સેન્સેક્સ 362 પોઈન્ટ ઉછળી 81921

- નિફટી સ્પોટ ૧૦૫ પોઈન્ટ વધીને ૨૫૦૪૧ : આઈટી શેરોની આગેવાનીએ ફંડોની ફરી તોફાની તેજી

- કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, પાવર શેરોમાં તેજી : FIIની કેશમાં રૂ.૨૨૦૮ કરોડની ખરીદી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
સેન્સેક્સ 362 પોઈન્ટ ઉછળી 81921 1 - image


રોકાણકારોની સંપતિ રૂ.૩.૩૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૩.૪૯ લાખ કરોડ

મુંબઈ : વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેર બજારોમાં ગઈકાલે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને લોકલ ફંડો બન્ને ઘટાડે શેરોમાં નેટ ખરીદદાર બન્યા બાદ આજે સતત બીજા દિવસે ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તોફાની તેેજી કરી હતી. ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોની આગેવાનીમાં સેન્સેક્સને ઈન્ટ્રા-ડે ૮૨૦૦૦ની સપાટી પાર કરાવી હતી. જ્યારે નિફટીને ૨૫૦૦૦ ઓળંગાવી બંધ મૂક્યો હતો. આઈટી શેરો સાથે આજે કેપિટલ ગુડઝ-પાવર ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ખરીદી થતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ આકર્ષણ સાથે કેન્સર સહિતની દવાઓ પરના જીએસટીમાં ઘટાડો કરવામાં આવતાં હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વેચવાલી અટકી ફરી લોકલ ફંડો અને ખેલંદાઓએ વ્યાપક ખરીદી કરી હતી. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૬૩૭.૦૧ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૮૨૧૯૬.૫૫ સુધી પહોંચી અંતે ૩૬૧.૭૫ પોઈન્ટ વધીને ૮૧૯૨૧.૨૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૯૪.૧૦ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૨૫૧૩૦.૫૦ સુધી જઈ અંતે ૧૦૪.૭૦ પોઈન્ટ વધીને ૨૫૦૪૧.૧૦ બંધ રહ્યો હતો.

ઈમુદ્રા રૂ.૭૧ ઉછળી રૂ.૮૭૬ : લેટેન્ટ વ્યુ, કોફોર્જ, ઝેગલ, ઝેનસાર, ઓરેકલ, એચસીએલ, વિપ્રોમાં તેજી

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ પડકારરૂપ સમયમાંથી બહાર આવીને કંપનીઓના બિઝનેસમાં ફરી વૃદ્વિ વેગ પકડી રહ્યાના અહેવાલ વચ્ચે ફંડોએ આજે શેરોમાં આક્રમક ખરીદી કરી હતી. ઈમુદ્રા રૂ.૭૦.૮૦ ઉછળી રૂ.૮૭૬.૪૫, લેટેન્ટ વ્યુ રૂ.૨૮.૫૦ વધીને રૂ.૪૯૨.૨૦, કોફોર્જ રૂ.૩૨૦.૯૫ વધીને રૂ.૬૮૦૮.૫૦,  ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૬.૭૫ વધીને રૂ.૩૬૭.૬૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૯.૪૦ વધીને રૂ.૭૯૩.૭૫, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૮૬.૯૦ વધીને રૂ.૬૩૩૫, સિએન્ટ રૂ.૫૯ વધીને રૂ.૨૦૧૯.૬૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૧૮.૬૦ વધીને રૂ.૧૧,૨૩૮.૪૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૭.૫૫ વધીને રૂ.૧૭૮૩.૩૫, વિપ્રો રૂ.૧૦.૭૫ વધીને રૂ.૫૨૫.૬૦, ટીસીએસ રૂ.૫૩.૯૦ વધીને રૂ.૪૫૦૬.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૪૭.૨૮ પોઈન્ટ ઉછળીને ૪૩૨૩૧.૦૧ બંધ રહ્યો હતો.

સુઝલોન એનજીૅ રૂ.૪ ઉછળી રૂ.૭૮ : વી-ગાર્ડ, ગ્રાઈન્ડવેલ નોર્ટન, એઆઈએ એન્જિનિયરીંગ ઉંચકાયા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે ફરી આક્રમક ખરીદી નીકળી હતી. સુઝલોન એનજીૅ રૂ.૩.૭૧ ઉછળી રૂ.૭૮.૦૫, વી-ગાર્ડ રૂ.૧૪.૧૦ વધીને રૂ.૪૭૧.૨૦, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૭૪.૦૫ વધીને રૂ.૨૪૯૬.૭૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૧૮.૪૫ વધીને રૂ.૪૩૬૪.૭૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૪૪૦.૨૫ વધીને રૂ.૧૬,૩૭૪, કાર્બોરેન્ડમ રૂ.૩૭.૩૦ વધીને રૂ.૧૫૩૦, સોના બીએલડબલ્યુ રૂ.૧૩.૫૫ વધીને રૂ.૭૧૩.૩૦, હનીવેલ ઓટોમેશન રૂ.૪૯,૮૯૧.૩૫, લાર્સન રૂ.૨૦.૭૫ વધીને રૂ.૩૫૯૮.૫૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૬૦.૬૧ પોઈન્ટ ઉછળીને ૭૧૫૫૮.૦૫ બંધ રહ્યો હતો. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૬૦.૬૧ પોઈન્ટ ઉછળીને ૭૧૫૫૮.૦૫ બંધ રહ્યો હતો.

ટાટા પાવર, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, જેએસડબલ્યુ એનજીૅ, ટોરન્ટ પાવરમાં ફંડોની તેજી

પાવર શેરોમાં પણ ફંડોએ આજે ફરી વ્યાપક ખરીદી કરી હતી. ટાટા પાવર રૂ.૨૭.૩૫ ઉછળી રૂ.૪૪૫.૨૦, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૧૩.૨૦ વધીને રૂ.૭૪૪.૪૫, એનટીપીસી રૂ.૬.૭૫ વધીને રૂ.૩૯૬.૭૦, પાવર ગ્રીડ કોર્પોરેશન રૂ.૫.૬૫ વધીને રૂ.૩૩૪.૨૦, ટોરન્ટ પાવર રૂ.૨૦.૨૦ વધીને રૂ.૧૬૯૨.૪૫, ભેલ રૂ.૨૦  વધીને રૂ.૬૫૮૨.૬૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં તેજી : પિરામલ ફાર્મા, કેએમસી હોસ્પિટલ, જીએલસી, દિવીઝ લેબ., વોખાર્ટ ઉંચકાયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે વ્યાપક ખરીદી નીકળી હતી. કેએમસી હોસ્પિટલ રૂ.૫.૬૯  ઉછળી રૂ.૯૦.૩૭, પિરામલ ફાર્મા રૂ.૧૪.૧૫ ઉછળી રૂ.૨૩૧.૨૫, જીએલસી રૂ.૭૭.૨૦ વધીને રૂ.૧૨૮૫.૩૦, દિવીઝ લેબ રૂ.૨૫૯.૧૫ વધીને રૂ.૫૪૩૧.૯૫, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૧૯.૬૫ વધીને રૂ.૪૬૮.૭૦, સિન્જેન રૂ.૩૫.૪૫ વધીને રૂ.૯૨૯.૧૫, વોખાર્ટ રૂ.૩૮.૧૦ વધીને રૂ.૧૦૪૨, અજન્તા ફાર્મા રૂ.૧૧૮ વધીને રૂ.૩૪૧૪.૮૫, થેમીસ મેડી રૂ.૮.૫૫ વધીને રૂ.૨૫૦, ગ્રેન્યુઅલ્સ રૂ.૨૨.૪૦  વધીને રૂ.૬૮૮.૮૦, એફડીસી રૂ.૧૭.૫૫ વધીને રૂ.૫૮૦.૮૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૭૪.૯૫ પોઈન્ટ ઉછળીને ૪૩૮૩૬.૩૮ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં  સિલેક્ટિવ ખરીદી : બાલક્રિષ્ન ઈન્ડ., કમિન્સ, બજાજ ઓટો, એમઆરએફમાં તેજી

ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા સ્ટોક ક્લિયરન્સ માટે વાહનોના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવાનું જાહેર કરાયાના અહેવાલ વચ્ચે પસંદગીની ખરીદી રહી હતી. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૮ વધીને રૂ.૩૦૭૭.૯૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૯.૬૦ વધીને રૂ.૩૭૪૩.૫૦, અશોક લેલેન્ડ રૂ.૪.૨૦ વધીને રૂ.૨૪૮.૧૦, બજાજ ઓટો રૂ.૧૫૬.૪૫ વધીને રૂ.૧૧,૦૦૧.૩૦, એમઆરએફ રૂ.૧૭૨૮.૧૫ વધીને રૂ.૧,૩૫,૭૧૨, બોશ રૂ.૪૦૧.૦૫ વધીને રૂ.૩૩,૪૭૫.૯૦, મારૂતી સુઝુકી રૂ.૧૧૫.૫૫ વધીને રૂ.૧૨,૨૬૫.૩૦ રહ્યા હતા.

એચપીના પીસી માટે ડિક્સન સાથે કરારે રૂ.૧૨૯ ઉછળ્યો : સીજી કન્ઝયુમર, ટાઈટન, હવેલ્સમાં તેજી

એચપી દ્વારા પર્સનલ કોમ્પ્યુટર માટે ડિક્સન ટેકનોલોજીના એકમ સાથે કરારના અહેવાલ  વચ્ચે ડિક્સન રૂ.૧૨૯.૩૫ વધીને રૂ.૧૨,૫૧૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૪ વધીને રૂ.૧૯૨૫, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૪.૦૫ વધીને રૂ.૨૯૪.૨૫, ટાઈટન કંપની રૂ.૪૩.૮૫ વધીને રૂ.૩૭૨૭.૯૫,  સીજી કન્ઝયુમર રૂ.૫.૩૦ વધીને રૂ.૪૬૬.૮૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૩૧.૧૪ પોઈન્ટ ઉછળીને ૬૪૯૭૩.૫૨ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજી : સ્મોલ કેપ ઈન્ડેક્સ ૮૫૪ પોઈન્ટ ઉછળ્યો : ૨૫૮૬ શેરો પોઝિટીવ બંધ 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સક્રિય લેવાલી થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી  ૪૦૪૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૮૬ અને ઘટનારની સંખ્યા ૧૩૫૨ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૮૫૩.૫૩ પોઈન્ટ ઉછળીને ૫૬૪૬૭.૮૭ અને  બીએસઈ મિડ કેપ ઈનડેક્સ ૨૫૭.૮૧ પોઈન્ટ વધીને ૪૮૬૨૫.૧૩ બંધ રહ્યા હતા.

 FPIs/FIIની રૂ.૨૨૦૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૭૫ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશમાં શેરોમાં રૂ.૨૨૦૮.૨૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૬,૭૭૧.૫૮  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૫૬૩.૩૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૭૫.૩૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૧૫૩.૬૩કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૨૯ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ રૂ.૩.૩૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૩.૪૯ લાખ કરોડ પહોંચ્યું

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી નીકળતાં ઘણા શેરોના ભાવો ઊંચકાતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૩.૩૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૩.૪૯ લાખ કરોડ પહોંચ્યું હતું.


Sensex

Google NewsGoogle News