બેંકિંગ શેરોની આગેવાનીએ લોકલ ફંડોની સતત તેજી : સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81611
- નિફટી સ્પોટ ૧૬ પોઈન્ટ વધીને ૨૪૯૯૮ : DIIની કેશમાં રૂ.૪૯૨૭ કરોડની ચોખ્ખી ખરીદી
- ઈરાન પર વળતા પ્રહારના ઈઝરાયેલના નિર્ણય પૂર્વે વૈશ્વિક બજારોમાં વોલેટીલિટી
મુંબઈ : ઈઝરાયેલ દ્વારા તેના પર ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલાનો સમય પર જવાબ આપવાની એ સમયે પ્રતિક્રિયા બાદ હવે ઈઝરાયેલ દ્વારા આજે આ હુમલા પર નિર્ણય લેવાના અહેવાલ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ચાઈનામાં નવા મેગા સ્ટીમ્યુલસની માંગ વચ્ચે વોલેટીલિટી રહી હતી. જ્યારે ભારતીય શેર બજારોમાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ શેરોની આગેવાનીએ સેન્સેક્સ, નિફટી બેઝડ બજારમાં ફરી સુધારો આપી બજારને પોઝિટીવ ઝોનમાં લાવ્યું હતું. અલબત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના ત્રિમાસિક પરિણામ પૂર્વે ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં વેચવાલી રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હતો. અંતે સેન્સેક્સ ૧૪૪.૩૧ પોઈન્ટ વધીને ૮૧૬૧૧.૪૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૧૬.૫૦ પોઈન્ટ વધીને ૨૪૯૯૮.૪૫ બંધ રહ્યો હતો. સ્મોલ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યા સામે મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું.
બેંકેક્સ ૬૪૩ પોઈન્ટ ઉછળ્યો : કોટક બેંક રૂ.૭૫ વધીને રૂ.૧૮૭૬ : એચડીએફસી, ઈન્ડસઈન્ડમાં તેજી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલે ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ સહિતના દરો જાળવી રાખ્યા છતાં આગામી મીટિંગમાં વ્યાજ દરમાં ઘટાડાના આપેલા સંકેતની આજે પોઝિટીવ અસર જોવાઈ હતી. કોટક મહિન્દ્રા બેંક રૂ.૭૪.૯૫ વધીને રૂ.૧૮૭૫.૬૫, એચડીએફસી બેંક રૂ.૨૮.૬૦ વધીને રૂ.૧૬૬૨.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૯.૨૦ વધીને રૂ.૧૩૬૦.૫૦, એક્સિસ બેંક રૂ.૧૪.૦૫ વધીને રૂ.૧૧૮૪.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૪૨.૯૬ પોઈન્ટ વધીને ૫૮૬૨૩.૩૨ બંધ રહ્યો હતો. ફાઈનાન્સ શેરોમાં ટીવીએસ હોલ્ડિંગ્સ રૂ.૫૫૫.૬૦ વધીને રૂ.૧૩,૨૬૫, બીએફ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૧.૪૫ વધીને રૂ.૬૪૭.૬૦, બજાજ હોલ્ડિંગ્સ રૂ.૩૦૬.૭૫ વધીને રૂ.૧૦,૭૮૮, જેએસડબલ્યુ હોલ્ડિંગ્સ રૂ.૨૪૨.૪૫ વધીને રૂ.૮૮૨૬.૩૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૩.૭૫ વધીને રૂ.૧૪૫.૧૦ રહ્યા હતા.
ટેક મહિન્દ્રા રૂ.૩૮ ઘટી રૂ.૧૬૨૦ : ઈન્ફોસીસ, ઓરેકલ ઘટયા : ૬૩ મૂન્સ, ક્વિક હિલ ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ટીસીએસના પરિણામ પૂર્વે ફંડોની નફારૂપી વેચવાલી રહી હતી. બીએલએસ ઈ-સર્વિસિઝ રૂ.૬.૨૦ ઘટીને રૂ.૨૧૮.૯૫, ટેક મહિન્દ્રા રૂ.૩૮.૪૦ ઘટીને રૂ.૧૬૨૦.૩૦, ઈન્ફોસીસ રૂ.૩૪.૮૫ ઘટીને રૂ.૧૯૧૯.૦૫, પર્સિસ્ટન્ટ રૂ.૯૩.૭૦ ઘટીને રૂ.૫૩૪૧.૫૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૯૮.૪૫ ઘટીને રૂ.૫૨૪૧.૫૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૬૧.૪૦ ઘટીને રૂ.૧૧,૪૮૪, એમ્ફેસીસ રૂ.૩૯.૩૫ ઘટીને રૂ.૨૮૫૭.૯૫, કોફોર્જ રૂ.૯૬.૮૦ ઘટીને રૂ.૭૨૮૦.૪૦, ટીસીએસ રૂ.૨૩.૯૦ ઘટીને રૂ.૪૨૨૮.૪૦, વિપ્રો રૂ.૬.૫૫ ઘટીને રૂ.૫૨૪.૯૦ રહ્યા હતા. જ્યારે ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૬.૪૦ ઉછળી રૂ.૪૨૬.૭૦, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૪૯.૨૦ ઉછળી રૂ.૭૫૬.૯૫, સાસ્કેન ટેકનોલોજી રૂ.૮૭.૭૦ વધીને રૂ.૧૭૫૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૫૮.૫૪ પોઈન્ટ ઘટીને ૪૨૫૭૭.૫૪ બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી થઈ : લુપીન રૂ.૧૨૬, સિપ્લા રૂ.૫૮, કોન્કોર્ડ બાયોટેક રૂ.૬૭ ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. લુપીન રૂ.૧૨૬.૬૦ ઘટીને રૂ.૨૧૫૭.૬૦, આઈઓએલ કેમિકલ્સ રૂ.૧૫.૩૫ ઘટીને રૂ.૪૩૦, સિપ્લા રૂ.૫૮.૦૫ ઘટીને રૂ.૧૬૨૩, કોન્કોર્ડ બાયોટેક રૂ.૬૬.૯૦ ઘટીને રૂ.૧૮૮૦.૯૫, એલેમ્બિક ફાર્મા રૂ.૪૦.૬૦ ઘટીને રૂ.૧૧૯૦, ટોરન્ટ ફાર્મા રૂ.૧૧૬.૪૫ ઘટીને રૂ.૩૪૪૨.૩૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૪૦.૬૫ ઘટીને રૂ.૧૪૭૦.૪૫, પિરામલ ફાર્મા રૂ.૫.૬૦ ઘટીને રૂ.૨૧૮.૪૫ રહ્યા હતા. જ્યારે ન્યુલેન્ડ લેબ રૂ.૭૦૦.૩૦ વધીને રૂ.૧૨,૫૦૦, યુનિકેમ લેબ્સ રૂ.૨૯.૨૦ વધીને રૂ.૬૬૯.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૨૧.૧૧ પોઈન્ટ ગબડીને ૪૪૦૭૦.૯૧ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફંડોની સિલેક્ટિવ તેજી : મધરસન સુમી, અશોક લેલેન્ડ, મારૂતી સુઝુકી, મહિન્દ્રામાં આકર્ષણ
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. મધરસન સુમી રૂ.૩.૯૦ વધીને રૂ.૨૧૦, અશોક લેલેન્ડ રૂ.૩.૬૦ વધીને રૂ.૨૨૫.૬૫, મારૂતી સુઝુકી રૂ.૧૭૦.૬૫ વધીને રૂ.૧૨,૯૨૭.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૯.૧૫ વધીને રૂ.૩૧૯૩.૪૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩ વધીને રૂ.૩૦૬૦.૪૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૬.૫૦ વધીને રૂ.૩૭૮૦ રહ્યા હતા.
ડીબી રિયાલ્ટી, હિટાચી ઈન્ડિયા, મઝગાંવ ડોક, ગાર્ડન રિચ, આરસીએફ, ઉષા માર્ટિન, અપાર ઈન્ડ. ઉછળ્યા
એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં ડીબી રિયાલ્ટી રૂ.૧૭.૩૦ ઉછળી રૂ.૧૯૨, હિટાચી એનજીૅ ઈન્ડિયા રૂ.૧૪૦૫.૪૫ ઉછળી રૂ.૧૫,૯૫૮, ભારતના અણુ સબમરીન બનાવવાના નિર્ણય વચ્ચે મઝગાંવ ડોકયાર્ડ રૂ.૩૪૪.૯૫ ઉછળી રૂ.૪૪૩૧.૧૦, એવલોન રૂ.૪૪.૯૫ વધીને રૂ.૬૧૯.૯૫, ઉષા માર્ટિન રૂ.૨૪.૬૦ વધીને રૂ.૩૬૭.૨૦, આરસીએફ રૂ.૧૧.૬૦ વધીને રૂ.૧૮૨.૬૦, ગાર્ડન રિચ શિપ રૂ.૧૦૫.૩૦ વધીને રૂ.૧૭૪૨.૪૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૧૫.૧૫ વધીને રૂ.૧૦,૬૩૮, ઈઆઈએચ હોટલ રૂ.૨૩.૬૦ વધીને રૂ.૪૩૧.૫૦ રહ્યા હતા.
સ્મોલ કેપ શેરોમાં તેજી સામે મિડ કેપમાં પ્રોફિટ બુકિંગ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૧૯૯ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે બેંકિંગ શેરોમાં આકર્ષણે મજબૂતી રહ્યા સાથે સ્મોલ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું આકર્ષણ રહ્યું હતું. પરંતુ મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. જેથી માર્કેટબ્રેડ્થ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૦૫થી ઘટીને ૨૧૯૯ અને ઘટનારની સંખ્યા ૧૨૪૮થી વધીને ૧૭૩૦ રહી હતી.
DIIની રૂ.૩૮૭૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૪૯૨૭ કરોડના શેરોની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૪૯૨૬.૬૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૬,૫૧૪.૩૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૧,૪૪૦.૯૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૮૭૮.૩૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૩,૩૦૧.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૪૨૨.૮૬ કરોડની વેચવાલી થઈ હતી.
વૈશ્વિક બજારોમાં નિક્કી ૧૦૩ પોઈન્ટ, હેંગસેંગ ૬૧૫ પોઈન્ટ વધ્યા : યુરોપના બજારોમાં નરમાઈ
ઈરાન પર ઈઝરાયેલના વળતાં પ્રહારની તૈયારી વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ચાઈનામાં નવા સ્ટીમ્યુલસની માંગ વચ્ચે શાંઘાઈ શેર બજારમાં વોલેટીલિટી વચ્ચે સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટ વધ્યો હતો. જ્યારે જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૦૩ પોઈન્ટ વધ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ૬૧૫ પોઈન્ટ વધ્યો હતો. યુરોપના બજારોમાં સાંજે નરમાઈ હતી.