Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78333 ઉપર બંધ થતાં 79111 જોવાશે

- નિફટી ૨૩૭૭૭ ઉપર બંધ થતાં ૨૪૧૧૧ જોવાશે

- નિફટીમાં ૨૩૨૨૨ અને સેન્સેક્સમાં ૭૬૬૬૬ સપોર્ટ

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78333 ઉપર બંધ થતાં 79111 જોવાશે 1 - image


મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે. અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ઉચાળા ભરીને ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા. પરંતુ સપ્તાહના અંતે ટ્રમ્પની ચાઈના વિરોધી નીતિ અને ખાતાકીય ફાળવણીમાં કટ્ટરતા જોવા મળતાં ફરી એડવાન્ટેજ ઈન્ડિયા બનવાના વિદેશી બ્રોકિંગ હાઉસોએ સંકેત આપી પરિસ્થિતિને કાબૂ બહાર જતી અટકાવી છે. 

મહારાષ્ટ્રમાં ચૂંટણી નિમિતે બુધવારે શેર બજારો બંધ રહેશે : તેજીના ફૂંફાળાની શકયતા છતાં સાવચેતી જરૂરી

હવે એફપીઆઈઝની એક્ઝિટ ઈન્ડિયા અટકવાની અને ફરી ભારતીય બજારોમાં વેલ્યુબાઈંગ શરૂ થવાની શકયતા ચર્ચાવા લાગી છે. અલબત બજારના નિષ્ણાંતો હજુ પોઝિટીવ ડેવલપમેન્ટ છતાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી-પરિણામો નબળા હોવાથી અને આ પરિણામોની સ્થિતિ સુધરતાં ૬થી ૯ મહિના લાગી જવાની શકયતા બતાવી રહ્યા હોઈ શેરોમાં આગામી સપ્તાહમાં તેજીના સંભવિત મોટા ફૂંફાળામાં લલચાઈ ન જવાય એની પણ સાવચેતી રાખવી જરૂરી છે. શેરોમાં મોટી ખરીદીને બદલે આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં ટૂકડે ટૂકડે રોકાણની પસંદગી કરવી. હજુ ઓવર વેલ્યુએશન ધરાવતા શેરોમાં ઉછાળે શેરો ઓફલોડ થવાની પૂરી શકયતા છે આગામી સપ્તાહમાં ૨૦, નવેમ્બર ૨૦૨૪ના બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી હોવાથી બીએસઈ, એનએસઈ શેર બજારોમાં ટ્રેડીંગ બંધ રહેશે. જેથી ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૨૨૨ની ટેકાની સપાટીએ ૨૩૭૭૭ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૪૧૧૧ અને સેન્સેક્સ ૭૬૬૬૬ની ટેકાની સપાટીએ ૭૮૩૩૩ ઉપર બંધ થવાના સંજોગોમાં ૭૯૧૧૧ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : WHEELS INDIA LTD.

બીએસઈ(૫૯૦૦૭૩), એનએસઈ(WHEELS) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ચાર બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૮૩.૬૬ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, મજબૂત બોનસ ઉમેદવાર, વ્હીલ્સ ઈન્ડિયા  લિમિટેડ (WHEELS INDIA LTD.), ટીસીએફ ગુ્રપની કંપની એલ્યુમિનિયમ અને વાયર વ્હીલ્સમાં વિશ્વની સૌથી મોટી ઉત્પાદકોમાં એક છે. વર્ષ ૧૯૬૦માં સ્થાપના પછીથી કંપની વિશ્વ સ્તરીય નિર્માણ અને વિતરણ માટે એન્જિનિયરીંગ ક્ષમતાઓમાં સતત વધારો કરતી આવી છે. કંપનીના ઉત્પાદનોમાં બસ અને ટ્રક ચેસિઝ, સસ્પેન્શન પ્રોડક્ટસ, હાઈડ્રોલિક સિલિન્ડર્સ, કસ્ટમ-ફેબ્રિકેટેડ એસેમ્બલીઝ અને વિન્ડ ટર્બાઈન માટે પ્રીસિઝન કોમ્પોનન્ટસ સહિતનો સમાવેશ છે. કંપની ભારતમાં ૧૧ મેન્યુફેકચરીંગ પ્લાન્ટો ધરાવે છે. 

કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એન્જિનિયરો કંપનીની અત્યાધુનિક સુવિધાઓમાં અત્યાધુનિક ડિઝાઈન તૈયાર કરે છે. અદ્યતન લેબ્સનો ઉપયોગ કરીને આ એન્જિનિયરો આ ઉત્પાદનોનું નિર્માણ કરે છે. કંપની ૮૪થી વધુ આંતરરાષ્ટ્રીય પેટન્ટો ધરાવે છે. આ સાથે કંપની તેના વૈશ્વિક ગ્રાહકો માટે પુરસ્કાર વિજેતા ઉત્પાદનોનું સર્જન કરીને નવીનતા લાવવાનું ચાલુ રાખે છે.

વ્હીલ્સ ઈન્ડિયા સાથે સુંદરમ હાઈડ્રોલિક્સ લિ.નું અમાલ્ગમેશન : ૧, સપ્ટેમ્બર ૨૦૨૩ના વ્હીલ્સ ઈન્ડિયા લિમિટેડ સાથે સુંદરમ હાઈડ્રોલિક્સ લિમિટેડનું અમાલ્ગમેશન કરાયું હતું. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) દ્વારા આ મર્જરને ૨૬, જુલાઈ ૨૦૨૩ના મંજૂર કરાયું હતું. આ અમાલ્ગમેશનનો એક ઉદ્દેશ  શેર હોલ્ડરનું મૂલ્ય વધારવાનો હતો. મર્જરથી સ્પર્ધાત્મક સ્થિતિ સુધરવાની અને વાટાઘાટમાં મજબૂતી મળવાની અપેક્ષા છે. બીજું વૈવિધ્યીકૃત પ્રોડક્ટસ ઓફર કરીને  બિઝનેસમાં વૃદ્વિની શકયતા છે. જ્યારે ત્રીજું મર્જરથી ખર્ચમાં બચત થતાં નફાશક્તિમાં વૃદ્વિની અપેક્ષા છે.સુંદરમ હાઈડ્રોલિક્સ લિમિટેડ એ કન્સ્ટ્રકશન અને માઈનીંગ ઉદ્યોગો માટે હાઈડ્રોલિક સિલિન્ડરોનું નિર્માણ,ઉત્પાદન અને વિતરણ કરે છે. કંપની આ સિવાય ડમ્પ ટ્રકો માટે એક્ઝેલ શેફ્ટ્સ, વિન્ડ મિલ્સ માટે સિલિન્ડર્સ તેમ જ નિકાસ માટે સબ-કોન્ટ્રેકટેડ ખોદકામ કરનાર સિલિન્ડરોનું ઉત્પાદન કરે છે. 

ઉત્પાદનો : પેસેન્જર્સ, લાઈટ કાર્ગો વ્હીકલ્સ, ટ્રક, ટ્રેઈલર, બસ, એગ્રીકલ્ચર, ફાર્મા વ્હીકલ્સ, ડિફેન્સ વ્હીકલ્સ, ઓફ્ફ રોડ વ્હીકલ્સ માટે કંપનીના ઉત્પાદનોમાં વ્હીલ્સ, વ્હીકલ ચેસિઝ અને સસ્પેન્શન, ફેબ્રિકેટેડ અને પ્રીસિઝન પ્રોડક્ટસ, વિન્ડ એનજીૅ માટે પ્રોડક્ટસ, રેલવેઝ માટે પ્રોડક્ટસ, હાઈડ્રોલિક્ સિલિન્ડર્સ સહિતનો સમાવેશ છે.

વિસ્તરણ યોજના : કંપનીના મેનેજીંગ ડિરેકટર રામના ૨૯, ઓકટોબર ૨૦૨૪ના નિવેદન મુજબ ટ્રક, પેસેન્જર વાહનો માટે વ્હીલ્સ ઈન્ડિયા નિકાસ સેગ્મેન્ટમાં બજારની તકો જોયા બાદ આગામી બેથી ત્રણ વર્ષમાં તેના હાઈડ્રોલિક્સ બિઝનેસને બમણો કરવાની અપેક્ષા રાખે છે. હાઈડ્રોલિક્સ બિઝનેસનો વ્હીલ્સ ઈન્ડિયા લિમિટેડમાં હિસ્સો અત્યારે રૂ.૧૫૦ કરોડ જેટલો હોવાનું એમડી શ્રીવાસ્તવ રામે જણાવ્યું હતું. હાઈડ્રોલિક્સ બિઝનેસ માટે મોટી નિકાસ તકો રહેલી હોવાથી કંપની વૈશ્વિક જરૂરીયાતને પહોંચી વળવા વિસ્તરણ કરી રહી છે. કંપની યુરોપ અને નોર્થ અમેરિકામાં મેન્યુફેકચરરને સપ્લાયર છે. કંપનીને આગામી બેથી ત્રણ વર્ષમાં તેના હાઈડ્રોલિક્સ બિઝનેસને વર્તમાનમાં રૂ.૧૫૦ કરોડથી બમણો કરી શકવાનો વિશ્વાસ છે. કંપની તેની યોજના મુજબ ચાલુ વર્ષ માટે રૂ.૨૨૫ કરોડના મૂડી ખર્ચમાં આગળ વધી રહી છે. કંપની તેના વિન્ડમિલ કાસ્ટિંગ્સ, એગ્રીકલ્ચર વ્હીકલ્સ, કાસ્ટ એલ્યુમિનિયમ વ્હીલ્સ અને હાઈડ્રોલિક સિલિન્ડર્સ બિઝનેસના મશીનીંગનું વિસ્તરણ કરવાની યોજના છે. એલ્યુમીનિયમ વ્હીલ્સ સેગ્મેન્ટમાં કંપનીએ માસિક ઉત્પાદન ૨૫,૦૦૦ યુનિટથી વધારીને ૪૦,૦૦૦ યુનિટ કરી રહી છે.

પ્રોફિટ માર્જિનમાં વૃદ્વિ : આવકમાં નજીવા ઘટાડા છતાં કંપનીના ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા ત્રિમાસિક અને છમાસિકમાં ગ્રોસ પ્રોફિટ માર્જિન મજબૂત રહ્યું છે. સંપૂર્ણ વર્ષ ૨૦૨૩-૨૪માં પીબીટી(જીપીએમ) ૧.૩૪ ટકા નોંધાવેલું. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં પીબીટી(જીપીએમ) ૨.૫૨ ટકા અને બીજા ત્રિમાસિકમાં ૨.૬૪ ટકા હાંસલ કર્યું છે.

બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૮૨માં ૧:૨ શેર, વર્ષ ૧૯૮૮માં ૧:૨ શેર, વર્ષ ૧૯૯૭માં ૧:૧ શેર અને વર્ષ ૨૦૧૮માં ૧:૧ શેર બોનસ. આમ ચાર બોનસ ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૮૩.૬૬ ટકા બોનસ હિસ્સો ધરાવતી છે.

બુક વેલ્યુ :  માર્ચ ૨૦૨૧ના રૂ.૨૪૯, માર્ચ ૨૦૨૨ના રૂ.૨૯૦,  માર્ચ ૨૦૨૩ના રૂ.૩૦૫, માર્ચ ૨૦૨૪ની રૂ.૩૨૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૩૬૮

ડિવિડન્ડ :  વર્ષ ૨૦૨૦માં ૫૮ ટકા, વર્ષ ૨૦૨૧માં ૧૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૮૩ ટકા, વર્ષ ૨૦૨૩માં ૭૦ ટકા અને વર્ષ ૨૦૨૪માં ૭૪ ટકા

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ સુંદરમ ગુ્રપ પાસે ૫૭.૫૩ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૮.૩૧ ટકા પૈકી આઈડીએફસી ઈમર્જિંગ બિઝનેસ ફંડ પાસે ૭.૧૧ ટકા, નિપ્પોન લાઈફ પાસે ૭.૧૦ ટકા, એચડીએફસી મલ્ટિકેપ પાસે ૪.૩૩ ટકા છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે ૧.૪૬ ટકા પૈકી જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે છે. એચએનઆઈ અને અન્યો પાસે ૧૦.૪૭ ટકા સિવાય રિટેલ ઈન્વેસ્ટરો રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૧૨.૨૩ ટકા છે.

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક  રૂ.૪૯૮૫  કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧.૨૦ ટકા થકી  ચોખ્ખો નફો રૂ.૫૮.૯૦ કરોડ (એસોસીયેટ્સની આવક રૂ.૮.૨૧ કરોડ સહિત) નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૫.૬૯ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૪ થી જૂન ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૧૧૬૮ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૩.૭૪ કરોડ  (એસોસીયેટ્સની આવક રૂ.૨.૧ કરોડ સહિત)નોંધાવી ત્રિમાસિક શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯.૬૬ હાંસલ કરી હતી.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૪ થી સપ્ટેમ્બર ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૧૧૭૭ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨.૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૪.૪૪ કરોડ (એસોસીયેટ્સની આવક રૂ.૧.૪૫ કરોડ સહિત) નોંધાવી ત્રિમાસિક શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૧૦ હાંસલ કરી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૯૫૦કરોડ મેળવી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૦૫  કરોડ (એસોસીયેટ્સની આવક રૂ.૮ કરોડ અપેક્ષિત સહિત) નોંધાવી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક-ઈપીએસ રૂ.૪૩ અપેક્ષિત છે.

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) સુંદરમ ફાઈનાન્સ ગુ્રપના ૫૮ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની (૩) કુલ ઈક્વિટીમાં ૮૩.૬૬ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૪૩  અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૬૮  સામે  મજબૂત બોનસ ઉમેદવાર વ્હીલ્સ ઈન્ડિયા લિમિટેડનો રૂ.૧૦ પેઈડ-અપ શેર અત્યારે ૧૫, નવેમ્બર ૨૦૨૪ના શુક્રવારના બીએસઈ પર રૂ.૬૮૦.૩૫(એનએસઈ પર રૂ.૬૭૯)ના ભાવે ઓટો એનસીલિયરી ઉદ્યોગના સરેરાશ ૪૦ના પી/ઇ  સામે ૧૬ના પી/ઈએ ઉપલબ્ધ છે.

Sensex

Google NewsGoogle News