SGX NIFTY આજથી GIFT NIFTY તરીકે ઓળખાશે, તેનું ઓફિસ પણ સિંગાપોર નહીં હવે ગુજરાતમાં
ગુજરાતનું GIFT CITY બનશે નવું નાણાકીય હબ
GIFT NIFTYના વેપાર માટે બે ટ્રેડિંગ સેશન નક્કી કરવામાં આવ્યા
ભારતમાં વૈશ્વિક વેપારમાં આજથી કેટલાક મોટો ફેરફાર થઈ રહ્યા છે. હવે SGX NIFTY, જે શેરબજારની શરૂઆતનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે જાણીતું છે, તેને નવા નામ GIFT NIFTY તરીકે નામનામાં મેળવશે. આજથી શરૂ થયેલા GIFT NIFTYના વેપારની વાત કરીએ તો તેના હેઠળ બે ટ્રેડિંગ સેશન નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ભારતીય સમય મુજબ સવારે 6.30 થી બપોરે 3.40 સુધી અને બીજો સાંજે 5 થી રાતે 2.45 સુધી ચાલશે.
GIFT NIFTY (@NSEIXGiftNifty) starts trading today, in the presence of Shri. @AshishChauhan - MD & CEO, NSE and Shri. Balasubramaniam V (@balav1971) - MD & CEO, NSE IX (@nse_ix).#GiftNifty #NSEIX pic.twitter.com/VoaqvVljFm
— NSE IX Gift Nifty (@NSEIXGiftNifty) July 3, 2023
ગુજરાતનું 'GIFT CITY' નવું નાણાકીય હબ
GIFT NIFTY ની શરૂઆત સાથે સમગ્ર બેઝને સિંગાપોર એક્સચેન્જમાંથી NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જમાં ગાંધીનગર ગુજરાતમાં ખસેડવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગુજરાતના ગિફ્ટ સિટીને નવા નાણાકીય હબ તરીકે જોવામાં આવી રહ્યું છે.
SGX Nifty પર ટ્રેડિંગ બંધ
આ ફેરફારના અમલીકરણ સાથે, SGX Nifty પર ટ્રેડિંગ બંધ થઈ ગયું. સાથે તેને સિંગાપોર એક્સચેન્જમાંથી પણ હટાવી દેવામાં આવશે. GIFT Nifty50 ઉપરાંત, NSE IX પર GIFT Nifty બેંક, GIFT Nifty ફાઇનાન્શિયલ સર્વિસિસ અને GIFT Nifty ITના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ છે.
રોકાણકારોને ટેક્સમાં મળશે રાહત
NSE IX SEZ એટલે કે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં છે, જેના કારણે રોકાણકારોને તેમાં વેપાર કરવા પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સમાંથી રાહત મળે છે. દેશની બહાર રહેતા ભારતીયો અને ત્યાંથી કામ કરતી ભારતીય કંપનીઓને અહીં ટ્રેડિંગ પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. વેપારીઓના જણાવ્યા મુજબ, હવેથી તમામ પ્રકારના સેટલમેન્ટ NSE ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરમાં શિફ્ટ થશે.
ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ
NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી બાલાસુબ્રમણ્યમને ધ્યાને લઈ એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ પહેલીવાર હશે જ્યારે ભારતને કોઈ આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ મળશે. પહેલા તેને ભારતની બહાર નિકાસ કરવી પડતી હતી.