Get The App

સેન્સેક્સ 901 પોઈન્ટ ઉછળીને 80000 ક્રોસ

- નિફટી ૨૭૧ પોઈન્ટ વધીને ૨૪૪૮૪ : સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી

- FPIs/FIIની રૂ.૪૪૪૬ કરોડની વેચવાલી, DIIની રૂ.૪૮૮૯ કરોડની ખરીદી

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
સેન્સેક્સ 901 પોઈન્ટ ઉછળીને 80000 ક્રોસ 1 - image


ટ્રમ્પના વિજયને વધાવતા વૈશ્વિક બજારો : ડાઉ જોન્સ ફયુચર્સ ઉછળ્યો

મુંબઈ : અમેરિકામાં ૪૭માં રાષ્ટ્ર પ્રમુખ તરીકે રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પના થયેલા વિજયને આજે ભારતીય શેર બજારોમાં  સાથે વૈશ્વિક બજારોના રોકાણકારોએ વધાવી લીધો હતો. અમેરિકી બજારોમાં ફયુચર્સમાં સાંજે ડાઉ જોન્સ ૧૩૪૦ પોઈન્ટ અને નાસ્દાક ઈન્ડેક્સ ૩૨૫ પોઈન્ટ ઉછળી આવ્યા સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી શેરોમાં લોકલ ફંડોએ ધૂમ ખરીદી કરતાં અને લાર્સન એન્ડ ટુબ્રો, મારૂતી સુઝુકી, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં લેવાલીએ સેન્સેક્સે ફરી ૮૦૦૦૦ની સપાટી પાર કરી હતી. જ્યારે નિફટીએ ઈન્ટ્રા-ડે ૨૪૫૦૦ની  સપાટી કુદાવી હતી. ટ્રમ્પના વિજયથી વિશ્વમાં ફરી યુદ્વની સ્થિતિ હળવી થવાની અને આર્થિક વિકાસ પર ફોક્સ વધવાની અપેક્ષા સાથે ભારત સાથે બિઝનેસ વધવાની અપેક્ષાએ આજે ફંડો આક્રમક ખરીદદાર બન્યા હતા. સેન્સેક્સ ૮૦૦૦૦ની સપાટી પાર કરીને ઉપરમાં ૮૦૫૬૯.૭૩ સુધી જઈ અંતે ૯૦૧.૫૦ પોઈન્ટ ઉછળીને ૮૦૩૭૮.૧૩ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ આજે ઈન્ટ્રા-ડે ઉપરમાં ૨૪૫૩૭.૬૦ સુધી જઈ અંતે ૨૭૦.૭૫ પોઈન્ટ ઉછળીને ૨૪૪૮૪.૦૫ બંધ રહ્યો હતો. અલબત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત મોટી વેચવાલીના પરિણામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નવી નીચી સપાટીએ ઉતરી ગયો હતો.

આઈટી ઈન્ડેક્સ ૧૬૩૩ પોઈન્ટ  ઉછળ્યો : ઈન્ફોસીસ રૂ.૭૦, ઓરેકલ રૂ.૬૬૦, ટીસીએસ રૂ.૧૬૭ ઉછળ્યા

અમેરિકામાં ટ્રમ્પના  વિજયથી ભારતના આઈટી બિઝનેસની વધુ મોટી તકો સર્જાવાની અપેક્ષાએ આજે ફંડોએ આઈટી શેરોમાં આક્રમક ખરીદી કરી હતી. ટીસીએસ રૂ.૧૬૭.૦૫ ઉછળીને રૂ.૪૧૩૮.૮૦, ઈન્ફોસીસ રૂ.૭૦.૫૦ વધીને રૂ.૧૮૨૪.૩૦, કોફોર્જ રૂ.૨૯૧.૩૦ વધીને રૂ.૭૮૩૭.૦૫, ટેક મહિન્દ્રા રૂ.૬૨.૮૦ વધીને રૂ.૧૬૯૬, વિપ્રો રૂ.૨૦.૪૦ વધીને રૂ.૫૬૪.૦૫,ટાટા એલેક્સી રૂ.૨૧૨.૨૦ વધીને રૂ.૭૨૪૫, નેલ્કો રૂ.૮૧.૬૦ વધીને રૂ.૧૦૦૧.૬૦, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૫૨ ઉછળી રૂ.૬૫૫.૧૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૯૮.૫૫ વધીને રૂ.૧૪૮૭.૦૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૨.૪૦ વધીને રૂ.૭૯૨.૬૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૬૩૩.૪૧ પોઈન્ટ ઉછળી ૪૨૦૮૧.૫૯ બંધ રહ્યો હતો.

ભેલ રૂ.૧૩, ભારત ઈલેક્ટ્રોનિક રૂ.૧૬, કાર્બોરેન્ડમ રૂ.૭૦, રેલ વિકાસ રૂ.૧૯, લાર્સન રૂ.૭૧ ઉછળ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ  આજે ફરી તેજીના મંડાણ કરી મોટી ખરીદી કરી હતી. ભારત ઈલેક્ટ્રોનિકસ રૂ.૧૫.૭૦ વધીને રૂ.૩૦૧.૮૫, ભેલ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૨૪૮, કાર્બોરેન્ડમ રૂ.૬૯.૭૫ વધીને રૂ.૧૪૬૪.૯૫, રેલ વિકાસ રૂ.૧૮.૭૦ વધીને રૂ.૪૬૯.૬૦, જીએમઆર એરપોર્ટસ રૂ.૩.૧૬ વધીને રૂ.૮૧.૬૪, કલ્પતરૂ પાવર રૂ.૪૩.૮૦ વધીને રૂ.૧૨૭૧.૬૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૭૧.૨૫ વધીને રૂ.૩૬૪૬.૬૫, સિમેન્સ રૂ.૧૨૨.૩૫ વધીને રૂ.૭૦૬૮.૩૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૨૬.૨૫ વધીને રૂ.૪૩૮૯.૪૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૫૦ વધીને રૂ.૭૨૬.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૮૩૬.૯૩ પોઈન્ટ ઉછળી ૭૦૪૭૨.૨૧ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં વેલ્યુબાઈંગ :  બ્લુ જેટ રૂ.૪૦  ઉછળી રૂ.૫૪૪ : વિન્ડલાસ બાયોટેક, પિરામલ ફાર્મામાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે ફંડોએ વેલ્યુબાઈંગ કર્યું હતું. બ્લુ જેટ રૂ.૪૦.૪૫ ઉછળી રૂ.૫૪૪.૫૫, વિન્ડલાસ બાયોટેક રૂ.૭૭ ઉછળી રૂ.૧૧૨૪.૦૫, પિરામલ ફાર્મા રૂ.૧૯.૯૫ વધીને રૂ.૨૯૩.૫૫, સિક્વેન્ટ સાયન્ટિફિક રૂ.૧૦.૫૦ વધીને રૂ.૨૨૦.૭૦, બ્લિસ જીવીએસ રૂ.૫.૯૫ વધીને રૂ.૧૨૯.૪૫, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૨૫.૬૫ વધીને રૂ.૫૭૬.૩૦, સિન્જેન્ટ ઈન્ટરનેશનલ રૂ.૩૯.૩૦ વધીને રૂ.૯૦૬.૪૫, મોરપેન લેબ રૂ.૩.૫૯ વધીને રૂ.૮૫.૯૪, નારાયણ હ્યુદાલ્યા રૂ.૫૦.૯૦ વધીને રૂ.૧૨૪૭.૨૦, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ રૂ.૨૧૭.૦૫ વધીને રૂ.૫૭૫૪.૨૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૫૦ પોઈન્ટ વધીને ૪૪૪૭૯.૨૬ બંધ રહ્યો હતો. 

ટ્રમ્પના વિજયે રિયાલ્ટી શેરો ઝળક્યા : મેક્રોટેક રૂ.૫૭, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૭૬, ડિએલએફ રૂ.૨૯ ઉછળ્યા

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય અને રિયાલ્ટી ક્ષેત્રે મોટું રોકાણ ધરાવતાં ટ્રમ્પ ગુ્રપના આકર્ષણે આજે રિયાલ્ટી શેરોમાં પણ તેજી આવી હતી. મેક્રોટેક ડેવલપર્સ રૂ.૫૭.૩૦ વધીને રૂ.૧૨૧૭.૬૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૭૬ વધીને રૂ.૧૬૭૪.૯૦, શોભા ડેવલપર્સ રૂ.૬૮.૮૫ વધીને રૂ.૧૬૬૦, ડિએલએફ રૂ.૨૮.૬૫ વધીને રૂ.૮૨૭.૨૫, મહિન્દ્રા લાઈફ રૂ.૧૩.૭૫ વધીને રૂ.૫૦૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૪૯.૭૦ વધીને રૂ.૨૮૮૨.૯૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૯.૮૦ વધીને રૂ.૨૦૩૦, ફિનિક્સ મિલ્સ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૧૫૧૨.૪૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈનડેક્સ ૨૦૬.૨૫ પોઈન્ટ વધીને ૭૯૦૧.૩૩ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૦૭૭ પોઈન્ટ, મિડ કેપ ઈન્ડેક્સ ૧૦૪૭ પોઈન્ટ ઉછળ્યા : ૨૯૯૯ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સક્રિય બનીને વ્યાપક ખરીદી કરતાં અનેક શેરોના ભાવો ઉછળી આવતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૯૯૯ અને ઘટનારની સંખ્યા ૯૬૯ રહી હતી. બીએસઈ  સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૦૭૭.૩૧ પોઈન્ટ ઉછળી ૫૬૦૦૮.૧૩ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૦૪૭.૦૩ પોઈન્ટ વધીને ૪૬૯૪૪.૦૨ બંધ રહ્યો હતો.

 FPIs/FIIની કેશમાં રૂ.૪૪૪૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૮૮૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૪૪૪૫.૫૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૯૧૧.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૩૫૭.૪૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૮૮૯.૩૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૬,૦૬૧.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૧૭૨.૩૧ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૭.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૫૨.૫૮ લાખ કરોડ પહોંચ્યું

સેન્સેકસ, નિફટી, સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે સાર્વત્રિક તોફાની તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં રૂ.૭.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૫૨.૫૮ લાખ કરોડ પહોંચ્યું હતું.

ડિક્સન ટેકનોલોજી રૂ.૧૨૬૩ ઉછળી રૂ.૧૫૬૫૮ :  સીજી કન્ઝયુમર, વોલ્ટાસ, હવેલ્સ, વોલ્ટાસમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની આક્રમક ખરીદી રહી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૧૨૬૨.૯૫ ઉછળી રૂ.૧૫,૬૫૮.૯૫,  સીજી કન્ઝયુમર રૂ.૧૬.૬૦ વધીને રૂ.૪૦૨.૦૫, વોલ્ટાસ રૂ.૪૨.૨૦ વધીને રૂ.૧૭૩૭.૫૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૪૦.૨૫ વધીને રૂ.૧૬૭૪.૨૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૫૦.૩૭ પોઈન્ટ ઉછળીને ૬૧૮૭૯.૭૮ બંધ રહ્યો હતો.

Sensex

Google NewsGoogle News