FMCG, બેંકિંગ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 376 પોઈન્ટ વધીને 81560

- નિફટી ૮૪ પોઈન્ટ વધીને ૨૪૯૩૬ : સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો વેપાર ખંખેરાયો

- FPIs/FIIની કેશમાં રૂ.૧૧૭૬ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૭૫૭ કરોડની ચોખ્ખી ખરીદી

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
FMCG, બેંકિંગ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 376 પોઈન્ટ વધીને 81560 1 - image


અમેરિકામાં મંદી, ચાઈનામાં ડિફલેશને વૈશ્વિક બજારોમાં સાવચેતી


મુંબઈ : વૈશ્વિક અર્થતંત્ર માટે મંદીનું જોખમ ઝળુંબી રહ્યું હોઈ અમેરિકામાં મંદીના ફફડાટ વચ્ચે રોજગારી વૃદ્વિના નબળા આંકડા અને ચાઈના ડિફલેશનના જોખમી તબક્કામાં આવી ગયાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે ઘટયામથાળેથી ફોરેન ફંડો અને લોકલ ફંડોની એફએમસીજી, બેંકિંગ શેરોમાં ખરીદીના જોરે બજારને બાઉન્સબેક કર્યું હતું. ઈન્ટ્રા-ડે ઘટાડો પચાવીને બજાર સેન્સેક્સ, નિફટી બેઝડ પોઝિટીવ ઝોનમાં આવી ગયું હતું. ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, આઈટી, હેલ્થકેર ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની વેચવાલીએ આરંભમાં સેન્સેક્સ ૨૮૮.૮૮ પોઈન્ટના ઘટાડે ૮૧૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૮૦૮૯૫.૦૫ સુધી આવી ગયો હતો. જે એફએમસીજી સાથે બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડો લેવાલ બનતાં ઘટાડો પચાવી અંતે ૩૭૫.૬૧ પોઈન્ટ વધીને ૮૧૫૫૯.૫૪ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ આરંભમાં ૯૯ પોઈન્ટના ઘટાડે નીચામાં ૨૪૭૫૩.૧૫ સુધી આવી જઈ પાછો ફરી ઉપરમાં ૨૪૯૫૭.૫૦ સુધી જઈ અંતે ૮૪.૨૫ પોઈન્ટ વધીને ૨૪૯૩૬.૪૦ બંધ રહ્યો હતો. જો  કે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે મોટું ઓફલોડિંગ થયું હતું.

એફએમસીજી શેરોમાં તેજી :  આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૯ વધીને રૂ.૧૨૩૮ : કોટક બેંક, ઈન્ડસઈન્ડ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ઘટાડે મોટું વેલ્યુબાઈંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૫૭.૯૪ પોઈન્ટ વધીને ૫૭૯૫૦.૫૭ બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૯.૪૦ વધીને રૂ.૧૨૩૭.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૮.૧૦ વધીને રૂ.૧૭૯૨, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૯.૭૫ વધીને રૂ.૧૪૨૮, એક્સિસ બેંક રૂ.૧૧.૫૦ વધીને રૂ.૧૧૭૦.૬૫, ફેડરલ બેંક રૂ.૧.૬૦ વધીને રૂ.૧૮૪.૯૦, એચડીએફસી બેંક રૂ.૧૦.૫૦ વધીને રૂ.૧૬૪૭.૫૦ રહ્યા હતા. આ સાથે ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને અન્ય બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. રાણે હોલ્ડિંગ્સ રૂ.૧૨૯.૨૦  વધીને રૂ.૨૪૫૩.૫૫, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૫૩.૩૫ વધીને રૂ.૧૦૭૮.૯૦, જનરલ ઈન્સ્યોરન્સ રૂ.૧૯.૯૦ વધીને રૂ.૪૦૩.૬૫, વન૯૭ પેટીએમ રૂ.૨૫.૨૦ વધીને રૂ.૬૨૮, મોનાર્ક નેટવર્થ રૂ.૩૦.૮૫ વધીને રૂ.૯૦૬.૬૫, ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ રૂ.૭ વધીને રૂ.૨૫૭.૦૫, રેલીગેર એન્ટરપ્રાઈસીઝ રૂ.૭.૨૦ વધીને રૂ.૨૮૪.૦૫, કર્ણાટક બેંક રૂ.૫.૨૫ વધીને રૂ.૨૨૪.૫૦, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૭૬.૬૫ વધીને રૂ.૩૩૧૬, જેએસડબલ્યુ હોલ્ડિંગ્સ રૂ.૧૫૪.૫૫ વધીને રૂ.૭૬૩૩.૬૦, પીબી ફિનટેક રૂ.૨૭.૭૦ વધીને રૂ.૧૭૪૩.૧૫ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં ફંડોની તેજી : કાવેરી, સુખજીત સ્ટાર્ચ, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી ઉંચકાયા

એફએમસીજી શેરોમાં આજે આરંભથી જ ફંડોની લેવાલી રહી હતી. કાવેરી સીડ રૂ.૫૩.૨૦ વધીને રૂ.૧૧૬૭, અવન્તિ ફિડ્સ રૂ.૨૭.૬૦ વધીને રૂ.૬૯૨.૫૫, સુખજીત સ્ટાર્ચ રૂ.૨૨.૩૫ વધીને રૂ.૫૬૭.૨૫, ગોદરેજ કન્ઝયુમર રૂ.૫૩.૭૦ વધીને રૂ.૧૪૯૮.૬૫, ઉત્તમ સુગર રૂ.૧૧.૩૦ વધીને રૂ.૩૪૫.૧૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૮૩.૬૫ વધીને રૂ.૨૯૨૨.૧૦, ડાબર ઈન્ડિયા રૂ.૧૭.૩૫ વધીને રૂ.૬૬૧.૯૫, વરૂણ બિવરેજીસ રૂ.૩૨.૮૦  વધીને રૂ.૧૫૨૫.૮૫, આઈટીસી રૂ.૯.૮૫ વધીને રૂ.૫૧૧.૫૦, બ્રિટાનીયા રૂ.૮૫ વધીને રૂ.૫૯૩૧, ટાટા કન્ઝયુમર રૂ.૧૩.૮૫ વધીને રૂ.૧૧૮૮.૧૫ રહ્યા હતા. બીએસઈ  એફએમસીજી ઈન્ડેક્સ ૩૮૦.૩૨ પોઈન્ટ વધીને ૨૩૪૭૭.૯૫ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં પ્રોફિટ બુકિંગ : પેટ્રોનેટ, ઓએનજીસી, એચપીસીએલ, બીપીસીએલ ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. પેટ્રોનેટ એલએનજી રૂ.૧૧.૪૦ ઘટીને રૂ.૩૪૨.૬૫, ઓએનજીસી રૂ.૯.૯૫ ઘટીને રૂ.૨૯૮.૯૫, એચપીસીએલ રૂ.૧૨.૩૫ ઘટીને રૂ.૪૨૨,  ગેઈલ ઈન્ડિયા રૂ.૫.૧૫ ઘટીને રૂ.૨૧૭.૮૦, બીપીસીએલ રૂ.૪.૫૫ ઘટીને રૂ.૩૪૭.૭૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩.૮૦ ઘટીને રૂ.૨૯૨૬.૦૫, આઈઓસી રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૭૫.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૧૫.૬૪ પોઈન્ટ ઘટીને ૩૧૧૯૦.૧૬ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં ફંડો : સોના બીએલડબલ્યુ, વી-ગાર્ડ, કલ્પતરૂ પાવર ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. સોના  બીએલડબલ્યુ રૂ.૧૮.૮૦ ઘટીને રૂ.૬૯૯.૭૫, વી-ગાર્ડ રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૪૫૪, કલ્પતરૂ પાવર રૂ.૩૪.૯૦ વધીને રૂ.૧૩૬૬.૪૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૭૨૦.૯૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૨૨.૫૫ ઘટીને રૂ.૧૩૯૧.૭૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૧૪૮૯.૦૫, ગ્રાઈન્ડવેલ રૂ.૩૬.૮૫ ઘટીને રૂ.૨૪૧૮, રેલ વિકાસ રૂ.૭.૨૫ ઘટીને રૂ.૫૬૨.૨૫, સિમેન્સ રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૬૫૮૩.૬૫ રહ્યા હતા. જ્યારે હનીવેલ ઓટોમેશન રૂ.૬૪૫.૭૫ વધીને રૂ.૪૯,૬૭૬.૭૦, એબીબી ઈન્ડિયા રૂ.૮૧.૭૫ વધીને રૂ.૭૫૯૯.૯૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૪.૦૫ વધીને રૂ.૭૧૨ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૪૫.૯૬ પોઈન્ટ ઘટીને ૭૦૭૯૭.૪૪ બંધ રહ્યો હતો.

ક્વિક હિલ રૂ.૪૦ ઘટીને રૂ.૭૦૧ : બિરલાસોફ્ટ, સોનાટા, નેલ્કો, ટાટા ટેકનો, ટેક મહિન્દ્રા, કોફોર્જ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૪૦.૨૫ ઘટીને રૂ.૭૦૧.૧૦, બિરલાસોફ્ટ રૂ.૨૮.૩૫ ઘટીને રૂ.૬૨૪.૮૫, સોનાટા રૂ.૨૯.૪૫ ઘટીને રૂ.૬૬૦.૩૦, નેલ્કો રૂ.૪૮.૯૦ ઘટીને રૂ.૧૧૮૭.૩૫, ટાટા ટેકનોલોજી રૂ.૩૫.૨૦ ઘટીને રૂ.૧૦૭૭.૩૦, આર સિસ્ટમ્સ રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૪૮૩.૮૦, ટેક મહિન્દ્રા રૂ.૧૫૭૯.૯૫, એક્સિસકેડ્સ રૂ.૧૪.૪૦ ઘટીને રૂ.૫૫૫.૧૫, કોફોર્જ રૂ.૧૬૦.૩૫ ઘટીને રૂ.૬૪૬૫.૧૫ રહ્યા હતા. જ્યારે ૬૩ મૂન્સ ટેકનોલોજીમાં સતત આકર્ષણે રૂ.૨૦.૫૫ વધીને ઉપલી સર્કિટમાં રૂ.૪૩૨.૨૦, ટાટા એલેક્સી રૂ.૨૫૪.૮૫ વધીને રૂ.૭૮૪૩.૫૦, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૨.૬૦ વધીને રૂ.૬૬૦, પ્રોટીઅન ઈગર્વ રૂ.૩૬.૨૫ વધીને રૂ.૨૦૬૩.૬૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૨૭.૧૫ વધીને રૂ.૧૦,૯૭૪.૮૫ રહ્યા હતા.

સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩૬૪ પોઈન્ટ ગબડયો : મિડ કેપ, રોકડાના શેરોમાં વેચવાલી : ૨૩૯૦ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે વ્યાપક નફારૂપી વેચવાલી નીકળતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૯૦ અને  વધનારની સંખ્યા ૧૬૫૦ રહી હતી.

કન્ઝયુમર ઈન્ડેક્સ ૪૬૮ ઉછળ્યો : બ્લુ સ્ટાર રૂ.૬૭, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૩૮, વોલ્ટાસ રૂ.૩૬ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. બ્લુ સ્ટાર રૂ.૬૬.૯૦ વધીને રૂ.૧૭૯૦.૪૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૩૮.૬૫  વધીને રૂ.૧૨,૪૦૦, વોલ્ટાસ રૂ.૩૬.૪૫ વધીને રૂ.૧૮૧૮.૪૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૮.૨૦ વધીને રૂ.૧૮૯૧ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૬૮.૭૦ પોઈન્ટ વધીને ૬૪૩૪૨.૩૮ બંધ રહ્યો હતો.

DIIની રૂ.૧૧૭૬ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૧૭૫૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં શેરોમાં રૂ.૧૧૭૬.૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૬૭૯.૨૪  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૫૦૨.૬૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૭૫૭.૦૨ કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૨,૧૭૨.૭૮કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૧૫.૭૬ કરોડની વેચવાલી થઈ હતી.

Sensex

Google NewsGoogle News