સેન્સેક્સ 427 પોઈન્ટ ગબડી 79942 : સ્મોલ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ
- નિફટી ૧૨૬ પોઈન્ટ ઘટીને ૨૪૨૩૦ : બેંકિંગ શેરોમાં ફંડો ઉછાળે વેચવાલ
- એશીયા, યુરોપના દેશોના બજારોમાં નરમાઈ : FPIs/FIIની રૂ.૪૬૧૪ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી
મુંબઈ : સંવત ૨૦૮૦ પૂરું થવામાં છે, ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત વેચીને થઈ રહેલી એક્ઝિટના પરિણામે બજારમાં વિશ્વાસ ડગમગવા લાગી આજે ફંડો સાથે મહારથીઓએ ફરી બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઉછાળે વેચવાલ બનતાં અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી તેમ જ કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં પણ તેજીનો વેેપાર હળવો કરતાં સેન્ટીમેન્ટ ખરડાયું હતું. ગુગલની પેરન્ટ આલ્ફાબેટની કામગીરી પાછળ ગઈકાલે નાસ્દાક શેર બજારમાં તેજી અને ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહને નબળું પાડયા બાદ યુદ્વ વિરામના સંકેત છતાં આજે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈ પાછળ શેરોમાં સાવચેતીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર ફરી ઘટી આવ્યું હતું. જો કે સ્મોલ કેપ શેરોમાં આજે ફરી ઓપરેટરો, લોકલ ફંડોનું ઘણા શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતુું. આ સાથે કેપિટલ ગુડઝ શેરો તેમ જ એફએમસીજી શેરોમાં આકર્ષણે મોટું ધોવાણ અટક્યું હતું. સેન્સેક્સ ૪૨૬.૮૫ પોઈન્ટ ગબડીને ૭૯૯૪૨.૧૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૨૬ પોઈન્ટ ઘટીને ૨૪૩૪૦.૮૦ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક, એક્સિસ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં ઘણા શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૧૩૧૨.૨૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૩.૨૫ ઘટીને રૂ.૧૭૩૬.૫૦, બેંક ઓફ બરોડા રૂ.૩.૨૫ ઘટીને રૂ.૨૫૧.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૮૨૨.૪૦, એક્સિસ બેંક રૂ.૧૩.૪૫ ઘટીને રૂ.૧૧૭૨.૫૫, એચડીએફસી બેંક રૂ.૧૬ ઘટીને રૂ.૧૭૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૧૯.૦૪ પોઈન્ટ ઘટીને ૫૯૦૫૦.૦૯ બંધ રહ્યો હતો.
આલ્ફાબેટના પરિણામે નાસ્દાકમાં તેજી છતાં આઈટી શેરોમાં સાસ્કેન, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનો ઘટયા
ગુગલની કંપની આલ્ફાબેટના પરિણામ ગઈકાલે સારા આવતાં અમેરિકી શેર બજાર નાસ્દાકમાં તેજી છતાં અમેરિકા અને ચાઈનાની ટેકનોલોજી ક્ષેત્રે સુપિરીયર બનવાની હોડને લઈ હરિફાઈ વચ્ચે આજે આઈટી-ટેકનોલોજી શેરોમાં વેચવાલી રહી હતી. સાસ્કેન રૂ.૩૭.૧૫ ઘટીને રૂ.૧૬૯૪.૯૦, ઈન્ફોસીસ રૂ.૩૭ ઘટીને રૂ.૧૮૦૧.૭૫, આરસિસ્ટમ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૪૭૮.૨૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૨.૫૦ ઘટીને રૂ.૧૮૫૦, પર્સિસ્ટન્ટ રૂ.૫૭.૦૫ ઘટીને રૂ.૫૬૧૫, એલટીટીએસ રૂ.૫૦.૩૦ ઘટીને રૂ.૫૧૫૦, ટેક મહિન્દ્રા રૂ.૧૧ ઘટીને રૂ.૧૬૮૪.૮૦, એમ્ફેસીસ રૂ.૧૬ ઘટીને રૂ.૩૦૦૫.૧૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં સતત તેજી : રેલ વિકાસ રૂ.૨૭ વધીને રૂ.૪૬૬ : પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, ટીમકેન ઉછળ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોની સિલેક્ટિવ સતત તેજી રહી હતી. રેલ વિકાસ રૂ.૨૬.૮૦ વધીને રૂ.૪૬૫.૬૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૬.૨૫ વધીને રૂ.૭૨૬.૯૫, ટીમકેન રૂ.૧૧૨.૩૫ વધીને રૂ.૩૪૧૫, ભારત ફોર્જ રૂ.૩૪.૭૦ વધીને રૂ.૧૪૧૮.૩૫, ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૫૧ વધીને રૂ.૨૧૬૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૮.૬૦ વધીને રૂ.૧૩૯૮.૬૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૦.૭૦ વધીને રૂ.૬૦૫.૫૦ રહ્યા હતા.
રિલાયન્સ એક્સ-બોનસ મજબૂત : એચપીસીએલ, ઓએનનજીસી, પેટ્રોનેટ એલએનજીમાં પ્રોફિટ બુકિંગ
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે સાધારણ મજબૂત રહેતાં ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. એચપીસીએલ રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૩૭૭.૫૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૭.૯૦ ઘટીને રૂ.૪૭૧.૩૦, ઓએનજીસી રૂ.૩.૩૦ ઘટીને રૂ.૨૬૧.૮૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૩૫ ઘટીને રૂ.૩૩૧, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૪૫ ઘટીને રૂ.૨૦૩.૮૦ રહ્યા હતા. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક્સ-બોનસ થઈ આજે રૂ.૫ વધીને રૂ.૧૩૪૩.૯૫ રહ્યો હતો.
સ્મોલ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ : મિડ કેપમાં વેચવાલી : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૮૫૭ શેરો પોઝિટીવ બંધ
સંવત ૨૦૮૦ના અંતની તૈયારી સાથે પાછલા દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓવર વેલ્યુએશને અનેક શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં ભાવો ૩૦થી ૩૫ ટકા ઘટી આવતાં અને હવે આ પૈકી કેટલાક શેરો સારા વેલ્યુએશને મળી રહ્યા હોઈ લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વેલ્યુબાઈંગ વધારતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત મિડ કેપ શેરોમાં આજે વેચવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૮૯થી વધીને ૨૮૫૭ રહી હતી. જ્યારે ઘટનારની સંખ્યા ૧૬૭૯થી ઘટીને ૧૦૭૫ રહી હતી.
FPIs/FIIની રૂ.૪૬૧૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૫૧૮ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૪૬૧૩.૬૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આજે રૂ.૪૫૧૮.૨૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૩,૫૯૪.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૦૭૫.૭૮ કરોડની વેચવાલી કરી હતી.