શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 687 પોઈન્ટનું ગાબડ઼ું, 270થી વધુ શેરમાં લોઅર સર્કિટ
Stock Market Today: વર્ષ 2024ના અંતિમ દિવસે રજાના માહોલ વચ્ચે શેરબજાર સળંગ બીજા દિવસે પણ ગગડ્યા છે. વિદેશી રોકાણની ગેરહાજરી તેમજ વેકેશન મૂડમાં આજે સેન્સેક્સ 687.34 પોઈન્ટ અને નિફ્ટી50 184.45 પોઈન્ટ તૂટ્યો છે.
સેન્સેક્સ પેકમાં સામેલ 30 સ્ક્રિપ્સ પૈકી માત્ર 6 શેરમાં સુધારો જોવા મળ્યો છે, જ્યારે 24 શેર 4 ટકા સુધી તૂટ્યા છે. બીએસઈ ખાતે 270 શેર લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 85 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. જો કે, 158 શેરમાં અપર સર્કિટ અને 97 શેર 52 વીક હાઈ થયા છે. સમાચાર લખ્યા ત્યાં સુધી ટ્રેડેડ કુલ 3791 શેરમાં 1524માં સુધારો અને 2116 શેર ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. એકંદરે શેરબજારમાં માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી છે.
11.00 વાગ્યે સેન્સેક્સ 303.96 પોઈન્ટ તૂટી 77944.17 પર અને નિફ્ટી 67.55 પોઈન્ટ તૂટી 23577.35 પર ટ્રેડ થઈ રહ્યો છે. ડિસેમ્બર, 2024માં રોકાણકારો વેકેશન મૂડમાં હોવાથી વોલ્યૂમ ઘટ્યા છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલી નોંધાવી રહ્યા છે. જેની અસર માર્કેટમાં જોવા મળી છે. IT શેર્સમાં મોટાપાયે વેચવાલી નોંધાઈ છે.
પીએસયુ શેર્સમાં સુધારો
પીએસયુ શેર્સમાં આજે સુધારો નોંધાતા ઈન્ડેક્સ 0.56 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. રાઈટ્સ 10.38 ટકા, KIOCL 10.21 ટકા, આરવીએનએલ 4.90 ટકા, એનબીસીસી 3.83 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. મોર્નિંગ સેશનમાં એનર્જી ઈન્ડેક્સ 0.26 ટકા, ઓટો 0.14 ટકા, મેટલ 0.38 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે આઈટી ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યો છે. રિયાલ્ટી, ઓટો, કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.