પીએસયુ-મેટલ શેર્સમાં ઉછાળાના કારણે શેરબજાર સુધર્યા, સેન્સેક્સની 81000 તરફ આગેકૂચ
Stock Market Today: વૈશ્વિક શેરબજારોના સથવારે આજે ભારતીય શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. પીએસયુ અને મેટલ શેર્સમાં આકર્ષક લેવાલી નોંધાઈ છે. પરિણામે સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે. બીએસઈ ખાતે 318 પોઈન્ટમાં અપર સર્કિટ અને 208 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા છે.
સવારના ટ્રેડિંગ સેશનમાં 10.46 વાગ્યે સેન્સેક્સ 494.99 પોઈન્ટ ઉછળી 80743.07 પર, જ્યારે નિફ્ટી 137 પોઈન્ટ ઉછળી 24413.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 450 પોઈન્ટથી વધુ અને મીડકેપ ઈન્ડેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો છે. એફએમસીજી અને રિયાલ્ટી સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં CM કયા પક્ષના હશે થયું ફાઈનલ! રૂપાણીનું મોટું નિવેદન, જાણો ક્યારે બેઠક થશે
નિફ્ટી બેન્ક, પીએસયુ બેન્ક, મેટલ ઈન્ડેકસ 1 ટકાથી વધુ ઉછળ્યો છે. એસબીઆઈ, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, અને શ્રીરામ ફાઈનાન્સના ટોપ પર્ફોર્મર તરીકે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં રિયાલ્ટી ઈન્ડેક્સ 3 ટકા સુધી ઉછળ્યો છે. જેના પગલે તેમાં પ્રોફિટ બુકિંગ શરૂ થતું જોવા મળ્યું છે.
માર્કેટ નિષ્ણાતોના મતે, શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે. માર્કેટ બાઉન્સ બેક થયું છે. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.