ભારતીય શેરબજાર દેશના અર્થતંત્ર કરતા આગળ નીકળ્યું, BSEનું બજાર મૂલ્ય 4.1 ટ્રિલિયનને પાર

ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બન્યું

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ભારતીય શેરબજાર દેશના અર્થતંત્ર કરતા આગળ નીકળ્યું, BSEનું બજાર મૂલ્ય 4.1 ટ્રિલિયનને પાર 1 - image


Share Market  : ભારતીય શેરબજારે એક નવો માઈલસ્ટોન સિદ્ધ કર્યો છે. ગઈકાલે BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યું હતું. આ સપાટી ઝડપથી વધતી જોવા મળી અને 4.1 ટ્રિલિયન ડોલર એટલે કે 330 લાખ કરોડ થઇ ગઈ છે.  જો આ આંકડા પર નજર કરીએ તો તે ભારતના GDP કરતા પણ વધુ છે. 

ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બન્યું

4 ટ્રિલિયન ડોલરથી વધારે કેપ સાથે ભારતીય શેરબજાર દુનિયામાં પાંચ નંબરનું સેન્સેક્સ બની ગયું છે. પ્રથમ ચાર નંબર પર ક્રમશ અમેરિકા,ચીન, જાપાન અને હોંગકોંગની શેરબજાર સ્થાન ધરાવે છે. પાછળના બે વર્ષમાં ભારતીય શેરબજાર ઝડપથી ગતિ કરી રહ્યું છે અને ઓછા સમયમાં આ એક નવો મુકામ હાંસલ કર્યો છે.

દેશ
માર્કેટ વેલ્યુ 
અમેરિકા
48 ટ્રિલિયન ડોલર
ચીન 
10.7 ટ્રિલિયન ડોલર
જાપાન
5.5 ટ્રિલિયન ડોલર
હોંગકોંગ   
4.7 ટ્રિલિયન ડોલર
ભારત 
4.1 ટ્રિલિયન ડોલર

20 વર્ષમાં BSEની માર્કેટ વેલ્યુમાં 33 ગણો વધારો

છેલ્લા 20 વર્ષમાં BSEની માર્કેટ વેલ્યુમાં 33 ગણો વધારો જોવા મળ્યો છે, સપ્ટેમ્બર 2003માં 10 લાખ કરોડ રૂપિયા હતો. બીજી તરફ, શેરબજારના બીજા ઇન્ડેક્સ નિફ્ટી-50એ પણ આ વર્ષે નવા રેકોર્ડ બનાવ્યા અને સપ્ટેમ્બર 2023માં 20,000નો આંકડો પાર કર્યો હતો.


Google NewsGoogle News