Get The App

અદાણી કંપનીઓના રેટિંગ આઉટલૂકને ફિચ,મૂડીઝે ડાઉનગ્રેડ કરતાં શેરો તૂટયા

- અદાણી ગ્રીન એનજીૅ, અદાણી પોર્ટસ, ઈલેક્ટ્રિસિટી મુંબઈ, અદાણી એનજીૅ સોલ્યુશન્સ, મુંબઈ ઈન્ટ. એરપોર્ટ ડાઉનગ્રેડ

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
અદાણી કંપનીઓના રેટિંગ આઉટલૂકને ફિચ,મૂડીઝે ડાઉનગ્રેડ  કરતાં શેરો તૂટયા 1 - image


અમદાવાદ : આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ મૂડીઝ અને ફિચ દ્વારા વિવિધ અદાણી જૂથની કંપનીઓના આઉટલૂકને ડાઉનગ્રેડ નેગેટીવ કરવામાં આવ્યા છે. ગૌતમ  અદાણી સહિત પર અમેરિકી કોર્ટમાં લાંચના આરોપોને લઈ શિસ્ત-ગવર્નન્સનું જોખમ ઊભું થતાં રેટિંગ એજન્સીઓએ આ ડાઉનગ્રેડ કર્યું છે. મૂડીઝ રેટિંગ્સે જણાવ્યું છે કે, અદાણી ગુ્રપની સાત કંપનીઓના રેટિંગને સ્ટેબલ-સ્થિરથી ડાઉનગ્રેડ નેગેટીવ કરાયા છે. વૈશ્વિક રેટિંગ એજન્સીએ આ સાથે તમામ સાત કંપનીઓના આઉટલૂકને સ્ટેબલથી ડાઉનગ્રેડ નેગેટીવ કર્યા છે. ફિચ રેટિંગ એજન્સીએ પણ અદાણી ગુ્રપની છ કંપનીઓના રેટિંગ આઉટલૂકને નેગેટીવ કર્યા છે.

મૂડીઝ દ્વારા ડાઉનગ્રેડ કરાયેલા આઉટલૂકમાં (૧) અદાણી ગ્રીન એનજીૅ લિમિટેડ રીસ્ટ્રીક્ટેડ ગુ્રપ (એજીઈએલ આરજી-૧) જેમાં અદાણી ગ્રીન એનજીૅ(યુપી) લિમિટેડ, પરમપૂજ્ય સોલાર એનજીૅ પ્રાઈવેટ લિમિટેડ, પ્રયત્ન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ (૨) અદાણી ગ્રીન એનજીૅ લિમિટેડ રીસ્ટ્રીક્ટેડ ગુ્રપ (એજીઈએલ આરજી-૨) જેમાં વર્ધા સોલાર (મહારાષ્ટ્ર) પ્રાઈવેટ લિમિટેડ, કોડાંગલ સોલાર પાર્કસ પ્રાઈવેટ લિમિટેડ અને અદાણી રિન્યુએબલ એનજીૅ (આરજે) લિમિટેડ, (૩) અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-વન લિમિટેડ (એટીએસઓએલ), અદાણી ટ્રાન્સમિશન રીસ્ટ્રીકટેડ ગુ્રપ ૧(એઈએસએલ આરજી૧)માં બારમેર પાવર ટ્રાન્સમિશન સર્વિસ લિમિટેડ, રાયપુર-રંજનગાંવ-વારોરા ટ્રાન્સમિશન લિમિટેડ, સિપત ટ્રાન્સમિશન લિમિટેડ, થાર પાવર ટ્રાન્સમિશન સર્વિસ લિમિટેડ, હાદોતી પાવર ટ્રાન્સમિશન સર્વિસ લિમિટેડ, છત્તીસગઢ-ડબલ્યુઆર ટ્રાન્સમિશન લિમિટેડ અને (૫) અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (એઈએમએલ) છે. 

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) અને અદાણી ઈન્ટરનેશનલ કન્ટેઈનર ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ પણ આઉટલૂક સ્ટેબલથી નેગેટીવ કરાયાનું મૂડીઝે જણાવ્યું છે. ફિચ રેટિંગ્સ દ્વારા પણ અદાણી ગુ્રપની છ કંપનીઓ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ), અદાણી એનજીૅ સોલ્યુશન્સ(એઈએસએલ), અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ (એઈએમએલ) અને ઓર્થ ક્વિન્સલેન્ડ એક્ષપોર્ટ ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડના રૂપી અને ડોલર બોન્ડસ રેટીંગને વોચ નેગેટીવ કરાયા છે.

અદાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ રૂ.૩૭.૬૫ એટલે કે ૩.૨૩ ટકા ઘટીને રૂ.૧૧૨૮.૮૦, અદાણી ગ્રીન એનજીૅ લિમિટેડ રૂ.૬૮.૨૫ એટલે કે ૭.૦૫ ટકા તૂટીને રૂ.૮૯૯.૪૦, અદાણી એનજીૅ સોલ્યુશન્સ લિમિટેડ રૂ.૨૩.૭૦ એટલે કે ૩.૭૯ ટકા ઘટીને રૂ.૬૦૧.૧૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૭.૮૫ એટલે કે ૪.૭૮ ટકા ઘટીને રૂ.૨૧૪૯.૮૦, અદાણી પાવર રૂ.૯.૧૦ એટલે કે ૨.૦૪ ટકા ઘટીને રૂ.૪૩૭.૭૫, અદાણી ટોટલ ગેસ રૂ.૨૧.૦૫ એટલે કે ૩.૫૦ ટકા ઘટીને રૂ.૫૭૯.૭૦, અદાણી વિલમર રૂ.૭.૨૫ એટલે કે રૂ.૨.૪૪ ટકા ઘટીને રૂ.૨૯૦.૩૫, એસીસી રૂ.૨૬.૯૦ એટલે કે ૧.૨૬ ટકા ઘટીને રૂ.૨૧૧૫.૯૫, અંબુજા સિમેન્ટ રૂ.૧૧.૬૫ એટલે કે ૨.૩૧ ટકા ઘટીને રૂ.૪૯૩.૪૫, એનડીટીવી રૂ.૧.૮૫ એટલે કે ૧.૧૧ ટકા ઘટીને રૂ.૧૬૪.૭૫ રહ્યા હતા.


Google NewsGoogle News