સેન્સેક્સ 398 પોઈન્ટ ગબડીને 81523

- નિફટી સ્પોટ ૧૨૩ પોઈન્ટ ઘટીને ૨૪૯૧૮ : ઓટો, મેટલ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ધોવાણ

- FIIની રૂ.૧૭૫૫ કરોડની ખરીદી : રોકાણકારોની સંપતિ રૂ.૨.૭૩ લાખ કરોડ ઘટી

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
સેન્સેક્સ 398 પોઈન્ટ ગબડીને 81523 1 - image


ફંડો ૨૫થી ૪૦ ટકા રોકાણ પોર્ટફોલિયો હળવો કરવાના મૂડમાં

મુંબઈ : વૈશ્વિક મોરચે એક તરફ અમેરિકાના સીપીઆઈ આંક જાહેર થતાં પૂર્વે ફયુચર્સમાં શેરોમાં નરમાઈ અને બોન્ડસના દરોમાં વૃદ્વિ સાથે એશીયાના બજારોમાં આજે સાવચેતીમાં ફંડો, મહારથીઓએ તેજીનો વેપાર ફરી હળવો કર્યો હતો. ભારતીય શેર બજારોમાં દરેક ઉછાળે મહારથીઓ અને લોકલ ફંડો ખાસ અસાધારણ વધી ગયેલા સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં તેજીનો વેપાર હળવો કરી રહ્યાના અને ૨૫થી ૪૦ ટકા જેટલો રોકાણ પોર્ટફોલિયો હળવો કરવાના મૂડમાં હોવાની ચર્ચા વચ્ચે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે મોટું ઓફલોડિંગ થતું જોવાયું હતું. ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ ફ્રન્ટલાઈન શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે મેટલ-માઈનીંગ શેરો જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલી અને બેંકિંગ શેરો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક સાથે વિપ્રો સહિતના આઈટી શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ ૩૯૮.૧૩ પોઈન્ટ ઘટીને ૮૧૫૨૩.૧૬ અને નિફટી ૫૦ સ્પોટ ૧૨૨.૬૫ પોઈન્ટ ઘટીને ૨૪૯૧૮.૪૫ બંધ રહ્યા હતા.

ટાટા મોટર્સ રૂ.૫૯ તૂટીને રૂ.૮૭૬ : મહિન્દ્રા રૂ.૩૯, બોશ રૂ.૨૩૩ ઘટયા : ઓટો ઈન્ડેક્સ ૬૭૪ ગબડયો

ઓટોમોબાઈલ કંપનીઓમાં વાહનોની ઈન્વેન્ટરીને લઈ ચિંતામાં વાહનોની કિંમતમાં ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યા હોઈ વેચાણ પડકારોને લઈ આજે ઓટો શેરોમાં ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. ટાટા મોટર્સ દ્વારા તેના ઈલેક્ટ્રિક વાહનો સહિતમાં ડિસ્કાઉન્ટે વેચાણ કરવાનું જાહેર કર્યાની નેગેટીવ અસરે શેર રૂ.૫૯.૪૫ તૂટીને રૂ.૯૭૬ રહ્યો હતો. મધરસન સુમી રૂ.૫.૭૦ ઘટીને રૂ.૧૮૩.૮૦, અશોક લેલેન્ડ રૂ.૬.૫૦ ઘટીને રૂ.૨૪૧.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૯ ઘટીને રૂ.૨૬૫૩.૧૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨.૯૫ ઘટીને રૂ.૩૦૫૫, બોશ રૂ.૨૩૩.૩૫ ઘટીને રૂ.૩૩,૨૮૫.૦૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૬.૨૫ ઘટીને રૂ.૩૯૦૮.૨૦, એમઆરએફ રૂ.૨૪૮.૬૦ ઘટીને રૂ.૧,૩૫,૪૬૪.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૭૪.૦૪ પોઈન્ટ તૂટીને ૫૭૦૩૬.૩૪ બંધ રહ્યો હતો.

ઓપેકે ઓઈલ માંગ વૃદ્વિના અંદાજો ઘટાડાતાં ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, આઈઓસી ઘટયા

ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫ માટે વૈશ્વિક ઓઈલની માંગ વૃદ્વિનો અંદાજ ઘટાડીને મૂકવામાં આવતાં નેગેટીવ અસરે આજે ઓઈલ-ગેસ શેરોમાં તેજીનો વેપાર હળવો થયો હતો. ઓઈલ ઈન્ડિયા રૂ.૨૭.૪૫ તૂટીને રૂ.૫૮૧.૭૦, ઓએનજીસી રૂ.૧૦.૪૦ ઘટીને રૂ.૨૮૫.૨૫, આઈઓસી રૂ.૫.૮૦ ઘટીને રૂ.૧૬૯.૭૫, એચપીસીએલ રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૪૦૯.૬૦, બીપીસીએલ રૂ.૫.૪૫ ઘટીને રૂ.૩૪૦.૩૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૯૦ ઘટીને રૂ.૨૯૦૩.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૬૯૯.૬૩ પોઈન્ટ ગબડીને ૩૦,૩૬૦.૯૫ બંધ રહ્યો હતો.

વેદાન્તા રૂ.૧૪ ઘટીને રૂ.૪૨૫ : એનએમડીસી, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે વેચવાલી થઈ હતી. વેદાન્તા રિસોર્સિસને બોન્ડ ઈસ્યુ થકી ૧.૬ અબજ ડોલરની ઓફરો મળ્યાનું જાહેર થયાના ડેવલપમેન્ટ વચ્ચે શેર રૂ.૧૪.૧૦ ઘટીને રૂ.૪૨૫.૯૦ રહ્યો હતો. એનએમડીસી રૂ.૪ ઘટીને રૂ.૨૦૬.૯૦, સેઈલ રૂ.૨.૧૫ ઘટીને રૂ.૧૨૭, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૯૨૫.૩૫, હિન્દાલ્કો રૂ.૯.૩૦ ઘટીને રૂ.૬૪૯.૮૦, ટાટા સ્ટીલ રૂ.૧.૩૦ ઘટીને રૂ.૧૪૮.૧૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૭૩૪.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૧૯.૮૧ પોઈન્ટ ઘટીને ૩૦૭૧૩.૭૧ બંધ રહ્યો હતો.

સ્ટેટ બેંક રૂ.૧૪ ઘટીને રૂ.૭૬૮ : સુમિત સિક્યુ. રૂ.૧૧૯ તૂટયો : પીએનબી હાઉસીંગ, કેર રેટિંગ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે વેચવાલી થઈ હતી. કેનેરા બેંક રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૦૧.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૭૬૮.૩૦, બેંક ઓફ બરોડા રૂ.૩ ઘટીને રૂ.૨૩૨.૭૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૧૪૧૯.૫૦, એચડીએફસી બેંક રૂ.૬.૨૫ ઘટીને રૂ.૧૬૪૪.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૪૪.૦૩ પોઈન્ટ ઘટીને ૫૭૮૫૧.૩૩ બંધ રહ્યો હતો. ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં સુમિત સિક્યુરિટીઝ રૂ.૧૧૮.૯૫ તૂટીને રૂ.૨૬૦૦.૫૫, ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ રૂ.૯.૮૦ ઘટીને રૂ.૨૩૭.૭૦, જીઓજીત ફાઈનાન્શિયલ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૧૫૫, સમ્માન કેપિટલ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૧૫૭.૦૫, એન્જલ વન રૂ.૫૩.૮૦ ઘટીને રૂ.૨૩૯૭.૫૦, હુડકો રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૪૬ રહ્યા હતા. ફાઈનાન્શિયલ શેરોમાં પસંદગીના વધનારમાં પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૫૫.૪૦ વધીને રૂ.૧૧૦૪.૭૦, કેર રેટિંગ્સ રૂ.૨૮.૧૫ વધીને રૂ.૧૦૦૧.૬૫, કેમ્સ રૂ.૧૧૮.૮૦  વધીને રૂ.૪૩૬૯.૩૦, કેન ફિન હોમ્સ રૂ.૨૨ વધીને રૂ.૮૭૦.૫૫, સીએસબી બેંક રૂ.૭.૩૦ વધીને રૂ.૩૩૧.૫૦, વન૯૭ પેટીએમ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૬૬૭ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં સિલેક્ટિવ તેજી : ગોકુલ એગ્રો, વરૂણ બિવરેજીસ, વાડીલાલ, હિન્દ યુનિલિવર વધ્યા

એફએમસીજી શેરોમાં ફંડોની આજે સિલેક્ટિવ સતત લેવાલી રહી હતી. ગોકુલ એગ્રો રૂ.૩૬.૨૦ વધીને રૂ.૩૦૨.૨૫, એસોસીયેટેડ આલ્કોહોલ રૂ.૫૩.૪૫ વધીને રૂ.૯૫૧.૩૦,  બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨.૨૨ વધીને રૂ.૫૯.૩૬, વરૂણ બિવરેજીસ રૂ.૫૦.૦૫ વધીને રૂ.૧૫૬૯, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૪.૨૫ વધીને રૂ.૪૨૮૨.૨૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૬.૭૦ વધીને રૂ.૨૯૧૫.૨૦ રહ્યા હતા.

મહારથીઓ, ફંડોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે મોટું પ્રોફિટ બુકિંગ : ૨૩૬૮ શેરો નેગેટીવ બંધ 

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફરી મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડોએ ઉછાળે મોટું ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી  ૪૦૭૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૮૬થી ઘટીને ૧૬૦૩ અને ઘટનારની સંખ્યા ૧૩૫૨થી વધીને ૨૩૬૮ રહી હતી.

 FPIs/FIIની રૂ.૧૭૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૩૧ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં શેરોમાં રૂ.૧૭૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૪૧૪.૬૦  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૬૫૯.૬૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૩૦.૯૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૪૦૧.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૧૭૧ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૭૬ લાખ કરોડ

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો  વેપાર હળવો થયા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે વ્યાપક નફારૂપી વેચવાલી નીકળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૨.૭૩  લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૭૬ લાખ કરોડ રહ્યું હતું.


Sensex

Google NewsGoogle News