શેરોમાં ફોરેન ફંડોનું હેમરિંગ વધતાં કડાકો : સેન્સેક્સ 836 પોઈન્ટ ગબડી 79542
- નિફટી સ્પોટ ૨૮૫ પોઈન્ટ તૂટીને ૨૪૧૯૯ : અમેરિકાના ટેરિફ યુદ્વના સંકેત સામે ચાઈનાના સ્ટીમ્યુલસ પગલાંની અપેક્ષા
- FPIs/FIIની રૂ.૪૮૮૮ કરોડની ચોખ્ખી વેચવાલી : મેટલ, ઓટો શેરોમાં ફંડો મંદીમાં આવ્યા
મુંબઈ : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયનો ઉન્માદ આજે ઓસરી ગયો હતો. ટ્રમ્પ સત્તા પર આવતાંની સાથે ચાઈના, ભારત સહિત પર આંકરા ટેરિફનું યુદ્વ છેડશે એવી શકયતા અને બીજી તરફ ચાઈના મેગા સ્ટીમ્યુલસ પગલાં લેવાની તૈયારીમાં હોવાના સંકેતે ભારતીય શેર બજારોમાંથી આજે ફોરેન ફંડોએ વધુ હેમરિંગ કરી મોટું ઓફલોડિંગ કરતાં કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે બીજી તરફ આજે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી ધીમી પડતી જોવાઈ હતી. મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ પાછળ ફંડોએ મોટી વેચવાલી કરતાં અને બીજી બાજુ ઓટોમોબાઈલ કંપનીઓ માલભરાવાની સ્થિતિને લઈ આગામી દિવસો કપરાં નીવડવાની ધારણાએ ફંડો વેચવાલ બન્યા હતા. આ સાથે આઈટી, ફાર્મા શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું. કેપિટલ ગુડઝ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ, રિયાલ્ટી, ઓઈલ-ગેસ શેરોમાં પણ વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૮૩૬.૩૪ પોઈન્ટ ગબડીને ૭૯૫૪૧.૭૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૮૪.૭૦ પોઈન્ટ તૂટીને ૨૪૧૯૯.૩૫ બંધ રહ્યો હતો.
ટેરિફ વોરના એંધાણે મેટલ ઈન્ડેક્સ ૮૧૭ તૂટયો : હિન્દાલ્કો રૂ.૬૦ તૂટયો : વેદાન્તા, ટાટા સ્ટીલ ઘટયા
ચાઈનાની આર્થિક હાલત કફોડી બની રહી હોઈ વધુ સ્ટીમ્યુલસ પગલાંની માંગને લઈ ટૂંક સમયમાં મેગા સ્ટીમ્યુલસની અપેક્ષા સામે અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ભારે ટેરિફ લાદવાની શકયતાના અહેવાલે આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. હિન્દાલ્કો રૂ.૫૯.૯૦ તૂટીને રૂ.૬૪૮.૩૫, વેદાન્તા રૂ.૧૬.૨૫ તૂટીને રૂ.૪૫૭.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૦.૦૫ તૂટીને રૂ.૯૮૮.૭૫, ટાટા સ્ટીલ રૂ.૨.૭૦ ઘટીને રૂ.૧૫૦.૯૦, એનએમડીસી રૂ.૨.૨૫ ઘટીને રૂ.૨૩૮.૮૫, જિન્દાલ સ્ટીલ રૂ.૮.૩૫ ઘટીને રૂ.૯૪૩.૧૦ રહ્યા હતા. જ્યારે જિન્દાલ સ્ટેનલેસ રૂ.૫.૮૫ વધીને રૂ.૭૨૨.૭૫ રહ્યો હતો. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૮૧૬.૭૨ પોઈન્ટ તૂટીને ૩૧૩૧૦.૭૨ બંધ રહ્યો હતો.
ટયુબ રૂ.૧૧૪ તૂટી રૂ.૩૯૮૧ : ટાટા મોટર્સ રૂ.૨૦ તૂટી રૂ.૮૨૦ : બોશ, કમિન્સ, બજાજ ઓટો ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે મોટું ઓફલોડિંગ કર્યું હતું. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૧૩.૮૫ તૂટીને રૂ.૩૯૮૧, મધરસન રૂ.૪.૯૫ ઘટીને રૂ.૧૮૨.૮૦, બોશ રૂ.૮૬૨.૯૦ તૂટીને રૂ.૩૫,૪૨૫, ટાટા મોટર્સ રૂ.૧૯.૮૦ ઘટીને રૂ.૮૧૯.૮૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૯.૬૦ તૂટીને રૂ.૩૫૪૨, હીરો મોટોકોર્પ રૂ.૭૭.૮૫ ઘટીને રૂ.૪૮૧૪.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ત્રિમાસિક ચોખ્ખો નફો અપેક્ષાથી ઓછો ૩૫ ટકા વધીને રૂ.૩૧૭૧ કરોડ જાહેર થતાં શેર રૂ.૩૧.૨૦ ઘટીને રૂ.૨૯૦૩.૫૦, બજાજ ઓટો રૂ.૧૬૮.૧૦ ઘટીને રૂ.૯૮૪૫.૯૫, આઈશર મોટર્સ રૂ.૫૩.૯૫ ઘટીને રૂ.૪૮૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૬૪.૪૨ પોઈન્ટ ગબડીને ૫૩૯૬૨.૯૪ બંધ રહ્યો હતો.
અપોલો હોસ્પિટલ રૂ.૪૫૫ વધી રૂ.૭૪૨૫ : ગ્લેનમાર્ક રૂ.૧૧૧, એલેમ્બિક રૂ.૬૧, એફડીસી રૂ.૨૭ તૂટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી મોટી વેચવાલી રહી હતી. ગ્લેનમાર્ક રૂ.૧૧૦.૯૫ તૂટીને રૂ.૧૬૫૮, એલેમ્બિક ફાર્મા રૂ.૬૧.૦૫ તૂટીને રૂ.૧૦૭૮.૧૫, વોખાર્ટ રૂ.૬૩.૪૫ તૂટીને રૂ.૧૨૦૬.૫૦, વિન્ડલાસ બાયોટેક રૂ.૫૬.૦૫ ઘટીને રૂ.૧૦૭૩.૯૫, એફડીસી રૂ.૨૬.૮૦ તૂટીને રૂ.૫૨૨, અજન્તા ફાર્મા રૂ.૧૩૯.૧૫ તૂટીને રૂ.૨૯૮૧, મેટ્રોપોલિસ રૂ.૮૧.૭૫ ઘટીને રૂ.૨૧૦૮.૫૦ રહ્યા હતા. જ્યારે અપોલો હોસ્પિટલ રૂ.૪૫૪.૭૫ ઉછળી રૂ.૭૪૨૪.૬૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૨૭.૯૫ વધીને રૂ.૪૬૧.૪૦, હેસ્ટર બાયો રૂ.૧૩૩.૯૫ વધીને રૂ.૨૫૮૨.૮૫, ઓર્કિડ ફાર્મા રૂ.૫૪.૧૫ વધીને રૂ.૧૫૦૬ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૭૭.૯૩ પોઈન્ટ ઘટીને ૪૪૧૦૧.૩૩ બંધ રહ્યો હતો.
ક્વિક હિલ રૂ.૨૬ ઘટીને રૂ.૬૨૯ : કેપીઆઈટી ટેકનો, ડાટામેટિક્સ, ૬૩ મૂન્સ, ડિ-લિન્કમાં ફંડો વેચવાલ
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૨૫.૬૦ ઘટીને રૂ.૬૨૯.૫૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૪૪.૯૦ ઘટીને રૂ.૧૪૪૨.૧૫, ડાટામેટિક્સ ગ્લોબલ રૂ.૧૬.૫૦ ઘટીને રૂ.૫૭૧, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૬.૦૫ ઘટીને રૂ.૫૭૯.૯૦, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૫.૨૫ ઘટીને રૂ.૫૭૫.૬૦, ટેક મહિન્દ્રા રૂ.૩૭.૩૫ ઘટીે રૂ.૧૬૫૬, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૦૫.૧૫ ઘટીને રૂ.૧૧,૩૭૦.૬૦ રહ્યા હતા.
ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૦ ઘટીને રૂ.૧૦૫૮ : જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૮૭૭, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૧૫૫ ઉછળ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે તેજીનો વેપાર હળવો કર્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૯.૬૦ ઘટીને રૂ.૧૦૫૮, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૧૨૮૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૧૭૪૭.૩૦, એક્સિસ બેંક રૂ.૬.૩૦ ઘટીને રૂ.૧૧૬૦.૮૦, એચડીએફસી બેંક રૂ.૮ ઘટીને રૂ.૧૭૪૬.૧૫ રહ્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૫૦ વધીને રૂ.૮૫૯.૨૫, ફેડરલ બેંક રૂ.૧.૨૦ વધીને રૂ.૨૦૬ રહ્યા હતા. જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૮૭૬.૮૫ ઉછળી રૂ.૧૩,૦૬૬.૮૫, નાલ્વા સન્સ રૂ.૩૨૦ વધીને રૂ.૬૭૨૦.૪૫, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૧૫૫.૨૦ વધીને રૂ.૪૩૬૬.૧૫ રહ્યા હતા. જ્યારે મુથુટ ફાઈનાન્સ રૂ.૭૧.૮૫ તૂટીને રૂ.૧૮૨૩.૨૫, એડલવેઈઝ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૦૮.૪૫, પીએનબી હાઉસીંગ રૂ.૨૯.૯૫ ઘટીને રૂ.૯૬૯.૨૫ રહ્યા હતા.
માર્કેટબ્રેડથ ફરી નબળી પડી : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજીને બ્રેક લાગી : ૨૧૯૨ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને ફરી બ્રેક લાગી આજે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થવા સાથે ઓપરેટરોએ ઉછાળે હળવા થવાનું પસંદ કરતાં માર્કેટબ્રેડથ ફરી નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૨ અને વધનારની સંખ્યા ૧૭૬૯ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૪૮૮૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૭૮૬ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૪૮૮૮.૭૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૭૩૬.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૬૨૪.૮૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે લોકલ ફંડો-ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે ખરીદી ધીમી પડતી જોવાઈ કેશમાં રૂ.૧૭૮૬.૭૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૩૭૪.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૫૮૭.૭૩ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૪.૧૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૮.૪૫ લાખ કરોડ
ફંડોની આજે ફરી સેન્સેકસ, નિફટી બેઝડ તેજીને બ્રેક સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં નફારૂપી વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે એક દિવસમાં રૂ.૪.૧૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૮.૪૫ લાખ કરોડ રહ્યું હતું.