ટ્વીટરના શેરની કિંમત ઘટવાના પગલે શેરહોલ્ડર્સે એલોન મસ્ક સામે નોંધાવી ફરિયાદ
પ્રિટોરિયા, તા. 27 મે 2022 શુક્રવાર
ટ્વીટર પર તકરાર વધતી જઈ રહી છે. ગુરૂવારે ટ્વીટરના પૂર્વ સીઈઓ જૈક ડોર્સીએ બોર્ડ મેમ્બરમાંથી રાજીનામુ આપી દીધુ. બીજી તરફ શેરહોલ્ડર્સે એલોન મસ્ક વિરુદ્ધ કેસ કર્યો છે. શેરહોલ્ડર્સનો આરોપ છે કે એલોન મસ્કે ટ્વીટરના શેરની કિંમત જાણીજોઈને ઘટાડી છે.
આનાથી તેમને 44 અરબ ડોલરની ડીલ માટે બચવાની તક મળી જાય અથવા તેઓ ટ્વીટર ડીલની કિંમત ઓછી કરાવી શકે. એલોન મસ્ક પર આરોપ લગાવાયો છે કે તેમણે ટ્વીટ કરીને આ ડીલ પર શંકા વ્યક્ત કરી છે. જેના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભાવમાં ઘટાડો આવ્યો છે.
શુ છે સમગ્ર કેસ?
બુધવારે શેરહોલ્ડર્સ તરફથી આ મામલે ફરિયાદ નોંધાવાઈ છે. મસ્ક પર કેસ William Heresniak એ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યુ કે મસ્કે એપ્રિલના અંતમાં ટ્વીટર ડીલને નેગોશિએટ કરી હતી. આ ડીલને માત્ર શેરહોલ્ડર્સ અને રેગ્યુલેટર્સની મંજૂરી જોઈએ અને આ માટે 24 ઓક્ટોબર સુધીનો સમય હતો.
નોંધાયેલા કેસ અનુસાર મસ્કને જાણ હતી કે કેટલાક ટ્વીટર એકાઉન્ટ્સ સોફ્ટવેર સાથે કંટ્રોલ થાય છે. આ વિશે તેમણે ડીલ પહેલા પણ ટ્વીટ કરી હતી. આ તમામ બાદ પણ તેમણે ટ્વીટ કરી અને નિવેદન આપ્યા, જેના કારણે કંપનીના શેર ઘટી ગયા.
ગયા અઠવાડિયે એલોન મસ્કે ટ્વીટ કરી હતી કે ટ્વીટર ડીલ ત્યાં સુધી હોલ્ડ રહેશે જ્યાં સુધી તેમને સ્પેમ એકાઉન્ટ્સના નંબરને લઈને પ્રૂફ મળી જતુ નથી.
જે બાદ મસ્ક અને ટ્વીટર સીઈઓ પરાગ અગ્રવાલની વચ્ચે ચર્ચા પણ થઈ હતી. જોકે તે બાદ એલોન મસ્કે કહ્યુ હતુ કે જ્યાં સુધી પરાગ અગ્રવાલ એ પ્રૂફ કરી દેતા નથી કે ટ્વીટર માત્ર 5 ટકા બોટ્સ કે સ્પેમ એકાઉન્ટ છે. ત્યાં સુધી આ ડીલ હોલ્ડ પર રહેશે.
એપ્રિલમાં શરૂ થઈ ડીલ
ટ્વીટર પર અથડામણ બોટ્સને લઈને પણ વધી છે. એલોન મસ્કે ગયા મહિને એપ્રિલની શરૂઆતમાં ટ્વીટરમાં 9.2 ટકા સ્ટેક ખરીદ્યા હતા, જે બાદ કંપનીએ તેમને બોર્ડમાં સામેલ થવાની ઓફર આપી હતી. જોકે મસ્કે બોર્ડમાં સામેલ થવાથી ઈનકાર કરી દીધો. બાદમાં તેમણે ટ્વીટરને ખરીદવા માટે 44 અરબ ડોલરમાં ડીલ કરી. આ ડીલ બાદ થી જ ધીરે-ધીરે ટ્વીટર પર તકરાર વધી.
મે ની શરૂઆતમાં કંપની તરફથી SECને આપવામાં આવેલી જાણકારીમાં જણાવ્યુ કે પ્લેટફોર્મ પર માત્ર 5 ટકા જ બોટ કે સ્પેમ એકાઉન્ટ છે. જે બાદ એલોન મસ્કે કહ્યુ બોટ્સને લઈને ટ્વીટર પર નિશાન સાધ્યુ અને ડીલને ટેમ્પરરી હોલ્ડ કરી દીધી. મસ્ક અને ટ્વીટર સીઈઓ પરાગ અગ્રવાલની વચ્ચે થયેલી ચર્ચા બાદ મસ્કે ડીલને હોલ્ડ કરી દીધી છે.