Get The App

ભારતના ધનિકોની યાદીમાં પહેલીવાર કિંગ ખાનનો સમાવેશ, જાણો કઈ કઈ સેલેબ્રિટીને મળ્યું સ્થાન

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
shahrukh khan

Image:: IANS



Shah Rukh Khan Networth: બોલિવુડનો બેતાજ બાદશાહ શાહરૂખ ખાન પ્રથમ વખત હુરૂન ઈન્ડિયાની ધનિકોની યાદી (Hurun India Rich List 2024)માં સ્થાન મેળવ્યું છે. 58 વર્ષીય ખાન રૂ. 7300 કરોડની નેટવર્થ ધરાવે છે. આ યાદીમાં કિંગ ખાન ઉપરાંત સાત અન્ય બિઝનેસમેનની એન્ટ્રી થઈ છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચીલીઝ એન્ટરટેનમેન્ટની સફળતાના પગલે કિંગ ખાનની નેટવર્થમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે, ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ફરી પાછા પ્રથમ ક્રમે પહોંચ્યો છે. મુકેશ અંબાણી બીજા ક્રમે છે.

ઋતિક રોશન પણ ધનિકોની યાદીમાં સામેલ

શાહરૂખ ખાન બાદ આ યાદીમાં રૂ. 4600 કરોડની નેટવર્થ સાથે અભિનેત્રી જૂહી ચાવલા છે. આ બંને બિઝનેસ પાર્ટનર છે. જૂહી ચાવલા કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર છે. તદુપરાંત અભિનેતા ઋતિક રોશ પણ એથલેટિક કંપની એચઆરએક્સના કારણે રૂ. 2000 કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. 

આ પણ વાંચોઃ મહિલાઓ માટેની આ સરકારી રોકાણ સ્કીમ થોડાક મહિનામાં જ બંધ થશે, આ રીતે રોકાણ કરી લાભ મેળવો

અમિતાભ બચ્ચન એન્ડ ફેમિલી અને કરન જોહર ચોથા અને પાંચમા ક્રમે છે. અમિતાભ બચ્ચન એન્ડ ફેમિલીની નેટવર્થ રૂ. 1600 કરોડ અને ધર્મા પ્રોડક્શન્સના માલિક કરન જોહરની સંપત્તિ રૂ. 1400 કરોડ થઈ છે.

દેશના ટોચના ધનિકો

હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટમાં ગૌતમ અદાણી રૂ. 11.61 લાખ કરોડ સાથે પ્રથમ ક્રમે છે. મુકેશ અંબાણી 10.14 લાખ કરોડ સાથે બીજા ક્રમે, શીવ નાદર 3.14 લાખ કરોડ સામે ત્રીજા ક્રમે, સાયરસ પુનાવાલા 2.89 લાખ કરોડ સાથે ચોથા ક્રમે અને દિલિપ સંઘવી રૂ. 2.49 લાખ કરોડ સાથે પાંચમા ક્રમે છે. 


ભારતના ધનિકોની યાદીમાં પહેલીવાર કિંગ ખાનનો સમાવેશ, જાણો કઈ કઈ સેલેબ્રિટીને મળ્યું સ્થાન 2 - image


Google NewsGoogle News