપ. એક દિવસમાં જ રૂ.2,20,000 કરોડ ધોવાયું
ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત ગ્રુપની છ વ્યક્તિઓ પર અમેરિકાની કોર્ટ દ્વારા કથિત લાંચ અને છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવતાં ફરી અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ તળીયે જતાં ભાવોમાં મસમોટા ગાબડાં પડયા હતા.
નામચીન અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિન્ડેનબર્ગ દ્વારા અગાઉ કરાયેલા આક્ષેપો સમયે અદાણી ગ્રુપ કંપનીઓમાં સર્જાયેલી વિશ્વાસની કટોકટીના કારણે શેરોમાં વેચવાલીના હેમરિંગે ગાબડાં પડયા બાદ ફરી શેરોમાં આજે કડાકો બોલાઈ ગયો છે. અદાણી ગ્રુપ કંપનીઓના શેરોના ભાવો આજે એક દિવસમાં ૨૩ ટકા સુધી તૂટયા છે. જેમાં સૌથી વધુ ઘટાડો અદાણી એન્ટરપ્રાઈસીઝનો શેર રૂ.૨૮૨૦.૨૦થી ૨૨.૬૧ ટકા તૂટીને રૂ.૨૧૮૨.૫૫ રહ્યો છે. અદાણી ગ્રુપની ૧૦ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૨,૧૯,૮૬૩ કરોડ ધોવાઈ જઈ રૂ.૧૨,૦૪,૫૫૫ કરોડ રહી ગયું છે.
જે ૧૯, નવેમ્બર ૨૦૨૪ના રોજ રૂ.૧૪,૨૪,૪૧૮ કરોડ હતું. જેમાં સૌથી વધુ ઘટાડો અદાણી એન્ટરપ્રાઈસીઝમાં રૂ.૬૯,૫૯૭ કરોડનો નોંધાયો છે.
અદાણી ગ્રુપ શેરોમાં પડેલા સાર્વત્રિક ગાબડાં : સૌથી વધુ અદાણી એન્ટર. રૂ.638 તૂટયો
કંપનીનું નામ |
શેરનો બંધ ભાવ |
શેરનો બંધ ભાવ |
કેટલો ઘટાડોકેટલો ઘટાડો |
- |
૧૯, નવે.,૨૦૨૪ |
૨૧,નવે. ૨૦૨૪ |
(રૂપિયામાં)(ટકામાં) |
અદાણી એન્ટર. |
રૂ.૨૮૨૦.૨૦ |
રૂ.૨૧૮૨.૫૫ |
-રૂ.૬૩૭.૬૫
૨૨.૬૧% |
અદાણી પોર્ટ |
રૂ.૧૨૮૯.૦૫ |
રૂ.૧૧૧૪.૭૦ |
-રૂ.૧૭૪.૩૫ ૧૩.૫૩% |
અદાણી પાવર |
રૂ.૫૨૪.૧૦ |
રૂ.૪૭૬.૧૫ |
-રૂ.૪૭.૯૫
૯.૧૫% |
અદાણી એનજીૅ |
રૂ.૮૭૨.૧૦ |
રૂ.૬૯૭.૭૦ |
-રૂ.૧૭૪.૪૦ ૨૦.૦૦% |
અદાણી ગ્રીન |
રૂ.૧૪૧૧.૭૫ |
રૂ.૧૧૪૬.૪૦ |
-રૂ.૨૬૫.૩૫
૧૮.૯૦% |
અદાણી ટોટલ |
રૂ.૬૭૨.૨૫ |
રૂ.૬૦૨.૩૫ |
-રૂ.૬૯.૯૦ ૧૦.૪૦% |
અદાણી વિલમાર |
રૂ.૩૨૭.૧૦ |
રૂ.૨૯૪.૪૫ |
-રૂ.૩૨.૬૫
૯.૯૮% |
એસીસી લિ. |
રૂ.૨૧૮૫.૦૫ |
રૂ.૨૦૨૫.૮૦ |
-રૂ.૧૫૯.૨૫ ૭.૨૯% |
અંબુજા સિમેન્ટ |
રૂ.૫૪૯.૬૦ |
રૂ.૪૮૩.૭૫ |
-રૂ.૬૫.૮૫
૧૧.૯૮% |
એનડીટીવી લિ. |
રૂ.૧૬૯.૩૫ |
રૂ.૧૬૯.૨૫ |
-રૂ.૦.૧૦ ૦.૦૬% |
અદાણી ગ્રુપની 10 કંપનીઓનું માર્કેટ કેપ. એક દિવસમાં જ રૂ.2.20 લાખ કરોડ ધોવાઈ ગયું
કંપનીનું નામ |
માર્કેટ કેપ. |
માર્કેટ કેપ. |
કેટલો ઘટાડો |
- |
૧૯,નવેમ્બર |
૨૧,નવેમ્બર |
(રૂ. કરોડમાં) |
અદાણી એન્ટરપ્રાઈસ |
રૂ.૩,૨૧,૫૦૩ |
રૂ.૨,૫૧,૯૦૬ |
-૬૯,૫૯૭ |
અદાણી પોર્ટ એસઈઝેડ |
રૂ.૨,૭૮,૪૫૩ |
રૂ.૨,૪૦,૭૯૧ |
-૩૭,૬૬૨ |
અદાણી પાવર લિ. |
રૂ.૨,૦૨,૧૪૨ |
રૂ.૧,૮૩,૬૪૮ |
-૧૮,૪૯૪ |
અદાણી એનજીૅ સોલ્યુ. |
રૂ.૧,૦૪,૭૬૪ |
રૂ.૮૩,૮૧૩ |
-૨૦,૯૫૧ |
અદાણી ગ્રીન એનજીૅ |
રૂ.૨,૨૩,૬૨૬ |
રૂ.૧,૮૧,૫૯૪ |
-૪૨,૦૩૨ |
અદાણી ટોટલ ગેસ |
રૂ.૭૩,૯૩૫ |
રૂ.૬૬,૨૪૭ |
-૭૬૮૮ |
અદાણી વિલમાર લિ. |
રૂ.૪૨,૫૭૨ |
રૂ.૩૮,૨૬૯ |
-૪૩૦૩ |
એસીસી લિમિટેડ |
રૂ.૪૧,૦૩૨ |
રૂ.૩૮,૦૪૨ |
-૨૯૯૦ |
અંબુજા સિમેન્ટસ |
રૂ.૧,૩૫,૩૦૦ |
રૂ.૧,૧૯,૧૫૪ |
-૧૬,૧૪૬ |
એનડીટીવી લિ. |
રૂ.૧૦૯૧.૮૨ |
રૂ.૧૦૯૧.૧૮ |
-૦.૬૪ |
કુલ માર્કેટ કેપ. |
રૂ.૧૪,૨૪,૪૧૮ |
રૂ.૧૨,૦૪,૫૫૫ |
-૨,૧૯,૮૬૩ |
LICના અદાણી ગ્રુપ શેરોમાં રોકાણ મૂલ્યમાં રૂ.8683 કરોડનું ધોવાણ
અદાણી ગ્રુપની સાત કંપનીઓના શેરોમાં હોલ્ડિંગ ધરાવતી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ને અમેરિકાની એક કોર્ટે ચેરમેન ગૌતમ અદાણી અને અન્ય કેટલાક લોકોને ૨૫ કરોડ ડોલરની લાંચ કેેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે-ગુરૂવારે એક દિવસમાં જ શેરોના ભાવો તૂટતાં હોલ્ડિંગ વેલ્યુમાં રૂ.૮૬૮૩ કરોડનું ધોવાણ થયું છે.
એલઆઈસી અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ), અદાણી ગ્રીન એનજીૅ સોલ્યુશન્સ, અદાણી ટોટલ ગેસ, એસીસી અને અંબુજા સિમેન્ટસમાં હિસ્સો ધરાવે છે. ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈસીઝને સૌથી વધુ નુકશાન થયું છે. કેમ કે ૪,૬૪,૫૨,૬૧૩ શેરોમાં કુલ નુકશાની રૂ.૨૯૬૨ કરોડ રહી છે. શેર ૨૩ ટકા એટલે કે રૂ.૬૩૭.૬૫ તૂટીને રૂ.૨૧૮૨.૫૫ રહ્યો છે.
આ સિવાય અદાણી પોર્ટસ બીજા ક્રમે છે. જેમાં એલઆઈસીના રોકાણ મૂલ્યમાં રૂ.૨૯૫૯ કરોડનો ઘટાડો થયો છે. શેર રૂ.૧૭૪.૩૫થી ૧૩.૫૩ ટકા ઘટયો છે. બીએસઈ પર ઉપલબ્ધ તાજેતરના શેર હોલ્ડિંગ આંકડા મુજબ એલઆઈસી પાસે ૧૬,,૯૭,૧૧,૪૧૭ શેરોનું ૭.૮૬ ટકા હોલ્ડિંગ છે. અદાણી ગ્રીન એનજીૅમાં એલઆઈસીના હોલ્ડિંગનું મૂલ્ય રૂ.૫૭૦ કરોડ ઘટયું છે. અદાણી એનજીૅ સોલ્યુશન્સ, અદાણી ટોટલ ગેસ, એસીસી અને અંબુજા સિમેન્ટસમાં પણ અનુક્રમે હોલ્ડિંગ મૂલ્યમાં રૂ.૭૧૬ કરોડ, રૂ.૪૬૩ કરોડ, રૂ.૧૯૧ કરોડ અને રૂ.૮૨૨ કરોડનો ઘટાડો થયો છે.
અદાણી ગ્રુપની કંપનીમાં મ્યુ. ફંડોના હોલ્ડિંગનું કેટલું મૂલ્ય
કંપનીનું નામ |
મ્યુ. ફંડોનું |
એક્ટિવ ફંડોનું |
(રૂ.કરોડમાં) |
કુલ હોલ્ડિંગ |
હોલ્ડિંગ |
અદાણી પોર્ટ્સ |
રૂ.૧૨,૧૦૨ |
રૂ.૫૩૦૮ |
અંબુજા સિમેન્ટ્સ |
રૂ.૧૦,૬૮૯ |
રૂ.૧૦,૧૦૦ |
અદાણી એન્ટર. |
રૂ.૮૭૧૪ |
રૂ.૫૯૮૮ |
એસીસી લિમિટેડ |
રૂ.૬૬૫૦ |
રૂ.૬૫૮૭ |
અદાણી પાવર |
રૂ.૩૩૮૮ |
રૂ.૩૧૧૬ |
અદાણી એનજીૅ સોલ |
રૂ.૧૫૪૩ |
રૂ.૧૩૮૪ |
અદાણી ગ્રીન એનજીૅ |
રૂ.૨૫૨ |
રૂ.૦ |
અદાણી ટોટલ ગેસ |
રૂ.૯૪ |
રૂ.૦ |
અદાણી વિલમર |
રૂ.૧૮ |
રૂ.૦ |
સાંઘી ઈન્ડસ્ટ્રીઝ |
રૂ.૬ |
રૂ.૪ |
મ્યુ. ફંડો પાસે અદાણી ગ્રુપની 10 કંપનીમાં રૂ.43,455 કરોડનું હોલ્ડિંગ
ગૌતમ અદાણી, સાગર અદાણી સાથે અન્ય છ વ્યક્તિઓ પર અમેરિકી કોર્ટના લાંચ, છેતરપિંડીના કેસના પરિણામે આજે અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં પડેલા ગાબડાંના કારણે વિવિધ રોકાણકારો સાથે મ્યુચ્યુઅલ ફંડોના હોલ્ડિંગ મૂલ્યમાં પણ ધોવાણ થયું છે. જેના પરિણામે આ મ્યુચ્યુઅલ ફંડોની એનએવી-નેટ એસેટ વેલ્યુને પણ નેગેટીવ અસર થઈ છે.
ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસે ૩૧, ઓકટોબર ૨૦૨૪ મુજબ અદાણી ગ્રુપની ૧૦ કંપનીઓમાં કુલ મળીને રૂ.૪૩,૪૫૫ કરોડનું હોલ્ડિંગ છે. મ્યુચ્યુઅલ ફંડોના આ હોલ્ડિંગ મૂલ્યમાં કેટલો ઘટાડો થયો એના આંકડા ૨૨, નવેમ્બરના ઉપલબ્ધ બનશે. મ્યુચ્યુઅલ ફંડ રિસર્ચ કંપની વેેલ્યુ રિસર્ચના આંકડા મુજબ ભારતીય એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસીઝ) ૧૦ લિસ્ટેડ કંપનીઓમાં એનડીટીવી સિવાય હોલ્ડિંગ ધરાવે છે.૧૦ અદાણી ગ્રુ. કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડોનું હોલ્ડિંગનું મૂલ્ય જે જુલાઈમાં રૂ.૪૧,૮૧૪ કરોડનું હતું એ ઓકટબરમાં વધીને રૂ.૪૩,૪૫૫ કરોડ થયું હતું.