Get The App

શેરબજારે રચ્યો ઈતિહાસ, નિફ્ટી રેકોર્ડ સ્તરે ખુલીને પહેલીવાર 22,248 પર પહોંચ્યું

- BSE સેન્સેક્સ 210.08 પોઈન્ટ અથવા 0.29%ના ઊંચાઈ સાથે 73,267 પર ખુલ્યો

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
શેરબજારે રચ્યો ઈતિહાસ, નિફ્ટી રેકોર્ડ સ્તરે ખુલીને પહેલીવાર 22,248 પર પહોંચ્યું 1 - image


નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવાર

Stok Market Opening : શેરબજાર માટ આજનો દિવસ ઐતિહાસિક છે. શેરબજારમાં નવો રેકોર્ડ હાઈ બન્યો છે અને નિફ્ટી પહેલીવાર 22,248ના આ ઊંચા લેવલ પર ઓપન થયુ છે. પીએસયુ બેંકો અને ઓટોની તેજીના દમ પર શેર બજારને સપોર્ટ મળ્યો છે અને બેંક શેર પણ ઉડાન ભરી રહ્યા છે. આઈટી અને મીડિયા શેરમાં ઘટાડો નોંધાયો છે. પીએસયુ કંપનીઓના શેરમાં ઉછાળો યથાવત છે અને તેની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોની મજબૂતાઈ પણ ભારતીય શેરબજારનો ઉત્સાહ વધારી રહ્યા છે.

બજારની શાનદાર ઓપનિંગ

એનએસઈનો નિફ્ટી રેકોર્ડ હાઈ લેવલ પર ઓપન થયો છે અને પહેલીવાર તે 51.90 પોઈન્ટ અથવા 0.23%ની તેજી સાથે 22,248 પર ખુલ્યો છે. BSE સેન્સેક્સ 210.08 પોઈન્ટ અથવા 0.29%ના ઊંચાઈ સાથે 73,267 પર ખુલ્યો છે.

નિફ્ટીના શેરોની તસવીર

નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 19 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એડવાન્સ ડેક્લાઈનની વાત કરીએ તો NSE પર વધતા શેરોમાં 1478 શેર છે અને ઘટી રહેલા શેરમાં 652 શેર છે. NSE પર હાલમાં 2215 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે જેમાંથી 68 શેરમાં અપર સર્કિટ જોવા મળી રહી છે અને 107 શેર તેમની 52 સપ્તાહના હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યા છે.

સેન્સેક્સના શેરની સ્થિતિ

સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 16 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે  જેએસડબલ્યુ સ્ટીલ ટોપ ગેનર રહ્યું છે.

બજારના માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો

બજારમાં બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે વધીને 3.92 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

બેંક નિફ્ટીમાં જોરદાર ઉછાળો

બેંક શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે તે 47363 ના સ્તર પર પહોંચી ગયો છે. હાલમાં તે 180 પોઈન્ટ વધીને 47277ના લેવલ પર છે. બેંક નિફ્ટીના 12માંથી 8 શેર ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે અને ICICI બેંક 1.23 ટકા વધીને ટોપ ગેઈનર છે.


Google NewsGoogle News