Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82222થી 83111 વચ્ચે અથડાશે

- નિફટી ૨૫૨૨૨ થી ૨૫૪૪૪ વચ્ચે અથડાશે

- જો ચાઈના મેગા પેકેજ જાહેર કરે છે, તો અત્યારે ભારતીય શેર બજારોમાંથી ઉચાળા ભરી રહેલા વિદેશી રોકાણકારોની વેચવાલી વધુ આક્રમક બનશે

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 82222થી 83111 વચ્ચે અથડાશે 1 - image


મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ઈઝરાયેલ દ્વારા ગમે તે ઘડીએ ઈરાનને મિસાઈલ હુમલાનો વળતો પ્રહાર કરીને જવાબ આપવાની અટકળો અને હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલ સાથે યુદ્વ વિરામની આજીજી વચ્ચે યુદ્વ સમાધાન તરફ આગળ વધી રહ્યું હોવાના અહેવાલો અને ઈરાન પાસે પણ અણુ બોમ્બની તાકત હોવાના અને એના પરિણામે બન્ને દેશો વચ્ચે ન્યુક્લિયર યુદ્વની શકયતા નહીં હોઈ વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવ તૂટવા સાથે શેર બજારોમાં રિકવરી જોવાઈ હતી. પરંતુ ચાઈનામાં તાજેતરમાં રાહત-સ્ટીમ્યુલસ પેકેજ બાદ વધુ મેગા સ્ટીમ્યુલસ પેકેજ આવશ્યક હોવાની બજારોની માંગ વચ્ચે સપ્તાહના અંતે નિર્ણયની અપેક્ષા વચ્ચે ચાઈનાના બજારો ડામાડોળ ફંગોળાતી ચાલ બતાવી છે. જો ચાઈના મેગા પેકેજ જાહેર કરે છે, તો અત્યારે ભારતીય શેર બજારોમાંથી ઉચાળા ભરી રહેલા ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની વેચવાલી વધુ આક્રમક બનવાની શકયતા રહેશે. જ્યારે બીજી તરફ લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીના જોરે બજાર આંચકા પચાવીની સ્થિર થવા મથી રહ્યું હોવા છતાં રોકાણકારોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. જીઓપોલિટીકલ ડેવલપમેન્ટ, ચાઈનાના સંભવિત પેકેજ અને કોર્પોરેટ પરિણામો પર નજરે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૮૨૨૨૨થી ૮૩૧૧૧ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૫૨૨૨થી ૨૫૪૪૪ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે.

અર્જુનની આંખે: Ramco Industries Ltd.

બીએસઈ(૫૩૨૩૬૯), એનએસઈ(RAMCOIND) લિસ્ટેડ રૂ.૧ પેઈડ-અપ, એક અબજ ડોલરના સિમેન્ટ, ડ્રાય વોલ અને સીલિંગ પ્રોડક્ટસ, રૂફિંગ પ્રોડક્ટસ, કોટન યાર્ન, સર્જિકલ કોટન અને કોમ્પ્યુટર સોફટવેરમાં બિઝનેસ ધરાવતા એક અબજ અમેરિકી ડોલરના રામકો ગુ્રપની કંપની, વર્ષ ૧૯૯૪માં ૧:૧ શેર બોનસ, વર્ષ ૨૦૦૯માં ૧:૧ શેર બોનસ આમ બે બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૮૮.૩૩  ટકા બોનસ ઈક્વિટી ધરાવતી,  રામકો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RAMCO INDUSTRIES LTD.), સાઉથ એશીયામાં૧૨ પ્લાન્ટો, ૮૦૦૦ મજબૂત પાર્ટનરનું નેટવર્ક ધરાવતી કંપની સાઉથ એશીયામાં બિલ્ડિંગ મટીરિયલોના અગ્રણી મેન્યુફેકચરરોમાં એક તેમ જ કંપની યાર્ન મેન્યુફેચરીંગ તેમ જ પવન ઊર્જા ક્ષેત્રે સક્રિય છે.

શેર દીઠ રૂ.૫૪૧ ઈન્વેસ્ટમેન્ટ મૂલ્ય :

ગુ્રપ કંપની રામકો સિમેન્ટસ લિમિટેડમાં કંપની ૨૧.૩૬ ટકા શેર હોલ્ડિંગ એટલે કે ૫,૦૪,૭૫,૭૯૫ શેરો ધરાવે છે. જે શુક્રવાર ૧૧,ઓકટોબર ૨૦૨૪ના ભાવ શેર દીઠ રૂ.૮૬૦.૮૫ ભાવ મુજબ આ રોકાણનું બજાર મૂલ્ય અત્યારે રૂ.૪૩૪૫.૨૦ કરોડ થાય છે, જ્યારે અન્ય લિસ્ટેડ ગુ્રપ કંપની રામકો સિસ્ટમ્સ લિમિટેડમાં કંપની પ્રમોટર તરીકે ૧૯.૨૦ ટકા શેર હોલ્ડિંગ એટલે કે ૭૧,૦૯,૭૧૧શેરો ધરાવે છે, જેનું શેર દીઠ રૂ.૩૯૮.૫૦ ભાવ મુજબ બજાર મૂલ્ય રૂ.૨૮૩.૩૨ કરોડનું થાય છે. અન્ય ગુ્રપ કંપની રાજાપલ્લયમ મિલ્સ લિમિટેડમાં કંપની ૧.૭૩ ટકા શેર હોલ્ડિંગ એટલે કે ૧,૫૯,૨૦૦ શેરો ધરાવે છે, જેનું શેર દીઠ રૂ.૯૦૮.૮૦ ભાવ મુજબ બજાર મૂલ્ય રૂ.૧૪.૪૬ કરોડનું થાય છે. આ ત્રણ કંપનીઓમાં મળીને રામકો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ રૂ.૪૬૪૨.૯૮ કરોડનું રોકાણ મૂલ્ય ધરાવે છે. આ ઉપરાંત કંપની ૩૧, માર્ચ ૨૦૨૪ મુજબ ક્વોટેડ અને અનક્વોટેડ મ્યુચ્યુઅલ ફંડ ઈક્વિટીમાં રોકાણ રૂ.૮૧ કરોડ અને અન્ય અનક્વોટેડ રોકાણ રૂ.૩.૭૦ કરોડ મળીને કુલ કંપનીનું ઈન્વેસ્ટમેન્ટ મૂલ્ય રૂ.૪૭૦૦ કરોડ જેટલું છે. જેનું રામકો ઈન્ડસ્ટ્રીઝની ઈક્વિટી મુજબ શેર દીઠ ઈન્વેસ્ટમેન્ટ બુક વેલ્યુ રૂ.૫૪૧ થાય છે.

મેન્યુફેકચરીંગ સવલતો :

વર્ષ ૧૯૬૭માં અરાક્કોનમ-તમિલ નાડુમાં રૂફિંગ સીટ્સ મેન્યુફેકચરીંગનો પ્રથમ પ્લાન્ટ સ્થાપનાર રામકો અત્યારે ભારતમાં ઉચ્ચ ગુણવતાની ફાઈબર સિમેન્ટ રૂફિંગ શીટ્સના મેન્યુફેકચરીંગ સહિત બિલ્ડિંગ પ્રોડક્ટસ માટેના ૧૦ આધુનિક પ્લાન્ટોમાં મળીને વાર્ષિક ૧૦ લાખ ટનની એક્ત્રિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જેમાં ગંગાઈકોન્ડન-તમિલ નાડુ, કરૂર-કર્ણાટક, માક્સી-મધ્ય પ્રદેશ, સિલ્વાસા-કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, ખડગપુર-પશ્ચિમ બંગાળ, વિજયવાડા-આંધ્ર પ્રદેશ, અંજાર-ગુજરાત, બિહિયા-બિહારનો સમાવેશ છે. કંપની ભારતમાં ફાઈબર સિમેન્ટ શીટ્સની વાર્ષિક સાત લાખ ટનથી વધુ ક્ષમતા ધરાવે છે. કંપનીએ જાપાનની એ એન્ડ એ કોર્પોરેશન પાસેથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્સેટાઈલ બિલ્ડિંગ મટીરિયલ રામકો હાઈલક્સ કેલ્શિયમ સિલિકેટ બોર્ડ દાખલ કર્યા છે. આ બોર્ડસ પરંપરાગત બિલ્ડિંગ મટિરીયલ્સ જેવા કે જીપ્સમ બોર્ડસ, પ્લાયવૂડ અને પ્લાસ્ટર ઓફ પેરિસનું આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્થાન લઈ રહ્યા છે. કંપની ૧૫ વિન્ડ મિલો થકી ૧૬.૭૩ મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

બોનસ : વર્ષ ૧૯૯૪માં ૧:૧, વર્ષ ૨૦૦૯માં ૧:૧ શેર બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૮૮.૩૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.

ડિવિડન્ડ :  વર્ષ ૨૦૧૮માં ૫૦ ટકા, વર્ષ ૨૦૧૯માં ૫૦ ટકા, વર્ષ ૨૦૨૦માં ૫૦ ટકા, વર્ષ ૨૦૨૧માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૭૫ ટકા

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧ની રૂ.૪૨૮, માર્ચ ૨૦૨૨ના રૂ.૪૩૪, માર્ચ ૨૦૨૩ની રૂ.૪૪૮, માર્ચ ૨૦૨૪ની રૂ.૪૬૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ની રૂ.૪૮૩

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૧૫૧૬ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૧૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૩  કરોડ નોંધાવી ઈપીએસ રૂ.૧૨.૬૭ હાંસલ કરી છે. 

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૪ થી જૂન૨૦૨૪ : ચોખ્ખી આવક ૧૨ ટકા વધીને રૂ.૫૪૬  કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૨૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૦ કરોડ મેળવીને ઈપીએસ રૂ.૪.૭૨ હાંસલ કરી  છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :  અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૭૫૦ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૫૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩૧.૨૫ કરોડ મેળવીને ઈપીએસ રૂ.૧૫ અપક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ૫૪.૮૧ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ ધરાવતી (૩) કુલ ઈક્વિટીમાં ૮૮.૩૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૪) ગુ્રપ કંપનીઓના શેરોમાં રૂ.૪૬૪૩ કરોડનું વર્તમાન રોકાણ મૂલ્ય અને અન્ય ક્વોટેડ અને અનક્વોટેડ રોકાણ મળીને ે કુલ રૂ.૪૭૦૦ કરોડ જેટલા ઈન્વેસ્ટમેન્ટ મૂલ્યનું કંપનીની ઈક્વિટી મુજબ શેર દીઠ રૂ.૫૪૧ ઈન્વેસ્ટમેન્ટ મૂલ્ય ધરાવતી(૫) પૂર્ણ વર્ષ ૨૦૨૪-૨૫ની અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૧૫, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૮૩  સામે શેર અત્યારે ૧૧, ઓકટોબર ૨૦૨૪ના શુક્રવારે બીએસઈ પર રૂ.૨૩૧.૪૦  ભાવે ઉદ્યોગના સરેરાશ ૩૩ના પી/ઈ સામે(એનએસઈ પર રૂ.૨૩૪.૨૦) ૧૫ના પી/ઈએ અને શેર દીઠ રૂ.૫૪૧ના રોકાણ મૂલ્યના ૪૩ ટકા મૂલ્ય પર ઉપલબ્ધ છે.

Sensex

Google NewsGoogle News